BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
લૂક આપણને જણાવે છે કે ઈસુને યહૂદીઓના અને આખી દુનિયાના મસીહ રાજા તરીકે પ્રગટ કરવાને લીધે પાઉલને સતત મારવામાં આવ્યો, જેલમાં પૂરવામાં આવ્યો, અથવા શહેરની બહાર ઢસડીને જવામાં આવ્યો. જ્યારે પાઉલ કરિંથ પહોંચે છે, ત્યારે તે એવી અપેક્ષા રાખે છે કે તેની ફરીથી સતાવણી થશે. પણ ઈસુ એક રાત્રે પાઉલને દર્શન આપીને કહે છે કે, "તું બીતો ના, પણ બોલજે, છાનો ન રહેતો; કેમ કે હું તારી સાથે છું, અને કોઇપણ માણસ તારા પર હુમલો કરીને તને ઇજા કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોકો છે.” અને તેથી પાઉલ આ શહેરમાં દોઢ વર્ષ સુધી રહીને શાસ્ત્રમાંથી ઈસુ વિષે શીખવે છે, અને જણાવતો રહે છે. અને જ્યારે લોકો જેમ ઈસુએ કહ્યું હતું તેમ પાઉલ પર હૂમલો કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ સફળ થતા નથી. ખરેખર તો પાઉલને બદલે જે આગેવાને પાઉલને નુકશાન કરવાનું ચાહ્યું હતું, તેના પર હૂમલો કરવામાં આવ્યો. પાઉલને કરિંથમાંથી હાંકી કાઢવામાં આવ્યો નહિ, પણ જયારે યોગ્ય સમય આવે છે, ત્યારે તે નવા મિત્રો સાથે શહેર છોડીને કાઇસારિયા, અંત્યોખ, ગલાતિયા, ફ્રુગીયા અને એફેસસમાં જઇને ત્યાં રહેતા શિષ્યોને દ્રઢ કરે છે.એફેસસમાં પાઉલ ઈસુના નવા અનુયાયીઓને પવિત્ર આત્માના દાનનો પરિચય કરાવે છે, અને ત્યાં તે બે વર્ષ સુધી શિક્ષણ આપે છે, અને એશિયામાં રહેતા બધા લોકોને ઈસુ વિશેના શુભસંદેશનો પ્રસાર કરે છે. ઘણા લોકો ચમત્કારીકે રીતે સાજા થાય છે અને છુટકારો પામે છે, તેથી આ સેવાની વૃદ્ધિ થાય છે, બદલાણ પામેલા લોકોની સંખ્યા ઘણી હોવાને લીધે શહેરની અર્થવ્યવસ્થા બદલાઇ જાય છે, કેમ કે લોકો ઈસુને અનુસરવા માટે જાદુમંત્ર અને તેમની મૂર્તિપૂજા પણ છોડી દે છે. તેથી મૂર્તિઓ બનાવવાનો ધંધો કરનારા સ્થાનિક વેપારીઓ નિરાશ થાય છે, અને તેમની દેવીના માહાત્મ્યનો બચાવ કરવા માટે પાઉલની અને તેના મિત્રોની સામે લડવા માટે લોકોને ઉશ્કેરે છે. શહેર ગૂંચવણમાં પડી જાય છે, અને જયાં સુધી નગરશેઠ બોલતા નથી ત્યાં સુધી આ ધાંધલ ચાલુ રહે છે.
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More