YouVersion Logo
Search Icon

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

DAY 24 OF 40

આપણે આગળ વાંચન ચાલુ રાખીએ છીએ ત્યારે આપણે ઈસુની ચળવળને ઝડપથી વૃદ્ધિ પામતાં જોઇએ છીએ, કેમ કે બીજા દેશોના યહૂદી લોકો ઈસુનું અનુસરણ કરવાની શરૂઆત કરે છે. તેઓ જયારે પવિત્ર આત્માનુ સામર્થ્ય મેળવે છે, ત્યારે તેમનુ જીવન બદલાઈ જાય છે, અને તે સમુદાય આનંદ અને ઉદારતાથી ભરપૂર થઇને નવી અને પરિવર્તનકારી રીતે જીવન જીવવાની શરૂઆત કરે છે. તેઓ દરરોજ સાથે ભોજન કરે છે, નિયમિતપણે એકબીજાને માટે પ્રાર્થના કરે છે, અને તેઓમાં જેઓ ગરીબ છે, તેમની જરૂરિયાતો પૂરી પાડવા માટે તેમની સંપતિ પણ વેચી દે છે. તેઓ શીખે છે કે નવા કરાર હેઠળ જીવવાનો અર્થ શો છે, જેમાં ઈશ્વરની હાજરી મંદિરને બદલે લોકોમાં નિવાસ કરે છે. કદાચ તમે લેવિયના પુસ્તકમાં જણાવેલ એક વિચિત્ર વાત વિષે જાણતા હશો, જેમાં બે યાજકોએ મંદિરમાં ઈશ્વરનું અપમાન કર્યું હતું, અને અચાનક મરણ પામ્યા હતા. આજના વાંચનમાં લૂક એવા બે લોકોની વાત કહે છે, જેમણે પવિત્ર આત્માના નવા મંદિરનુ અપમાન કર્યું અને મરણ પામ્યા. શિષ્યોને ચેતવણી આપવામાં આવી હતી. તેઓ નવા કરારની આ ગંભીરતાને સમજે છે અને ચેતવણી પામે છે, અને નવા મંદિરમાં જે ભ્રષ્ટાચાર હતો તેને સુધારવામાં આવે છે પરંતુ જૂના મંદિરના મકાનમાં હજુ પણ ભ્રષ્ટાચાર ચાલુ જ છે, કેમ કે મંદિરના ધાર્મિક આગેવાનો ઈસુના અનુયાયીઓ અને ઈસુના સંદેશની વિરુધ્ધ લડવાનુ ચાલુ રાખે છે.મુખ્ય યાજક અને તેના અધિકારીઓ પ્રેરિતોથી એટલા બધા ડરી ગયા છે, તેથી તેઓ ફરીથી તેઓને જેલમાં નાખે છે, પરંતુ એક દૂત આવીને તેમને જેલની બહાર કાઢે છે, અને તેમને કહે છે કે મંદિરમાં જઈને ઈસુના રાજયનો સંદેશ આપવાનું કામ ચાલુ રાખો. ધાર્મિક આગેવાનો પ્રેરિતોને ઈસુ વિષે પ્રચાર કરવાનું બંધ કરવાનું દબાણ કરે છે, પરંતુ પ્રેરિતો તેમ કરવાનુ ચાલુ રાખે છે. તેથી ધાર્મિક આગેવાનો પ્રેરિતોને મારી નાખવા માટે તૈયાર થાય છે, પરંતુ ગમાલ્યેલ નામનો એક માણસ તેમની સાથે એવી દલીલ કરીને તેમને રોકે છે, કે જો તેમનો સંદેશ ઈશ્વર પાસેથી છે, તો કોઈ પણ વ્યક્તિ તેમને રોકી શકશે નહિ.

Day 23Day 25

About this Plan

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.

More