BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
ઈસુ યરુશાલેમ જવા માટે નીકળે છે, ત્યારે તે માર્ગમાં જ્યાં રોકાવાનું આયોજન કરે છે, તે દરેક શહેરમાં તેમના શિષ્યોને મોકલે છે, જેથી તેઓ દરેક શહેરને તૈયાર કરી શકે. તેઓ સામાન કે નાણાંની થેલી લીધા વિના મુસાફરી કરે છે, અને તેઓ સાજાપણાના સામર્થ્યથી તથા ઈશ્વરના રાજ્યના સંદેશથી સુસજ્જ થઇને જાય છે. એ વાત આપણને બતાવે છે કે ઈસુના અનુયાયીઓ આ જગતમાં ઈશ્વરના કાર્યમાં સક્રિય રીતે સહભાગી છે. ઈસુ ઈશ્વરના રાજ્યની સુવાર્તા આપે છે અને જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેઓ તેને પ્રાપ્ત કરે છે એટલું જ નહિ, પરંતુ બીજાઓને પણ વહેંચે છે. આ તો ઈશ્વરના રાજ્યની રીત છે. એ તો આ જગતમાંથી અધિકાર અને સંપત્તિ એકઠી કરવા વિશે નહિ, પણ આ જગતનું ભલું કરવા માટે સ્વર્ગની જોગવાઈ પ્રાપ્ત કરવા સાથે સંબંધિત છે. તેથી આ વિભાગમાં લૂક ઈશ્વરની જોગવાઈઓ પર વિશ્વાસ કરવા વિશેના ઈસુના ઘણાં શિક્ષણોની નોંધ કરે છે. ઈસુ પ્રાર્થના, સંસાધનોનો પ્રબંધ અને અનહદ ઉદારતા વિશેનું શિક્ષણ આપે છે. તેમના શિક્ષણના પ્રતિભાવમાં ગરીબો અને પીડિતો ઉજવણી કરે છે. પણ ઈસુને તેમની લાલચું જીવનશૈલીને સુધારતા સાંભળીને ધાર્મિક આગેવાનો ગુસ્સે થાય છે, અને ઈસુ વિરુદ્ધ કાવતરું રચવાની શરૂઆત કરે છે.
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More