BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
ઈસુ અને તેમના બધા જ શિષ્યો એકસાથે બેસીને ભોજન કરે છે તેની સાથે લૂકની સુવાર્તાનો અંત થાય છે. બધા તેમનું સજીવન થયેલું શરીર જોઈને આશ્ચર્ય પામે છે. તેઓ જુએ છે કે તે હજુ પણ માનવ તો છે જ, પરંતુ માનવ કરતાં વધારે પણ છે. તે મરણમાંથી પસાર થયાં, અને મરણની પાર નીકળીને ચાલતાં હતા, વાત કરતાં હતા અને નવી સૃષ્ટિનો ભાગ હતા. પછી ઈસુ તેમને એક અદ્દભુત સમાચાર જણાવે છે. તેઓ બહાર જઇને બીજા લોકોને તેમના રાજ્યની સુવાર્તા આપી શકે તે માટે જે સામર્થ્યે તેમને ટકાવી રાખ્યા એ જ દૈવી સામર્થ્ય તેમને પણ આપશે. ત્યારબાદ લૂક આપણને જણાવે છે કે જેને યહૂદીઓ ઈશ્વરનું રાજ્યાસન માનતા હતા, તે સ્વર્ગમાં ઈસુને લઈ લેવામાં આવ્યા. ઈસુના અનુયાયીઓ ઈસુની આરાધના કરવાનું બંધ કરી શકતાં નથી. તેઓ પાછાં યરુશાલેમ જાય છે, અને ઈસુએ જેનું વચન આપ્યું હતું તે દૈવી સામર્થ્યની આનંદથી વાટ જુએ છે. ત્યારબાદ લૂક તેની આ વાતને તેના બીજા પુસ્તકમાં એટલે કેપ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં ચાલુ રાખે છે. ત્યાં કેવી રીતે ઈસુના અનુયાયીઓને દૈવી સામર્થ્ય પ્રાપ્ત થયું અને કેવી રીતે તેમણે બીજા લોકોને આ સારા સમાચાર જણાવ્યાં તેની વાત જણાવે છે.
Scripture
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More