YouVersion Logo
Search Icon

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

DAY 16 OF 40

ઈસુ યરુશાલેમમાં પાસ્ખાપર્વની પાળવાની રાહ જુએ છે તે દરમિયાન તે મંદિરમાં દરરોજ ઈશ્વરના રાજ્યના સ્વરૂપ વિશે, અને હવે પછી થનારી ઘટનાઓ વિશે શીખવે છે. એક સમયે ઈસુ નજર ઊંચી કરીને ઘણાં ધનવાન લોકોને મંદિરની દાનપેટીમાં મોટી મોટી ભેટસોગાદો દાનમાં આપતાં જુએ છે, પણ એક ગરીબ વિધવા માત્ર બે સિક્કા દાનમાં આપે છે. ઈસુ જાણે છે કે ધનવાનોએ તો જેની તેમને જરૂર નથી તેનું દાન કર્યું છે, પણ તે વિધવાએ તો તેની પાસે જે કંઈ હતું તે બધું આપી દીધું છે. તેથી ઈસુ તેમને સાંભળનારા દરેક લોકોને કહે છે કે, "આ વિધવાએ બીજા બધા કરતાં વધારે આપ્યું છે. "
એ વાત પર ધ્યાન આપો કે ઈસુ ધનવાનોના મોટા દાનને કારણે તેમનું વધારે મૂલ્ય આંકનાર બીજા રાજાઓ જેવા નથી. ઈશ્વરના રાજ્યને માટે કંઇ આપવા માટે લોકો પાસે વધારે ધન હોવું જરૂરી નથી. ઈસુ શીખવે છે કે આ જગતના ધનનો અંત આવશે અને ઈશ્વરનું રાજ્ય પાસે આવી રહ્યું છે. તેથી તે પોતાના અનુયાયીઓને કહે છે કે તેઓ નકામી બાબતો અને ચિંતાથી મુક્ત રહે અને તેના બદલે તેમના પર વિશ્વાસ અને આધાર રાખે (21:13-19, 34-36).

Day 15Day 17

About this Plan

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.

More