BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
પાઉલ જયારે કાઇસરિયા આવે છે, ત્યારે ફેલીક્સ હાકેમ સમક્ષ તેનો મુકદ્દમો ચલાવવામાં આવે છે. પાઉલ તેનો દાવો રજૂ કરતાં સાક્ષી આપે છે, કે તે ઈઝરાયલના દેવમાં આશા રાખે છે, અને તેના તહોમતદારો જેવી જ પુનરુત્થાનની આશા પણ રાખે છે. ફેલીક્સને આ માણસને દોષી ઠરાવવાનું કોઈ કારણ મળતુ નથી, પરંતુ તેનું શું કરવું તે પણ તે જાણતો નથી, તેથી તે તેને કોઈ પણ કારણ વગર બે વર્ષ સુધી બંધનમાં રાખી મુકે છે. પાઉલની અટકાયત દરમ્યાન ફેલીક્સની પત્ની પાઉલ અને ઈસુ વિષે સાંભળવાની વિનંતી કરે છે. ફેલીક્સ પણ સાંભળવા માટે આવે છે, અને ઈસુના રાજયના લાગુકરણો સાંભળીને ગભરાઈ જાય છે. તે ચર્ચા કરવાનું ટાળે છે, પરંતુ તેમ છતાં પાઉલ પાસેથી લાંચ લેવાની આશામાં નિયમિતપણે પાઉલને બોલાવે છે. અંતે ફેલીક્સની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ આવે છે, અને ફરીથી પાઉલને મારી નાખવાની આશા રાખતા યહૂદીઓની સમક્ષ પાઉલના મુકદ્દમાની તપાસ કરવામાં આવે છે. પાઉલ ફરીથી નિર્દોષ હોવાનો દાવો કરે છે, અને તેના પ્રતિભાવમાં ફેસ્તસ પૂછે છે, કે શું તે તેની તપાસ યરૂશાલેમમાં લઈ જવા માંગે છે?પરંતુ પાઉલ સહમત થતો નથી, અને કાઇસર સમક્ષ રોમમાં તેની તપાસ કરવામાં આવે એવી અપીલ કરે છે. ફેસ્તસ તેની વિનંતીને માન્ય રાખે છે. હવે જેમ ઈસુએ કહ્યું હતું તેમ (પ્રે.કૃ 23:11), પાઉલ ઈસુના શુભસંદેશને રોમમાં લાવે છે.
Scripture
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More