BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
પ્રેરિતોના કૃત્યોના હવે પછીના ભાગમાં પાઉલને જાણવા મળે છે, કે કેટલાક યહૂદી ખ્રિસ્તીઓ એવો દાવો કરે છે કે જો બિન-યહૂદી ખ્રિસ્તીઓએ ઈસુની ચળવળનો ભાગ બનવું હોય તો તેમણે (સુન્નત કરાવીને, સાબ્બાથ પાળીને અને ખોરાક વિષેના યહૂદી નિયમો પાળવા દ્વારા) યહૂદી બનવું જ જોઇએ. પણ પાઉલ અને બાર્નાબાસ એ વાત સાથે સંપૂર્ણપણે અસંમત થાય છે, અને તેઓ આ મુદાનો ઉકેલ લાવવા માટે તેને યરૂશાલેમમાં આગેવાનોની સભામાં લઈ જાય છે. તેમાં પિતર, પાઉલ અને યાકૂબ (કે જે ઈસુનો ભાઈ હતો) શાસ્ત્રનો અને તેમના અનુભવોનો નિર્દેશ આપીને કહે છે, કે ઈશ્વરની યોજના તો હંમેશાથી બધા જ દેશોનો સમાવેશ કરવાની છે. પછી આ સભા એક મહત્વનો નિર્ણય લઇને સ્પષ્ટતા કરે છે કે બિન-યહૂદી ખ્રિસ્તીઓએ મંદિરના બલિદાનોમાં ભાગ લેવાનું બંધ કરવું જોઇએ. પરંતુ તેમણે વંશીય રીતે કોઈ પણ યહૂદી ઓળખને અપનાવવાની કે યહૂદીઓના પારંપરીક નિયમો અને તોરાહના વિધિઓને પાળવાની કોઈ જ જરૂર નથી. ઈસુ યહૂદી મસીહા છે ખરા, પરંતુ તે બધા જ દેશોના પુનરુત્થાન પામેલા રાજા પણ છે. ઇશ્વરના રાજ્યનું સભ્યપદ તો વંશ કે નિયમો પર આધારિત નથી, પરંતુ ફક્ત ઈસુ પર વિશ્વાસ કરવા પર અને ઈસુનું આજ્ઞાપાલન કરવા પર આધારીત છે.
Scripture
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More