BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
લુકે ઈસુના જીવન, મૃત્યુ, પુનરુત્થાન અને સ્વર્ગારોહણ વિષેની શરૂઆતની વાતોને લખી છે,જેને આપણે લુકની સુવાર્તા તરીકે ઓળખીએ છીએ. પણ શું તમે જાણો છો કે લુકનો બીજો ભાગ પણ છે? આપણે તેને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકથી ઓળખીએ છીએ. તેમાં પુનરૂત્થાન પામેલા ઈસુએ તેમના લોકોમાં તેમના પવિત્ર આત્મા દ્વારા જે કરવાનું અને શીખવવાનુ ચાલુ રાખ્યું તેના વિષેની બધી જ વાતો છે.
લુક પ્રેરિતોના કૃત્યોની શરૂઆત શિષ્યો અને પુનરૂત્થાન પામેલા ઈસુ વચ્ચેની મુલાકાતથી કરે છે. અઠવાડિયાઓ સુધી ઈસુ તેઓને તેમના મરણ અને પુનરુત્થાન દ્વારા શરુ કરેલા પોતાના ઉથલપાથલ કરનારા રાજય અને નવી ઉત્પતિ વિષે શીખવતા રહે છે.શિષ્યો જઇને ઈસુના શિક્ષણને ફેલાવવા માગે છે, પરંતુ ઈસુએ તેમને કહ્યું કે જયાં સુધી તેઓ નવું સામર્થ્ય મેળવે ત્યાં સુધી તેઓ રાહ જુએ, જેથી ઈસુના રાજ્યના વિશ્વાસુ સાક્ષી બનવા માટે જે કંઈ પણ જરૂરી હોય તે બધું તેમની પાસે હોય. તે કહે છે કે તેમનું સેવાકાર્ય યરૂશાલેમથી શરૂ થશે, અને પછી યહૂદિયા અને સમરૂન અને ત્યાંથી બધા દેશોમાં આગળ વધશે.
પ્રેરિતોના કૃત્યોના પુસ્તકનો મુખ્ય વિષય અને રચના આ પ્રથમ પ્રકરણથી જ શરૂ થાય છે.આ વાત તો બધા જ દેશોને તેમના રાજ્યના પ્રેમ અને સ્વતંત્રતામાં જીવવા આમંત્રણ આપવા માટે ઈસુએ તેમના આત્મા દ્વારા તેમના લોકોને જે દોરવણી આપી છે તેની વાત છે. પ્રથમ સાત અધ્યાયો બતાવે છે કે કેવી રીતે યરૂશાલેમમાં આ આમંત્રણનો ફેલાવો શરૂ થાય છે. ત્યાર પછીના ચાર અધ્યાયોબતાવે છે કે કેવી રીતે યહૂદિયા અને સમરૂનના બિન-યહૂદી પડોશી વિસ્તારોમાં આ સંદેશ ફેલાય છે. અને 13મા અધ્યાયથી આગળ લૂક આપણને જણાવે છે કે કેવી રીતે ઈસુના રાજયની સુવાર્તા દુનિયાના બધા જ દેશો સુધી પહોંચવાની શરૂઆત થાય છે.
Scripture
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More