BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample

આ બીજા વિભાગમાં લૂક બતાવે છે કે સ્તેફનની કરૂણ હત્યા ઈસુની ચળવળને રોકી શકતી નથી. ખરેખર તો, સતાવણીની અસરને લીધે ઘણા શિષ્યો યરૂશાલેમની બહાર આસાપાસના બિન-યહૂદી વિસ્તારો યહૂદિયા અને સમરૂનમાં વિખેરાઈ જાય છે. જયારે શિષ્યો બહાર જાય છે, ત્યારે તેઓ ઈસુએ તેમને આપેલી આજ્ઞા મુજબ ઈશ્વરના રાજયનો સંદેશ તેમની સાથે લઇને જાય છે. શિષ્યો ઈસુની વાતનો પ્રચાર કરે છે, અને લોકો ચમત્કારીક રીતે સ્વતંત્રતા અને સાજાપણું પ્રાપ્ત કરે છે. એક પ્રખ્યાત જાદુગર જુએ છે કે ઈશ્વરનું સામર્થ્ય તેના પોતાના સામર્થ્ય કરતા અનેક ગણું છે, અને ઈથોપીયાની રાણીના દરબારનો એક ખોજો બાપ્તિસ્મા પામે છે. ઈશ્વરનું રાજય ફેલાઈ રહ્યું છે, અને ઈશ્વરની યોજનાને કોઈ ઉંધી વાળી શકતું નથી, શાઉલ નામનો માણસ પણ નહિ, જે એક ધાર્મિક આગેવાન હતો, અને ઈસુના અનુયાયીઓને તેમના ઘરોમાંથી બહાર ખેંચી લાવીને તેમને કેદખાનામાં નાખતો હતો. જયારે શાઉલ બીજા વધારે શિષ્યોને પકડીને કેદખાનામાં નાખવા માટે દમસ્કસના રસ્તે જતો હતો, ત્યારે તેને અંધ બનાવી દેનાર પ્રકાશ અને આકાશમાંથી થતી વાણી દ્વારા રોકવામાં આવ્યો. એ તો પુનરૂત્થાન પામેલા ઈસુ હતા, જે શાઉલને પૂછી રહ્યા હતા કે તે શા માટે તેમને સતાવે છે. આ મુલાકાત અને અદભુત નિશાનીઓને લીધે ઈસુ ખરેખર કોણ છે તે વિષે શાઉલનુ મન એકદમ બદલાઈ ગયું. શાઉલની યોજનાઓ ઉલટાવી દેવામાં આવી હતી. હવે દમસ્કસમાં ઈસુના અનુયાયીઓને સતાવવાને બદલે, શાઉલ તે અનુયાયીઓમાંનો એક બને છે અને તરત જ ઈસુને માણસના દિકરા તરીકે પ્રગટ કરે છે.
About this Plan

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More