BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
લૂક આપણને જણાવે છે કે ઈસુ શહેરો અને ગામડાઓમાં ઈશ્વરના રાજ્ય વિશે ઘોષણા કરવાનું શરૂ કરે છે. પરંતુ એક રાજાની જેમ શાહી રસાલા સાથે મુસાફરી કરવાને બદલે, ઈસુ બાર વ્યક્તિઓના પોતાના અનોખા જૂથ સાથે મુસાફરી કરે છે, જેમાં તેમણે મુક્ત કરેલી કે સાજી કરેલી કેટલીક સ્ત્રીઓ પણ છે. અને ઈસુના આ સાથીદારો માત્ર મુસાફરી કરવા માટે જ તેમની સાથે નહોતાં. પરંતુ તેઓ તો સહભાગીઓ પણ હતાં. જેમણે ઈસુની સુવાર્તા, સ્વતંત્રતા અને સાજાપણું પ્રાપ્ત કર્યાં છે, તેઓ એક શહેરમાંથી બીજા શહેરમાં તેમની સાક્ષીઓ જણાવે છે.
તેઓની મુસાફરીઓ અનોખા અનુભવોથી ભરેલી છે. ઈસુ સમુદ્રમાં આવેલા એક તોફાનને શાંત કરે છે, એક વ્યક્તિને સેંકડો અશુદ્ધ આત્માઓના બંધનમાંથી મુક્ત કરે છે, બાર વર્ષથી પીડાતી એક સ્ત્રીને સાજી કરે છે, એક બાર વર્ષની છોકરીને સજીવન કરે છે, અને એક છોકરાંના ભોજનમાંથી હજારો લોકોને જમાડે છે – બધા લોકો જમી રહ્યાં પછી પણ છાંડેલા કકડાની બાર ટોપલીઓ ભરાય છે.
આજનો શાસ્ત્રભાગ વાંચતી વખતે ધ્યાન આપો કે લૂક "બાર" શબ્દનો કેવી રીતે અનેક વાર ઉપયોગ કરે છે. યાદ રાખો કે ઈસુ ઇરાદાપૂર્વક રીતે બાર શિષ્યોને નિયુક્ત કરે છે, જેથી તે બતાવી શકે કે તે ઈઝરાયલના બાર કુળોનું નવસર્જન કરી રહ્યાં છે. લૂક આ સત્ય પર ભાર મૂકવા માંગે છે, તેથી તે તેની સુવાર્તાની વાતમાં બાર વખત "બાર" શબ્દનું પુનરાવર્તન કરે છે. જ્યારે તે આ શબ્દનો ઉપયોગ કરે છે, ત્યારે બીજી એક રીતે બતાવે છે કે ઈસુ ઈઝરાયલના બાર કુળોનો ઉદ્ધાર કરી રહ્યાં છે, અને ઈઝરાયલ દ્વારા આખા જગતનો ઉદ્ધાર કરી રહ્યાં છે.
ઈશ્વરે વચન આપ્યું છે કે ઈઝરાયલના બાર કુળો દ્વારા બધા દેશો આશીર્વાદિત થશે, અને ઈશ્વરે ઈઝરાયલને બધા દેશો માટે પ્રકાશરૂપ થવા માટે તેડ્યું છે. ઈઝરાયલ તેના એ કાર્યમાં નિષ્ફળ થયું છે, પણ ઈશ્વર પોતાના વચનો પાળવા માટે વિશ્વાસુ છે. ઈસુ આખા જગત માટે આશીર્વાદિતરૂપ થવાના ઈઝરાયલના તેડાને પુન:સ્થાપિત કરવા માટે આવે છે, અને પોતાના બાર શિષ્યોને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા માટે મોકલે છે.
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More