BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
આ વિભાગમાં લુક કર્નેલ્યસ નામના એક રોમન સૂબેદારનો પરીચય કરાવે છે, અને યહૂદી લોકો રોમન વ્યવસાય વિશે જેનો તિરસ્કાર કરતા હતા એવી દરેક બાબતો તેનામાં હતી. એક દૂતે કર્નેલ્યસની આગળ પ્રગટ થઇને તેને કહ્યું, કે તે પિતર નામના એક માણસને બોલાવે, જે યાફામાં સિમોનના ઘરે રોકાયો છે. જ્યારે કર્નેલ્યસ એમ કરવા માટે સંદેશવાહકને મોકલે છે, ત્યારે પિતર ત્યાં જ હતો, જ્યાં તે હશે એવું દૂતે તેને જણાવ્યું હતું. તે યહૂદી લોકોની રીત અને સમય મુજબ પ્રાર્થના કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેને એક વિચિત્ર સંદર્શન થાય છે. સંદર્શનમાં તે જુએ છે કે જે પ્રાણીઓને ખાવાની યહૂદી લોકોને મનાઈ ફરમાવવામાં આવી હતી તે પ્રાણીઓને ઈશ્વર તેની પાસે લઈને આવે છે, અને પિતરને કહે છે, "મારીને ખા." પિતર જવાબ આપે છે, "મેં કયારેય કોઈ અશુધ્ધ વસ્તુ ખાધી નથી." પરંતુ ઇશ્વર જવાબ આપે છે, "મેં જેને શુદ્ધ ઠરાવ્યું છે તેને તારે અશુદ્ધ ગણવું નહિ." આ સંદર્શન ત્રણ વખત પુનરાવર્તિત થાય છે, અને પિતર તેનાથી ગુંચવણમાં પડી જાય છે. પિતર હજુ પણ આ સંદર્શન વિષે વિચારતો હતો, ત્યારે સંદેશવાહકો પિતરને માટે એવું આમંત્રણ લઈને આવે છે, કે તે તેમની સાથે કર્નેલ્યસના ઘરે મુલાકાત માટે આવે. તે સમયે પિતરે જે સંદર્શન જોયું હતુ, તેને તે સમજવા લાગ્યો. પિતર જાણે છે કે બિન-યહૂદીના ઘરે જવુ તેમાં સાંસ્કૃતિક અશુધ્ધતાનું જોખમ હતું, તેથી સામાન્ય રીતે તો તેણે આ આમંત્રણને નકારી કાઢ્યું હોત.પરંતુ સંદર્શન આપવા દ્વારા ઈશ્વર પિતરને મદદ કરી રહ્યા હતા, કે તેણે કશાને પણ અશુધ્ધ ગણવું જોઈએ નહિ; કેમ કે જે લોકો ઈસુ ઉપર આધાર રાખે છે તેમને શુધ્ધ કરવાનું સામર્થ્ય તેમની પાસે છે.તેથી કોઈ પણ દલીલ કર્યા વગર પિતર કર્નેલ્યસના ઘરે જાય છે, અને ઈસુના મરણ, પુનરૂત્થાન, અને જે લોકો તેમના ઉપર વિશ્વાસ કરે છે, તેમના માટે માફીનો શુભસંદેશ જણાવે છે. પિતર જયારે હજી બોલી રહ્યો હતો, ત્યારે જેમ ઈશ્વરે પચાસમાના દિવસે યહૂદી અનુયાયીઓને પવિત્ર આત્માથી ભરી દીધા હતા, તેમ કર્નેલ્યસ અને તેના કુટુંબના સભ્યોને પણ પવિત્ર આત્માથી ભરી દે છે. જેમ ઈસુએ કહ્યું હતું તેમ આ ચળવળ બધા લોકો સુધી ફેલાઇ છે.
Scripture
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More