YouVersion Logo
Search Icon

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

DAY 9 OF 40

આજના શાસ્ત્રભાગો ઈસુના કાર્ય અંગે આશ્ચર્યજનક પ્રકટીકરણને પ્રગટ કરે છે. ઈસુ કહે છે કે તે ખરેખર એક મસીહ (ખ્રિસ્ત) છે, પણ પછી તે આગળ વધીને એમ કહે છે કે તે ઈઝરાયલ પર એવી રીતે રાજ નહિ કરે, જેમ અગાઉના રાજાઓએ કર્યું હતું. તે યશાયા 53માં જણાવેલ દુ:ખ સહન કરનાર સેવક બનીને રાજ કરશે. તે પોતાના રાજ્યાસન પર આરૂઢ થવા માટે મરણ પામશે. ત્યારબાદ લૂક ઉથલ પાથલ કરનાર આ વિચારને આગળની વાતમાં વિગતવાર જણાવે છે.

આ વાતમાં ઈસુ પોતાના કેટલાક શિષ્યોને લઇને પર્વત પર જાય છે, જ્યાં ઈશ્વરની મહિમામય હાજરી એક તેજસ્વી વાદળ સ્વરૂપે પ્રગટ થાય છે, અને અચાનક ઈસુનું રૂપાંતર થાય છે. બીજા બે વ્યક્તિઓ એટલે કે મૂસા અને એલિયા પણ ત્યાં પ્રગટ થાય છે. તેમણે પણ પર્વત પર ઈશ્વરની મહિમામય હાજરીનો અનુભવ કર્યો હતો. ઈશ્વર વાદળમાંથી બોલે છે કે, "આ મારો દીકરો છે. તેનું સાંભળો." આ ખરેખર એક અદ્દભુત દ્રશ્ય છે! ત્યારબાદ લૂક આપણને કહે છે કે ઈસુ, એલિયા અને મૂસા, ઈસુના મરણ અથવા "નિર્ગમન" વિશે વાત કરે છે. લૂક ગ્રીક શબ્દ "નિર્ગમન"નો પ્રયોગ કરે છે (ગ્રીક લોકો આ શબ્દનો પ્રયોગ મરણ માટે કરતા હતા) અને એમ કરીને ઈસુ યરુશાલેમમાં જે કાર્ય કરવાના હતા તે કાર્યને ઇઝરાયલીઓએ મિસરમાંથી કરેલા નિર્ગમન સાથે જોડે છે. અહીં લૂક આપણને બતાવે છે કે ઈસુ અંતિમ પ્રબોધક છે. તે નવા મૂસા છે, જે તેમના નિર્ગમન (મરણ) દ્વારા ઈઝરાયલને દરેક પ્રકારના પાપ અને દુષ્ટતાના જુલમથી મુક્ત કરશે.

અને એ આશ્ચર્યજનક પ્રકટીકરણની સાથે ઈસુના ગાલીલમાંના સેવાકાર્યનો અંત થાય છે. અને લૂક ઈસુની પાટનગર તરફ જવાની લાંબી મુસાફરીની વાતથી શરૂઆત કરે છે, જ્યાં તે ઈઝરાયલના સાચા રાજા તરીકે રાજ્યાસન પ્રાપ્ત કરવા માટે મરણ પામશે.

Day 8Day 10

About this Plan

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.

More