YouVersion Logo
Search Icon

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

DAY 17 OF 40

આજનું વાંચન શરૂ કરતા પહેલાં આવો, આપણે નવમા અધ્યાયની સમીક્ષા કરીએ, જેમાં લૂક ઈસુની આશ્ચર્યજનક યોજના જણાવે છે, જેમાં તે યશાયા 53માં જણાવેલ દુ:ખ સહન કરનાર ચાકર બનીને ઈઝરાયલ પર પોતાના રાજ્યનો દાવો કરે છે. લૂક આપણને જણાવે છે કે કેવી રીતે એલિયા અને મૂસા ઈસુને તેમના પ્રયાણ અથવા "નિર્ગમન" વિશે વાત કરે છે. હવે ઈસુ નવા મૂસા છે, જે તેમના નિર્ગમન (મૃત્યુ) દ્વારા, ઈઝરાયલને તમામ પ્રકારના પાપ અને દુષ્કૃત્યોના પંજામાંથી મુક્ત કરાવશે. આ આશ્ચર્યજનક ઘટસ્ફોટ પછી, લૂક પાસ્ખાપર્વ માટે ઈસુએ કરેલી લાંબી મુસાફરીની વાત શરૂ કરે છે. ત્યાં તે ઈઝરાયલના સાચા રાજા તરીકે રાજ્યાસન પર બેસવા કરવા માટે મરણ પામશે.
તો હવે જ્યારે આજે આપણે 22મા અધ્યાયમાં આવી પહોંચ્યા છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ઈસુ દર વર્ષે ઉજવાતાં પાસ્ખાપર્વની ─ એટલે કે ઈશ્વરે ઈઝરાયલને ગુલામીમાંથી મુક્ત કરાવ્યું હતું તેના માનમાં ઉજવાતા યહૂદી પર્વની ─ ઉજવણી કરવા માટે યરુશાલેમ આવી પહોંચ્યા છે. પારંપરિક પાસ્ખાપર્વના ભોજન માટે ઈસુ અને તેમના બાર અનુયાયીઓ એકઠાં થાય છે, ત્યારે ઈસુએ તેમના અનુયાયીઓને નિર્ગમનની વાત હંમેશાથી જેના તરફ નિર્દેશ કરતી હતી અને શિષ્યોએ અગાઉ ક્યારેય તેના વિષે સાંભળ્યું નહોતું, તે રોટલી અને પ્યાલાનો સાંકેતિક અર્થ સમજાવે છે. ઈસુ તેમના શિષ્યોને કહે છે કે રોટલી તેમના શરીરને દર્શાવે છે, અને દ્રાક્ષારસનો પ્યાલો તેમના રક્તને દર્શાવે છે, જે ઈશ્વર અને ઈઝરાયલ વચ્ચે કરારનો નવો સંબંધ સ્થાપિત કરશે. તેમાં ઈસુ પાસ્ખાના પ્રતીકોનો ઉપયોગ પોતાના મરણને દર્શાવવા માટે કરે છે, પરંતુ તેમના શિષ્યો તેને સમજી શકતાં નથી. તેઓ તરત જ મેજ પર દલીલો કરવાનું શરૂ કરી દે છે, કે ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ હશે. તે રાત્રે તેઓ ઈસુ સાથે પ્રાર્થના કરવા માટે જાગતા પણ રહી શકતાં નથી. બાર શિષ્યોમાંનો એક શિષ્ય ઈસુની હત્યામાં ભાગીદાર બને છે, જ્યારે બીજો એક શિષ્ય તો ઈસુને ઓળખવાનો જ નકાર કરે છે.

Scripture

Day 16Day 18

About this Plan

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.

More