BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
ત્રીજા અને ચોથા અધ્યાયમાં લૂક બતાવે છે કે કેવી રીતે ઈશ્વરના આત્માનું સામર્થ્ય ઈશ્વરના રાજ્યની સુવાર્તા હિંમતથી પ્રગટ કરવા માટે ઈસુના અનુયાયીઓનું પરીવર્તન કરે છે. તે ઈસુના શિષ્યો, પિતર અને યોહાન વિશેની વાતથી શરૂઆત કરે છે, જેઓ ઈશ્વરના આત્માના સામર્થ્યથી લંગડા વ્યક્તિને સાજો કરે છે. જેઓ તે ચમત્કાર જુએ છે, તેઓ આશ્ચર્ય પામે છે, અને પિતર તરફ એવી રીતે જોવાની શરૂઆત કરે છે, કે જાણે તેણે જાતે જ તે કર્યું હોય! પરંતુ પિતર ટોળાને પડકાર આપે છે, કે આ ચમત્કારનો શ્રેય ફક્ત ઈસુને જ આપો અને લોકોને જણાવે છે કે કેવી રીતે ઈસુ મૃત્યુ પામ્યા અને બધા લોકોની પુનઃસ્થાપનાને માટે ફરીથી સજીવન થયા. પિતર જાણે છે કે મંદિરમાં જે લોકો હતા તેઓ એ જ લોકો હતા જેમણે ઈસુને મારી નાખવા માટેના પ્રયત્નો કર્યા હતા. તેથી તે આ તકનો ઉપયોગ ઈસુ વિષે તેમનું મન બદલવા અને માફી પ્રાપ્ત કરવાનું આમંત્રણ આપવા માટે કરે છે. તેના પ્રતિભાવમાં સેંકડો લોકો પિતરના સંદેશા પર વિશ્વાસ કરે છે, અને ઈસુને અનુસરવાનું શરૂ કરે છે. પણ બધા એમ કરતા નથી. ધાર્મિક આગેવાનો પિતરને ઈસુના નામે પ્રચાર કરતા અને સાજાપણું કરતા જોઇને ગુસ્સે થાય છે, અને ત્યાં જ તેઓ પિતર અને યોહાનની ધરપકડ કરે છે. ધાર્મિક આગેવાનો પિતર અને યોહાન પાસે એવી માગણી કરે છે કે લંગડો માણસ કેવી રીતે ચાલતો થયો તે વિષે તેઓ જણાવે, અને પવિત્ર આત્મા પિતરને સામર્થ્ય આપે છે તેથી તે જણાવે કે માત્ર ઈસુનું નામ તેઓને બચાવવાને માટે શક્તિમાન છે. ધાર્મિક આગેવાનો પિતરનો હિંમત ભરેલો સંદેશો સાંભળીને અને યોહાનનો આત્મવિશ્વાસ જોઇને ગૂંચવણમાં પડે છે. તેઓ જોઈ શકે છે કે પિતર અને યોહાન ઈસુને લીધે કેટલા બદલાઈ ગયા છે, અને જે ચમત્કાર થયો હતો, તેને તેઓ નકારી શકતા નથી.
Scripture
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More