BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
પ્રેરિતોના કૃત્યોમાં આ સમયે એવા નવા અહેવાલો આવે છે કે વેપારના શહેર તરીકે જાણીતા અંત્યોખ નગરમાં બિન-યહૂદી લોકો ઈસુને અનુસરવાની શરૂઆત કરી રહ્યા છે. તેથી યરૂશાલેમમાંના શિષ્યો બાર્નાબાસ નામના એક માણસને આ બાબતોની તપાસ કરવા માટે મોકલે છે. જયારે તે અંત્યોખમાં આવે છે ત્યારે તેને જાણવા મળે છે કે વિશ્વના ઘણા પ્રદેશોમાંથી ઘણા લોકોએ ઈસુના માર્ગ વિષે જાણ્યું છે. ત્યાં ઘણા નવા અનુયાયીઓ હતા અને કામ પણ ઘણું હતું, તેથી બાર્નાબાસ એક વર્ષ માટે તેની સાથે અંત્યોખમાં આવીને શિક્ષણ આપવા માટે શાઉલની નિમણૂંક કરે છે. અંત્યોખ એવી જગ્યા છે, જયાં ઈસુના અનુયાયીઓને પ્રથમ વાર ખ્રિસ્તીઓ કહેવાયા હતા, તેનો અર્થ છે "ખ્રિસ્તના લોકો". અંત્યોખની મંડળી તો ઈસુનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સમુદાય છે. મંડળી હવે મુખ્યત્વે યરૂશાલેમના મસીહવાદી યહૂદિઓથી બનેલી નહોતી; હવે તો તે વિવિધ સંસ્કૃતિ ધરાવતી એક ચળવળ બની છે, જે ઝડપથી આખા વિશ્વમાં ફેલાઈ રહી છે. તેમની ચામડીનો રંગ, ભાષા અને સંસ્કૃતિ અલગ-અલગ છે, પરંતુ તેમનો વિશ્વાસ એકસમાન છે, જે બધા દેશોના રાજા, વધસ્તંભે જડાયેલા અને પુનરૂત્થાન પામેલા ઈસુના શુભ સંદેશ પર કેન્દ્રિત છે. પરંતુ મંડળીનો સંદેશ અને તેમની નવા જીવનની રીત સામાન્ય રોમન નાગરીકને માટે ગુંચવણ પેદા કરનારી, અને જોખમરૂપ પણ છે. અને રોમન સામ્રાજ્યની કઠપૂતળી સમાન હેરોદ રાજા ખ્રિસ્તીઓ સાથે દુર્વ્યવહાર કરવાનુ અને તેમનો વધ કરવાનું શરૂ કરે છે. રાજા જુએ છે કે ખ્રિસ્તીઓની સતાવણી કેટલાક યહૂદી આગેવાનોને ગમે છે, તેથી તે વધારે સતાવણી કરવાનું ચાલુ રાખે છે, અને અંતે પિતરની ધરપકડ થાય છે. પિતરનો જીવ જોખમમાં છે, પરંતુ તેના મિત્રો તેના છુટકારાને માટે આગ્રહથી પ્રાર્થના કરે છે. હેરોદે જે દિવસે પિતરને હિંસક ટોળાને સોંપવાનું આયોજન કર્યું હતું તેની આગલી રાત્રે એક દૂત તેની કોટડીમાં આવે છે, તેની સાંકળોને તોડી નાખે છે, અને તેને જેલની બહાર લઈ જાય છે.
Scripture
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More