BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
ઈસુ પોતાના તમામ શિષ્યોમાંથી બાર વ્યક્તિઓની પસંદગી કરે છે અને આ બારની સંખ્યા મન ફાવે તેમ પસંદ કરવામાં આવી નથી. ઈસુ ઇરાદાપૂર્વક રીતે બાર વ્યક્તિઓની પસંદગી કરે છે, જેથી તે બતાવી શકે કે તે નવા કુળની રચના કરીને ઇઝરાયલના બાર કુળોનો ઉદ્ધાર કરી રહ્યાં છે. પણ પહેલી નજરે આ નવા ઈઝરાયલમાં કોઇ ચોક્કસ સુધારો દેખાતો નથી. ઈસુ હલકા સમુદાયના કેટલાક લોકોની, કેટલાક શિક્ષિતોની, તથા ધનવાનોની અને ગરીબોની પસંદગી કરે છે. ઈસુ રોમન સામ્રાજ્ય માટે એક કર ઉઘરાવનાર ભૂતપૂર્વ અધિકારીની પણ પસંદગી કરે છે, અને રોમન સામ્રાજ્ય સામે બળવો કરનાર ભૂતપૂર્વ બળવાખોર (કટ્ટરપંથી)ની પણ પસંદગી કરે છે! ગરીબો અને બહિષ્કૃત વ્યક્તિઓ માટે ઈશ્વરનો પ્રેમ બિનઆશાસ્પદ લોકોને એકબીજાની નજીક લાવે છે. એમ લાગે છે, કે તેઓ ક્યારેય એકબીજા સાથે સંપથી કામ કરી શકશે નહીં, પરંતુ એકબીજાના શત્રુઓ જેવા આ વ્યક્તિઓ ઈસુનું અનુસરણ કરવા, અને એક એવા નવા જગતના ક્રમમાં પ્રવેશ કરવા માટે તેમનું બધું મૂકી દે છે. જેમાં તેમને એકબીજા સાથે સમાધાન કરવા અને એકતામાં રહેવા માટે તેડવામાં આવ્યા છે.
લૂક આપણને ઉથલ પાથલ કરનાર રાજ્ય માટે ઈસુનાં શિક્ષણો વિશેના પોતાના અહેવાલમાં બતાવે છે કે આ નવા જગતનો ક્રમ કેવો છે. ઈસુ તેમના શિક્ષણમાં કહે છે કે આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે, કેમ કે ઈશ્વરનું રાજ્ય તેઓનું છે, અને હમણાં રડનારાઓ, તમને ધન્ય છે; કેમ કે તમે હસશો. નવા જગતના આ ક્રમમાં, શિષ્યોને તેમના શત્રુઓ પર પ્રેમ રાખવા; અજાણ્યા લોકો પ્રત્યે ઉદાર થવા; માફ કરવા તથા દયા દર્શાવવા પણ તેડવામાં આવ્યા છે. અને ઈસુએ આવી પરિવર્તનકારી જીવનશૈલી વિશે વાત કરી હતી એટલું જ નહિ, પણ તે એવી રીતે જીવન પણ જીવ્યા હતા, અને પોતાના જીવનું બલિદાન આપીને પોતાના શત્રુઓ પર પ્રેમ પ્રગટ કર્યો હતો.
Scripture
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More