BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
પાઉલ અને બાર્નાબાસને અંત્યોખમાંથી હાંકી કાઢવામાં આવે છે, ત્યાર બાદ તેઓ ઈસુના રાજયનો શુભસંદેશ લઈને ઈકોનિયમ શહેરમાં જાય છે. કેટલાક લોકોએ તેમના સંદેશ પર વિશ્વાસ કર્યો, પરંતુ જેઓએ તે સંદેશને નકાર્યો કર્યો હતો, તેઓએ તેમની વિરુધ્ધ મુશ્કેલી ઉભી કરવા માટે ઉશ્કેરણી કરી. આ બાબતો એટલી ઉગ્ર બની જાય છે કે આખુંશહેર આ મુદા પર બે ભાગમાં વહેચાઈ જાય છે. અને જયારે શિષ્યોને તેમના મૃત્યુના જોખમની જાણ થાય છે, ત્યારે તેઓ લુકાનીયા, લુસ્ત્રા, દેર્બે અને આસપાસના વિસ્તારોના શહેરોમાં ચાલ્યા જાય છે.
લુસ્ત્રામાં પાઉલને એક જન્મથી લંગડો માણસ મળે છે, જે ક્યારેય ચાલ્યો નહોતો. જયારે પાઉલ તેને ઈસુના સામર્થ્યથી સાજો કરે છે ત્યારે લોકો તેના વિષે એવી ભૂલ કરે છે કે તે પૃથ્વી પર આવેલો એક ગ્રીક દેવ છે. તેથી તેઓ તેની આરાધના કરવાનો પ્રયત્ન કરે છે. પાઉલ અને બાર્નાબાસ લોકોની એ ભૂલને સુધારવાને માટે દોડી જાય છે, અને તેમને આગ્રહપૂર્વક જણાવે છે કે માત્ર એક જ સાચા ઈશ્વર છે, અને તેઓ તો તે ઈશ્વરના સેવકો છે. પરંતુ લોકો તેની વાતને સમજતા નથી, તેઓ પાઉલ અને બાર્નાબાસના દુશ્મનો સાથે તરત જ સંમત થાય છે કે તેમણે પાઉલને મારી નાખવો જોઇએ. તેઓ પાઉલ જ્યાં સુધી બેભાન થઇ જાય છે ત્યાં સુધી તેને પથ્થરો મારે છે. તેઓ એવું અનુમાન કરીને તેના શરીરને લુસ્ત્રાની બહાર ખેંચીને લઈ જાય છે, કે તે મરી ગયો છે. પાઉલના મિત્રો તેની આસપાસ એકઠા થાય છે, અને આશ્ચર્ય પામે છે, કેમ કે તેઓ તેને ઉભો થઇને શહેરમાં પાછો જતા જુએ છે.બીજા દિવસે પાઉલ અને બાર્નાબાસ શુભસંદેશનો પ્રચાર કરવા માટે દેર્બેની મુલાકાત લે છે, અને ત્યારબાદ દરેક નવી મંડળીઓમાં ખ્રિસ્તીઓને મુશ્કેલીઓમાં પણ દૃઢ રહેવાનું ઉત્તેજન આપવા માટે વધારે આગેવાનોની નિમણૂક કરવા ફરી પાછા લુસ્ત્રા અને તેની આસપાસના શહેરોમાં જાય છે.
Scripture
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More