YouVersion Logo
Search Icon

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

DAY 2 OF 40

જ્યારે મરિયમની કૂખે બાળકનો જન્મ થવાની તૈયારી હોય છે, ત્યારે તેણીએ તેના વેવિશાળી પતિ યૂસફ સાથે કાઇસાર ઑગસ્તસના ઠરાવ પ્રમાણે વસ્તીગણતરી માટે નોંધણી કરાવવા બેથલહેમ જવું પડે છે. તેઓ યરૂશાલેમ આવે છે, અને મરિયમને પ્રસુતિની પીડા થાય છે. તેઓને ધર્મશાળામાં કંઇ જગા મળતી નથી, પણ જ્યાં પ્રાણીઓનું રહેઠાણ હોય એવી એકમાત્ર જગ્યા મળે છે. મરિયમ ઈઝરાયલના રાજાને જન્મ આપે છે અને તેને પ્રાણીઓની ગભાણમાં સુવાડે છે.

ત્યાંથી થોડે જ દૂર કેટલાક ઘેટાંપાળકો તેમના પશુઓના ટોળાંને સાચવતા હતા અને અચાનક જ ત્યાં એક દૂત તેમની સામે પ્રગટ થાય છે. દૂતને જોઇને તેમને આશ્ચર્ય થાય છે, પણ દૂત તેમને ઉજવણી કરવાનું કહે છે, કેમ કે એક તારનારે જન્મ લીધો છે. દૂત તેમને જણાવે છે કે તેઓ એક બાળકને કપડામાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશે. પછી ઘણા દૂતો પ્રગટ થાય છે, અને પોતાની સાથે પૃથ્વી પર શાંતિ લાવનાર ઈશ્વરની સ્તુતિ કરવા લાગે છે. ઘેટાંપાળકો એક ક્ષણ પણ ગુમાવ્યા વગર બાળકની શોધ કરવા લાગે છે. દૂતે કહ્યું હતું તેમ તેઓને એક ગભાણમાં નવજાત ઈસુ મળી આવે છે. તેઓ આશ્ચર્ય પામે છે. તેમને થયેલ અનુભવ બીજાને જણાવવા માટે તેઓ ખૂબ જ ઉત્સુક હતા, અને જેઓ તેમની વાત સાંભળતા તેઓ આશ્ચર્ય પામતાં.

ઈશ્વર આવી રીતે દેહધારણ કરશે તેની કોઈએ કલ્પના પણ કરી નહોતી––એક કિશોર વયની યુવતીની કૂખે જન્મ અને અજ્ઞાત ઘેટાંપાળકો દ્વારા જન્મની ઉજવણી. લૂકની વાતમાં બધું જ પછાત છે અને એ જ મુખ્ય મુદ્દો છે. તે દર્શાવે છે કે ઈશ્વર કેવી રીતે આવા ગંદા સ્થળોમાં આવે છે––પછાત, વિધવાઓ કે વિધૂરો અને ગરીબોની વચ્ચે આવે છે––કેમ કે ઈસુ સૃષ્ટિનો ક્રમ ઊલટો કરીને મુક્તિ આપવા માટે આવ્યા છે.

Scripture

Day 1Day 3

About this Plan

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.

More