BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
રોમન સૂબા પોંતિયસ પિલાતની મંજૂરી વગર મંદિરના આગેવાનો ઈસુને વધસ્તંભ પર જડી શકતાં નથી. તેથી તેઓ ઈસુ પર આરોપ મૂકે છે કે તે બળવાખોર રાજા છે, અને રોમન સામ્રાજ્ય વિરૂદ્ધ બળવો કરવા માટે લોકોને પ્રોત્સાહન આપી રહ્યાં છે. પિલાત ઈસુને પૂછે છે કે,"શું તું યહૂદીઓનો રાજા છે?" અને ઈસુ જવાબ આપે છે કે, "તમે એમ કહો છો." પિલાત જોઈ શકે છે કે ઈસુ એક નિર્દોષ વ્યક્તિ છે, અને મૃત્યુદંડને લાયક નથી, પરંતુ ધર્મગુરૂઓએ તેને આગ્રહ કરવાનું ચાલુ રાખ્યું કે તે એક ખતરનાક વ્યક્તિ છે. તેથી ઈસુને હેરોદ રાજા પાસે મોકલવામાં આવે છે, અને ત્યાંથી ઘાયલ અને લોહી નિતરતી હાલતમાં પાછા લાવવામાં આવે છે. અને તેઓ એક એવી આશ્ચર્યજનક યોજના કરે છે કે પિલાત ઈસુના બદલે રોમ વિરુદ્ધ બળવો કરનાર એક વાસ્તવિક બળવાખોર વ્યક્તિ બારાબ્બાસને મુક્ત કરે. ગુનેગારની જગ્યાએ નિર્દોષને પકડીને સોંપવામાં આવે છે.
ઈસુને બે અન્ય આરોપી ગુનેગારોની સાથે લઈ જવામાં આવે છે, અને રોમન વધસ્તંભ પર ખીલા મારીને જડી દેવામાં આવે છે. ઈસુનો તમાશો બનાવી દેવામાં આવે છે. સિપાઇઓ ઈસુના વસ્ત્રોની હરાજી કરે છે અને લોકો તેમની મશ્કરી કરતાં કહે છે કે, "જો તું મસીહ રાજા હોય, તો તારી જાતને બચાવી લે." પરંતુ ઈસુ તો પોતાના શત્રુઓ પર અંત સુધી પ્રેમ રાખે છે. ઈસુ તો તેમને વધસ્તંભે જડનારાઓ માટે માફીની માંગણી કરે છે, અને તેમની બાજુમાં જ મરણ પામી રહેલાં એક અપરાધીને એવી આશા આપે છે કે, "આજે તું મારી સાથે પારાદૈસમાં હોઈશ."
અચાનક આકાશમાં અંધારું છવાઈ જાય છે, મંદિરના પડદાના ફાટીને બે ભાગ થઈ જાય છે, અને ઈસુ અંતિમ શ્વાસ લેતાં ઈશ્વરને જોરથી પોકાર કરે છે કે, "હું મારો આત્મા તમારા હાથોમાં સમર્પિત કરું છું." એક રોમન સૂબો આ ઘટનાને નજરે જોઈને કહે છે, કે "ખરેખર આ માણસ નિર્દોષ હતો."
Scripture
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More