BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
ઈસુના ઉથલ પાથલ કરનાર રાજ્યનું ઘોષણાપત્ર વાંચ્યાં પછી આપણે કદાચ એવો પ્રશ્ન પૂછવાની શરૂઆત કરીએ કે "બીજો ગાલ ધરો" એ વાત કેવી રીતે સામર્થી હોઇ શકે? ઈસુની કૃપા નિર્બળ નથી. આપણે આગળ વાંચવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે આપણે જોઇએ છીએ કે ઈસુ રાજા પાસે તો મૂએલાંને પણ જીવતાં કરવાનું સામર્થ્ય છે.
જેઓ ઈસુને આ બધા આશ્ચર્યકારક ચમત્કારો કરતાં જુએ છે અને સાંભળે છે, એવા ઘણાં લોકો જાણે છે કે તે ઈશ્વરના સામર્થ્યથી એ કાર્યો કરે છે. પણ જ્યારે યોહાન બાપ્તિસ્ત જેલમાં હોય છે, ત્યારે જે કંઇ થઇ રહ્યું છે, તેને તે જોઈ કે સાંભળી શકતાં નથી. તે એવો વિચાર કરવા લાગે છે, કે ઈસુ ખરેખર તારનાર છે કે નહિ? ઈસુ ફરીથી યશાયા પ્રબોધકની વાતને ટાંકીને યોહાનને પ્રત્યુત્તર મોકલે છે કે: "ગરીબો માટે સારા સમાચાર છે." યોહાન જાણે છે કે આ શબ્દ આવનાર મસીહને દર્શાવે છે. પરંતુ તે એ પણ જાણે છે કે યશાયાના પુસ્તકનાં શરૂઆતના વાક્યો એવી ભવિષ્યવાણી કરે છે કે મસીહ "બંદીવાનોની મુક્તિની" ઘોષણા કરશે. તો પછી યોહાન શા માટે હજુ પણ બંદીવાન છે? શું ઈસુ તેમને ભૂલી ગયા હતાં? ઈસુ યોહાનની દુર્દશા જુએ છે અને વચન આપે છે કે, "જે મારા સંબંધી ઠોકર ખાતો નથી તેને ધન્ય છે."
પણ ઘણા લોકો આ ધન્યતાનો નકાર કરે છે, અને ઈસુ સંબંધી ઠોકર ખાય છે, ખાસ કરીને ધાર્મિક આગેવાનો. તેમણે જેમને બહિષ્કૃત કર્યાં છે, એવા લોકો પ્રત્યેની ઈસુની ઉદારતાને તેઓ સમજી શકતાં નથી. પણ ઈસુ જાણે છે કે જ્યારે આવા લોકોને પોતાની સમક્ષ લાવવામાં આવે ત્યારે તેમણે તેમના માટે શું કરવાનું છે. ઉદાહરણ તરીકે લૂક નોંધે છે, કે જ્યારે મિજબાની વખતે એક સ્ત્રી પોતાની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ સાથે ઈસુના પગ ધોવા પોતાની જાતને નમ્ર કરે છે, ત્યારે ઈસુ તેને માફ કરીને તેનું જીવન શુદ્ધ કરે છે. અને જ્યારે આપણે પણ તેમની પાસે જઈએ છીએ, ત્યારે ઈસુ આપણા માટે પણ એમ જ કરવા માટે તૈયાર છે.
આ તો ઉથલ-પાથલ કરનારું રાજ્ય છે, એટલે કે એક મોટો વિપરીત ફેરફાર. આપણે કદાચ એવો વિચાર કરીએ કે આપણે જ્યારે ભૂલો કરીએ, ત્યારે ઈસુ રાજાની હાજરીમાં પ્રવેશ કરી શકતા નથી, પણ ઈસુ બીજા રાજાઓ જેવા નથી. ઈસુ તો તેમની હાજરીમાં પ્રવેશ કરી શકાય એવા કૃપાળુ છે –– મરણ કે બંદીખાનાની દિવાલો પણ તેમના શિષ્યોને તેમના પ્રેમથી દૂર કરી શકતાં નથી.
Scripture
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More