BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
ઘણા યહુદીઓને તેમના મસિહા માટે ચોક્કસ અપેક્ષાઓ હતી. તેઓ એવું માનતા હતા કે જે રાજાનું વચન આપવામાં આવ્યું છે, તે રાજ્યાસન પ્રાપ્ત કરશે, અને રોમનોના જુલમથી તેમનો બચાવ કરશે. તેથી જયારે ઈસુએ આવીને સમાજના તરછોડાયેલા લોકોની સાથે જોડાવાની, અને ઈશ્વરના રાજયને નમ્રતાપૂર્વક જાહેર કરવાની શરૂઆત કરી, ત્યારે કેટલાકે તેમને મસિહા તરીકે ઓળખ્યા નહિ, અને તેમના રાજયનો ઉગ્રતાથી વિરોધ કર્યો. તેમનો વિરોધ તો કટાક્ષરૂપ રીતે ઈસુનુ રાજય સ્થાપવાના એક સાધનરૂપ બની ગયો, અને ક્રૂસારોહણ, પુનરૂત્થાન અને ગગનગમન દ્વારા ઈસુ યહૂદીઓના અને બધા જ દેશોના રાજા તરીકે સ્વર્ગમાં રાજ્યાસન પર બિરાજમાન થયા. હવે પછીના વિભાગમાં લૂક આપણને થેસ્સાલોનિકા, બેરિયા અને આથેન્સમાં આ સંદેશનો પ્રચાર કરવામાં પાઉલના અનુભવ વિશે જણાવે છે. પાઉલ જયારે થેસ્સાલોનિકામાં હતો ત્યારે તેણે હિબ્રુ શાસ્ત્રમાંથી જણાવ્યું, કે પ્રબોધકોએ હંમેશા કહ્યું છે કે મસિહાએ દુ:ખ સહન કરવું પડશે, અને તે રાજા તરીકે રાજય કરવા માટે ફરીથી સજીવન થશે. પાઉલે કહ્યું કે ઈસુ જ પ્રાચીન પ્રબોધકોના વર્ણનમાં બંધબેસે છે, અને ઘણા એ વાતને સમજ્યા હતા. જયારે પાઉલના શ્રોતાઓમાં વધારો થયો, ત્યારે કેટલાક ઈર્ષાળુ યહૂદીઓએ પાઉલ ઉપર એવું તહોમત મૂકનારા લોકોને ઊભા કર્યા કે તેણે આખી દુનિયાને ઉથલ પાથલ કરી નાખી છે, અને તે એક નવા રાજાની જાહેરાત કરે છે. રોમમાં વસનારા લોકો તેમના સમ્રાટને દુઃખી કરવા માગતા નહોતા, અને તેથી આ એક એવું ગંભીર તહોમત હતું, કે જે પાઉલને મારી નાખી શકે તેમ હતું. તેથી પાઉલને થેસ્સાલોનિકાની બહાર બેરિયા શહેરમાં ઈસુનો શુભસંદેશ પ્રચાર કરવા માટે મોકલી દેવામાં આવ્યો. પાઉલને ત્યાં એવા પુરૂષો અને સ્ત્રીઓ મળ્યા, જેઓ તેની વાત સાંભળવા, અને તે જે વાતો કહે છે, તે હિબ્રુ શાસ્ત્રો સાથે બંધબેસે છે કે નહિ તેની તપાસ કરવા માટે આતુર હતા. બેરિયામાં ઘણા લોકોએ ઈસુને અનુસરવાની શરૂઆત કરી હતી, પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદી પુરૂષો પાઉલને બેરિયામાંથી પણ હાંકી કાઢવા માટે બેરિયા આવી પહોંચ્યા ત્યારે તેનું આ સેવાકાર્ય ટૂંકાવાયું હતું. તેથી પાઉલને આથેન્સમાં જવાની દોરવણી મળે છે, અને ત્યાં તે તેમના "અજાણ્યા દેવ"ની ઓળખ કરાવી શકે, અને ઈસુના પુનરૂત્થાનનું મહત્વ સમજાવી શકે તે માટે મુખ્ય બજારમાં જાય છે.
Scripture
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More