BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
રોમ જવાના માર્ગમાં પાઉલને લઈને જઈ રહેલું વહાણ હિંસક તોફાનમાં ફસાયું. વહાણના દરેક યાત્રીઓ ગભરાઈ જાય છે, પરંતુ પાઉલ તો ઈસુએ તેમની ધરપકડ થઇ તેની આગલી રાત્રે કર્યું હતું, તેમ ભોજનનું આયોજન કરે છે. પાઉલ આશીર્વાદ માગીને રોટલી તોડે છે, અને વચન આપે છે કે તોફાનમાં પણ ઇશ્વર તેમની સાથે છે. બીજે દિવસે વહાણ ખડકો સાથે અથડાઇને તૂટી જાય છે, અને બધા ખલાસીઓ સુરક્ષિત રીતે કિનારે પહોંચે છે. તેઓ સલામત છે, પરંતુ પાઉલ હજુ પણ બેડીઓમાં છે. તેને રોમમાં લઈ જવામાં આવે છે, અને એક ઘરમાં નજરકેદમાં રાખવામાં આવે છે. પરંતુ તે એટલું ખરાબ નથી, કેમ કે યહૂદીઓ અને બિન-યહૂદીઓના મોટા જૂથોને ત્યાં બોલાવવાની અને તેમને ઈસુ રાજા વિશેની ખુશખબર આપવાની પાઉલને પરવાનગી છે. તેથી ઈસુનું ઉથલ-પાથલ કરનારું રાજ્ય આશ્ચર્યજનક રીતે એક કેદીના દુઃખથી રોમમાં વિકસી રહ્યું છે, રોમ તો વિશ્વના સૌથી શક્તિશાળી સામ્રાજ્યનું હૃદય છે. અને રાજ્યો વચ્ચેના આ વિરોધાભાસ સાથે લૂક પોતાનો અહેવાલ જાણે કે તે એક લાંબી વાતનું ફક્ત એક પ્રકરણ હોય તે રીતે પૂરો કરે છે. તેની સાથે-સાથે તે જણાવે છે, કે વાચકોએ સમજવું જોઈએ કે શુભસંદેશ આપવાની યાત્રા પૂરી થઈ નથી. ઈસુ પર વિશ્વાસ કરનારા બધા લોકો અત્યાર સુધી ફેલાઇ રહેલા ઈસુના રાજ્યમાં ભાગ લઈ શકે છે.
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More