YouVersion Logo
Search Icon

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

DAY 22 OF 40

ઈસુ સ્વર્ગમાં બિરાજમાન થયા પછી લૂક આપણને કહે છે, કે શિષ્યો પચાસમાના દિવસે એકઠા થયા હતા.આ તો ઈઝરાયલનો એક જૂનો પ્રાચીન અને વાર્ષિક તહેવાર છે, જેમાં હજારો યહૂદી યાત્રાળુઓ ઉજવણી કરવા માટે મુસાફરી કરીને યરૂશાલેમમાં જતા હતા. તે સમયે ઈસુના શિષ્યો પ્રાર્થના કરી રહ્યા હતા, અને અચાનક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો અને તેઓએ અગ્નિથી છૂટી પડતી જીભો દરેકના ઉપર આવતી જોઇ.આ વિચિત્ર બાબત શેની વાત કરે છે? અહીં લૂક જૂના કરારમાં પુનરાવર્તિત થતા વિષય જેવી જ વાત જણાવે છે, તેમાં પણ ઈશ્વરની હાજરી અગ્નિના સ્વરૂપમાં દેખાય છે. ઉદાહરણ તરીકે, જયારે ઈશ્વરે સિનાઈ પર્વત ઉપર ઈઝરાયલ સાથે કરાર કર્યો ત્યારે પર્વતની ટોચ ઉપર તેમની હાજરી અગ્નિની જવાળામાં દેખાઈ હતી (નિર્ગમન 19: 17-18).અને ફરીથી ઈશ્વર ઇઝરાયલીઓની મધ્યે રહેવા માટે મુલાકાતમંડપને અગ્નિસ્તંભથી ભરી દે છે (ગણના 9:15). તેથી જ્યારે અગ્નિ ઈશ્વરના લોકોની મુલાકાત લે છે એવું વર્ણન કરે છે ત્યારે આપણે આ પધ્ધતિને ઓળખવી જોઇએ. પરંતુ આ સમયે કોઈ પર્વત અથવા મકાનની ટોચ પર એક સ્તંભની જેમ દેખાવાના બદલે અગ્નિ ઘણા બધા લોકો ઉપર અલગ-અલગ જવાળા સ્વરૂપે ઉતરે છે. અહીં એક નોંધપાત્ર વાત કરવામાં આવી છે. શિષ્યો હવે એવા નવા હરતા-ફરતા મંદિરો બની રહ્યા છે, જેમાં ઈશ્વર નિવાસ કરી શકે છે અને તેમની સુવાર્તા વહેંચી શકે છે.ઈશ્વરની હાજરી હવે માત્ર એક જ સ્થાન પૂરતી મર્યાદિત નથી. હવે તે ઈસુ પર આધાર રાખનારા દરેક માણસોમાં નિવાસ કરી શકે છે. લુક આપણને કહે છે કે ઈસુના શિષ્યોએ ઈશ્વરનો અગ્નિ પ્રાપ્ત કર્યો કે તરત જ જે ભાષાઓને તેઓ પહેલાં કદી જાણતા નહોતા તે ભાષાઓમાં ઈસુના રાજયની સુવાર્તા બોલવા લાગ્યા. યહૂદી યાત્રાળુઓ ગૂંચવણમાં પડી ગયા કે તેઓ તેમને સંપૂર્ણ રીતે સમજી શકે છે. ઇશ્વરે હજુ પણ બધા દેશોને આશીર્વાદ આપવા માટે ઇઝરાયલ સાથે ભાગીદારી કરવાની તેમની યોજનાને છોડી દીધી નહોતી. અને પચાસમાના યોગ્ય દિવસે, જયારે ઈઝરાયલના બધા જ કુળના પ્રતિનિધિઓ યરૂશાલેમમાં પાછા આવે છે, ત્યારે તે વધસ્તંભે જડાયેલા અને પુનરૂત્થાન પામેલા ઈઝરાયેલના રાજા ઈસુની સુવાર્તા પ્રગટ કરવા માટે પોતાનો આત્મા મોકલે છે. સેંકડો લોકોએ આ સંદેશ તેમની પોતાની માતૃભાષામાં સાંભળ્યો અને તે જ દિવસથી ઈસુને અનુસરવાની શરૂઆત કરી.

Day 21Day 23

About this Plan

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.

More