BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
ઈશ્વરના રાજયનો આ સંદેશ આખા યરૂશાલેમમાં ફેલાય છે, અને શિષ્યોની સંખ્યા વધતી જાય છે.વધારે આગેવાનોની જરૂર હતી, અને પ્રેરિતો ઈસુનો સંદેશ આપવામાં લાગુ રહી શકે તે માટે સ્તેફન નામનો એક પુરુષ ગરીબોની સેવા કરવા માટે આગળ આવ્યો. સ્તેફન ઈશ્વરના રાજયના સામર્થ્યને પ્રગટ કરે છે, અને ઘણા યહૂદી યાજકો વિશ્વાસ કરીને ઇસુને અનુસરવાની શરૂઆત કરે છે. પરંતુ હજી ઘણા લોકો સ્તેફનનો વિરોધ કરે છે, અને તેની સાથે વિવાદ કરે છે. તેઓ સ્તેફનના ડહાપણભર્યા જવાબો સામે ઊભા રહી શકતા નથી, તેથી તેઓ તેના પર મૂસાનું અપમાન કરવાનો અને મંદિરને માટે જોખમરૂપ હોવાનો આરોપ મૂકવા માટે જૂઠા સાક્ષીઓ શોધે છે. તેના જવાબમાં સ્તેફન સામર્થ્યથી ભરેલું ભાષણ આપે છે, જેમાં તે જૂના કરારની વાતને દોહરાવીને કહે છે કે તેની સાથેનો લોકોનો દુર્વ્યવહાર અગાઉથી જણાવવામાં આવેલી પધ્ધતિ અનુસાર છે. તે યૂસફ અને મૂસાની વાત જણાવીને કહે છે કે તેમના પોતાના જ લોકોએ તેમનો નકાર કર્યો હતો, અને તેમને સતાવ્યા હતા. ઈઝરાયલ સદીઓથી ઈશ્વરના પ્રતિનિધિઓનો પ્રતિકાર કરતું આવ્યું છે, અને તેથી હવે તેઓ સ્તેફનનો વિરોધ કરી રહ્યા છે તેમાં કોઇ આશ્ચર્યની વાત નથી. તે સાંભળીને ધાર્મિક નેતાઓ ગુસ્સે થઈ જાય છે. તેઓ તેને ઢસડીને શહેરની બહાર લઈ જાય છે અને તેને પથ્થરે મારવા માટે હાથમાં પથ્થરો લે છે. જ્યારે સ્તેફનને પથ્થરોનો માર મારવામાં આવે છે, ત્યારે તે પોતાને જાતને ઈસુની જેમ જ સમર્પિત કરી દે છે, ઈસુએ પણ બીજાઓના પાપને માટે દુઃખો સહન કર્યા હતા. જ્યારે તે બૂમ પાડીને કહે છે કે, " પ્રભુ આ પાપ તેઓના લેખે ગણશો નહી", ત્યારે તે ઘણા શહીદોમાંનો પ્રથમ શહીદ બને છે.
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More