યોહાન 14

14
પરમેશ્વર તક પોતવાનો રસ્તો
1તમું મન મ દુઃખી નહેં થો, તમું પરમેશ્વર ઇપેર વિશ્વાસ કરો હે અનેં મારી ઇપેર હુંદા વિશ્વાસ કરો. 2મારા બા ના ઘેર મ ઘણીસ રેંવા ની જગ્યા હે, અગર નેં હીતી તે હૂં તમનેં કેં દેંતો, કેંમકે હૂં તમારી હારુ જગ્યા તિયાર કરવા જાએં રિયો હે. 3તાં જાએંનેં જગ્યા તિયાર કર્યા પસી હૂં પાસો આવેંનેં તમનેં માર તાં લેં જએં, એંતરે કે તમું હુંદા તાંસ મારી હાતેં રેંહો ઝાં હૂં હે. 4અનેં ઝાં હૂં જાએં રિયો હે, તમું તાં જાવા નો રસ્તો જાણો હે. 5થુંમે હેંનેં કેંદું, “હે પ્રભુ, હમું નહેં જાણતા કે તું કાં જાએં રિયો હે, તે હમું રસ્તો કેંકેંમ જાણેં સકજ્યે?” 6ઇસુવેં હેંનેં કેંદું, “રસ્તો અનેં હાસ અનેં જીવન હૂંસ હે, મારી વગર કુઇ બી બા કનેં નહેં જાએં સક્તું. 7અગર તમું ખરેખર મનેં જાણતા, તે મારા બા નેં હુંદા જાણતા, અનેં હાવુ હેંનેં જાણો હે, અનેં તમેં હેંનેં ભાળ્યો હુંદો હે.”
8ફિલિપ્પુસેં હેંનેં કેંદું, “હે પ્રભુ, બા હમનેં વતાડ, વેયુસ હમારી હારુ ઘણું હે.” 9ઇસુવેં હેંનેં કેંદું, “હે ફિલિપ્પુસ, હૂં એંતરા ટાએંમ તક તમાર હાતેં રિયો, તે હુંદા તમું મનેં નહેં જાણતા? ઝેંને મન ભાળ્યો હે, હેંને બા નેં હુંદો ભાળ્યો હે. તું હુંકા કે હે કે બા હમનેં વતાડ? 10હૂં બા મ હે અનેં બા મારી મ હે, હું તમું ઇની વાત ઇપેર વિશ્વાસ નહેં કરતા? હૂં પુંતે કઇસ નહેં કેંતો, પુંણ બા મારી મ રેંનેં વેયુસ કરે હે, ઝી વેયો સાહે હે. 11તમું મારી ઇની વાત ઇપેર વિશ્વાસ કરો, કે બા મારી મ રે હે અનેં હૂં બા મ રું હે. નેં તે ઝી સમત્કાર મેંહ કર્યા હે, હેંને લેંદે મારી ઇપેર વિશ્વાસ કરો.
12હૂં તમનેં હાસું-હાસું કું હે, ઝી મારી ઇપેર વિશ્વાસ કરે હે, વેયુ હુંદું ઇય કામં કરહે ઝી હૂં કરું હે, અનેં એંનં કરતં હુંદં મુંટં કામં કરહે, કેંમકે હૂં બા કનેં જાએં રિયો હે. 13અનેં ઝી કઇ તમું મારા નામ થી માંગહો, વેયુસ હૂં કરેં, એંતરે કે મારી દુવારા બા ની મહિમા પરગટ થાએ. 14અગર તમું મારા નામ થી મારી કન કઇ બી માંગહો, તે હૂં વેયુ કરે.
પવિત્ર આત્મા મુંકલવા નો વાએંદો
15અગર તમું મારી હાતેં પ્રેમ કરો હે, તે મારી આજ્ઞાવં નેં પાળહો. 16હૂં બા નેં પ્રાર્થના કરેં, અનેં વેયો તમનેં એક મદદ કરવા વાળો આલહે, કે વેયો હમેશા તમાર હાતેં રે. 17એંતરે પવિત્ર આત્મા, ઝી હાસ નો આત્મા હે, ઝેંનેં દુન્ય ન મનખં મેંળવેં નહેં મેંળવેં સક્તં, કેંમકે વેય નહેં હેંનેં ભાળતં અનેં નહેં હેંનેં જાણતં, પુંણ તમું હેંનેં જાણો હે, કેંમકે વેયો તમારી હાતેં રે હે અનેં તમારી મ હમેશા રેંહે.
18હૂં તમનેં નોદારા નેં મેંલું, હૂં તમારી કન પાસો વળેંનેં આવેં. 19થુડીક વાર પસી દુન્ય ન મનખં મનેં નેં ભાળે, પુંણ તમું મનેં ભાળહો, કેંમકે હૂં પાસો જીવતો થાએં જએં, એંતરે હારુ તમું હુંદા જીવતા રેંહો. 20ઝર હૂં મરેંલં મહો પાસો જીવતો થાએં જએં તર તમું જાણેં લેંહો કે હૂં મારા બા મ હે, અનેં તમું મારી મ હે, અનેં હૂં તમં મ હે. 21ઝી મારી આજ્ઞાવેં જાણે હે અનેં હેંનેં પાળે હે, વેયોસ મારી ઇપેર પ્રેમ કરે હે, અનેં ઝી મારી ઇપેર પ્રેમ કરે હે, હેંનેં ઇપેર મારો બા પ્રેમ કરહે, અનેં હૂં હેંનેં ઇપેર પ્રેમ કરેં, અનેં પુંતે-પુંતાનેં હેંનેં ઇપેર પરગટ કરેં.” 22યહૂદા, ઝી ઈસ્કરિયોતી નેં હેંતો હેંનેં કેંદું, “હે પ્રભુ, હું થાયુ કે તું પુંતે-પુંતાનેં હમં ઇપેર પરગટ કરવા માંગે હે, અનેં દુન્ય ન બીજં મનખં ઇપેર નહેં?” 23ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, અગર કુઇ મારી ઇપેર પ્રેમ કરહે, તે વેયુ મારં વસનં પાળહે, અનેં મારો બા હેંનેં ઇપેર પ્રેમ કરહે, અનેં હમું હેંને કન આવહું અનેં હેંનેં હાતેં રેંહું. 24ઝી મારી ઇપેર પ્રેમ નહેં કરતું વેયુ મારં વસનં નહેં પાળતું, અનેં ઝી વસનં તમું હામળો હે, વેય મારં નેં પુંણ બા ન હે, ઝેંને મન મુંકલ્યો હે.
25ઇયે વાતેં મેંહ તમારી હાતેં રેંનેં તમનેં કીદી હે. 26પુંણ મદદ કરવા વાળો એંતરે પવિત્ર આત્મા, ઝેંનેં બા મારી જગ્યા મુંકલહે, વેયો તમનેં બદ્દી વાતેં હિકાડહે, અનેં ઝી કઇ મેંહ તમનેં કીદી હે, વેયુ બદ્દું તમનેં ઇયાદ કરાવહે. 27હૂં તમનેં શાંતિ આલું હે, ઝી શાંતિ મારી કન હે, ઇયે વેયે શાંતિ નહેં ઝી દુન્ય ન મનખં તમનેં આલે હે. તમું મન મ દુઃખી નહેં થાતા વેહ અનેં નહેં સમકતા વેહ. 28તમવેં મનેં એંમ કેંતં હામળ્યુ, “હૂં જાએં રિયો હે અનેં ફેંર તમારી કન પાસો આવેં અગર તમું મારી હાતેં પ્રેમ કરતા, તે ઇની વાત થી ખુશ થાતા કે હૂં બા કન જાએં રિયો હે, કેંમકે બા મારી કરતં મહાન હે. 29અનેં મેંહ હાવુ આ બદ્દી વાતેં થાવા થી પેલ તમનેં કેં દીદી હે, કે ઝર વેયે થાએં જાએ તે તમું મારી ઇપેર વિશ્વાસ કરો. 30મારી કન હાવુ તમારી હાતેં વાતેં કરવા હારુ વદાર ટાએંમ નહેં રિયો, કેંમકે ઇની દુન્ય નો અધિકારી શેતાન આવેં રિયો હે, હેંનો મારી ઇપેર કઇસ અધિકાર નહેં. 31પુંણ ઇયુ એંતરે હારુ થાએ હે કે દુન્ય ન મનખં જાણે કે હૂં બા ઇપેર પ્રેમ કરું હે, અનેં વેમેંસ કરું હે ઝેંમ મારે બએં મનેં આજ્ઞા આલી હે. ઉઠો આંહા આપું હાવુ સાલ્યે.

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj