BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
હવે આપણે જ્યારે લૂકના આગળના અધ્યાયો વાંચીએ છીએ ત્યારે ચાલો, આપણે ઈસુએ યશાયાના પુસ્તકમાંથી વાંચેલા શબ્દોને ધ્યાનમાં રાખીએ. યશાયા જેનો ઉલ્લેખ કરે છે તે ઈસુ જ છે. ઈસુ જ એ અભિષિક્ત વ્યક્તિ છે, જે ગરીબો માટે સારા સમાચાર લાવશે, ભંગીત હ્રદયોવાળાં લોકોને સાજાં કરશે, અને બંદીવાનોને છોડાવશે.
ઈસુએ કહ્યું કે “આજે આ ધર્મલેખ તમારા સાંભળતાં પૂરો થયો છે.” આ ઘોષણા પછીની વાતો ઈસુના સારા સમાચાર કેવા છે, તે બતાવે છે. લૂકના આ ભાગમાં સારા સમાચાર એ છે, કે ઈસુ ચમત્કારીક રીતે થાકેલા માછીમારોની જરૂરિયાત પૂરી પાડે છે, રક્તપિતના દર્દીને સાજો કરે છે, લકવાગ્રસ્તને માફ કરે છે, અને સામાજીક રીતે તુચ્છ ગણાતા કર ઉઘરાવનાર અધિકારીની પોતાના શિષ્ય તરીકે ભરતી કરે છે. તેને લીધે ધાર્મિક જૂથોમાં ઉશ્કેરાટ વ્યાપી જાય છે, અને આટલું ઓછું હોય તેમ, ઈસુ સાબ્બાથવારે એટલે કે વિશ્રામના દિવસે એક વ્યક્તિના સૂકાઈ ગયેલા હાથને સાજો કરે છે. હવે ધાર્મિક વડાઓ ગુસ્સે થાય છે. તેમને સમજાતું નથી કે શા માટે ઈસુ યહૂદી સાબ્બાથના નિયમોને તોડી રહ્યાં છે, અને ખરાબ પસંદગીઓ કરનાર લોકો સાથે મુક્તપણે હરી ફરી રહ્યાં છે!
Scripture
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More