YouVersion Logo
Search Icon

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

DAY 12 OF 40

પીડિતો માટે ઈસુનું રાજ્ય એક સારા સમાચાર છે, અને તે એવી દરેક વ્યક્તિ માટે ખુલ્લું છે, જે એમ સમજે છે કે તેમને ઈશ્વરની જરૂર છે. આ વાતને સમજાવવા માટે લૂક આપણને જણાવે છે, કે ઈસુ બિમાર અને ગરીબો સાથે રાત્રિ ભોજનોમાં હાજરી આપે છે, અને તેઓ માફી, સાજાપણું અને ઉદારતા પ્રાપ્ત કરે છે. તેનાથી વિપરીત, ઈસુ તો તેમના સંદેશનો અસ્વીકાર કરનારા અને તેમની પદ્ધતિઓ વિશે દલીલો કરનારા ધાર્મિક આગેવાનો સાથે પણ રાત્રિ ભોજનોમાં હાજરી આપે છે. તેઓ સમજી શકતાં નથી કે ઈશ્વરનું રાજ્ય ખરેખર શું છે, તેથી ઈસુ તેમને એક દ્રષ્ટાંત કહે છે. તે આ પ્રમાણે છે.
એક પિતાને બે દીકરા હતા. મોટો દીકરો વિશ્વાસુ છે અને તેના પિતાને માન આપે છે. પણ નાનો દીકરો ખરાબ છે. તે તેની વારસાગત સંપત્તિ વહેલી ઝૂંટવી લે છે, ક્યાંક દૂર નાસી જાય છે, અને બધી સંપત્તિ મોજમજા કરવામાં અને મૂર્ખતા કરવામાં વેડફી નાખે છે. ત્યારબાદ દુકાળ પડે છે, અને તે પુત્ર પાસે પૈસા ખૂટી જાય છે, તેથી તે એક વ્યક્તિના ભૂંડોને સાચવવાની નોકરી કરે છે. એક દિવસ તેને એટલી બધી ભૂખ લાગે છે કે તે ભૂંડોનો ખોરાક ખાવા માટે તૈયાર થઈ જાય છે, અને તેને એવો વિચાર આવે છે કે એમ કરવા કરતાં તો તેના પિતા માટે કામ કરવું વધારે સારું છે. તેથી તે ઘરે પાછો જવા નીકળે છે, અને માફી માંગવાનો મહાવરો કરતો જાય છે. પુત્ર હજી તો દૂર હોય છે, ત્યાં જ તેના પિતાની નજર તેના પર પડે છે, અને તે ખુશ થઈ જાય છે. તેમનો પુત્ર જીવતો છે! તે દુકાળના પ્રકોપમાંથી બચી ગયો છે! પિતા તેની તરફ દોડી જાય છે, અને તેને વહાલથી ભેટી પડે છે. પુત્ર બોલવાનું શરુ કરે છે કે, "હું તમારો પુત્ર બનવાને લાયક નથી. મને તમારા ચાકરોમાંના એકના જેવો ગણો....” પણ હજી તો તે બોલવાનું પૂરું કરે તે પહેલાં તો તેના પિતા પોતાના નોકરોને બોલાવે છે, અને તેમને પોતાના પુત્ર માટે સારાં કપડાં, નવા જોડાં અને સરસ વીંટી લાવવાનું કહે છે. તે એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરવાની તૈયારી કરે છે, કેમ કે આ સમય તો તેમનો પુત્ર ઘરે પાછો ફર્યો છે, તેના આનંદમાં મિજબાની કરવાનો સમય છે. સમારંભ શરૂ થાય છે ત્યારે તેમનો મોટો પુત્ર આખો દિવસ કામ કરવાને લીધે થાકેલો ઘરે પાછો ફરે છે, અને જુએ છે કે આ બધું સંગીત અને વ્યંજનો તો તેના ભાઈ માટે છે. તે ગુસ્સે થાય છે, અને સમારંભમાં આવવાની ના પાડે છે. પિતા તેમના મોટા પુત્રને મળે છે, અને કહે છે કે, "દીકરા, તું તો પહેલેથી જ આપણા પરિવારનો હિસ્સો છે. મારી પાસે જે કંઈ છે તે બધું તારું જ છે. પણ આપણે તારા ભાઈ માટે આનંદ કરવાનો છે. તે ખોવાઇ ગયો હતો, પણ હવે તે પાછો મળ્યો છે. તે મૃત્યુ પામ્યો હતો, પણ હવે તે જીવિત છે.”
આ દ્રષ્ટાંતમાં ઈસુ ધાર્મિક આગેવાનોને મોટા પુત્ર સાથે સરખાવે છે. ઈસુ જુએ છે કે તે બહિષ્કૃત વ્યક્તિઓનો સ્વીકાર કરે છે તેને લીધે ધાર્મિક આગેવાનો કેટલા રોષે ભરાયા છે. પરંતુ ઈસુ ઈચ્છતાં હતાં કે ધાર્મિક આગેવાનો પણ બહિષ્કૃત વ્યક્તિઓને તેમની જ દૃષ્ટિથી જુએ. સમાજમાંથી બહિષ્કૃત કરાયેલ વ્યક્તિઓ પોતાના પિતા પાસે પાછા ફરી રહ્યાં છે. તેઓ જીવિત છે! ઈશ્વરની કૃપા દરેક પર થઇ શકે છે. ઈશ્વરની પાસે જે કંઈ છે, તે તેમના બાળકોનું જ છે. ઈશ્વરના રાજ્યનો આનંદ માણવાની એકમાત્ર શરત તો ઈશ્વરનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરવાની છે.

Day 11Day 13

About this Plan

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.

More