યોહાન 15

15
ઇસુ હાસો દરાક નો વેંલો
1હાસો દરાક નો વેંલો હૂં હે, અનેં મારો બા ખેડુત હે. 2દરેક ડાળી ઝી મારી હાતેં જુંડાએંલી હે, પુંણ ફળ નહેં લાગતું, હેંનેં વેયો કાપેં દડે હે, અનેં ઝીની ડાળજ્યી ફળ લાગે હે હેંનેં વેયો ટાળે હે, એંતરે કે વદાર ફળ લાગે. 3તમું તે હેંના વસન નેં લેંદે ઝી મેંહ તમનેં કેંદું હે શુદ્ધ હે. 4તમું મારી મ જુંડાએંલા રો, અનેં હૂં તમારી મ, ઝેંમ ડાળી અગર દરાક ના વેંલા મ જુંડાએંનેં નેં રે, તે પુંતે ફળ નહેં આલેં સક્તી, હીવીસ રિતી તમું હુંદા અગર મારી હાતેં જુંડાએંલા નેં રો તે ફળ નહેં આલેં સક્તા. 5હૂં દરાક નો વેંલો હે અનેં તમું ડાળજ્યી હે. ઝી મારી મ જુંડાએંલો રે હે અનેં હૂં હેંનેં મ જુંડાએંલો રું હે, વેયો વદાર ફળ આલે હે, કેંમકે મારી થી અલગ થાએંનેં તમું કઇસ નહેં કરેં સક્તા. 6અગર કુઇ મારી મ જુંડાએંલું નેં રે, તે હેંનેં હીની ડાળજ્ય નેં જુંગ કાપેંનેં ફેંકેં દેંવા મ આવે હે, અનેં વેયે ડાળજ્યી હુકાએં જાએ હે, તર મનખં હેંનેં ભીગી કરેંનેં આગ મ નાખેં દે હે અનેં વેયે બળેં જાએ હે. 7અગર તમું મારી મ જુંડાએંલા રો, અનેં મારું વસન તમારી મ જુંડાએંલું રે, તે તમું ઝી કઇ માંગહો વેયુ તમનેં મળહે. 8મારા બા ની મહિમા એંનેં થકીસ પરગટ થાએ હે, કે તમું ઘણસ ફળ આલો, તરસ તમું મારા સેંલા કેંવાહો. 9ઝેંવો બએં મારી ઇપેર પ્રેમ કર્યો, વેમેંસ મેંહ તમારી ઇપેર પ્રેમ કર્યો, તમું મારા પ્રેમ મ જુંડાએંલા રો. 10અગર તમું મારી આજ્ઞાવેં પાળહો, તે મારા પ્રેમ મ જુંડાએંલા રેંહો, ઝેંમ કે મેંહ મારા બા ની આજ્ઞાવેં પાળી હે, અનેં હેંના પ્રેમ મ જુંડાએંલો રું હે. 11મેંહ ઇયે વાતેં તમનેં એંતરે હારુ કીદી હે, કે તમં મ હુંદું વેયુસ આનંદ રે, ઝી મારી મ હે, અનેં તમારું આનંદ પૂરુ થાએં જાહે.
12મારી આજ્ઞા ઇયે હે ઝીવી રિતી મેંહ તમારી ઇપેર પ્રેમ કર્યો, હીવીસ રિતી તમું હુંદા એક બીજા ઇપેર પ્રેમ કરો. 13પુંતાનં દોસદારં હારુ પુંતાનો જીવ આલ દેંવો હેંનેં કરતં બીજો કુઇ મુંટો પ્રેમ નહેં. 14ઝી કઇ હૂં તમનેં આજ્ઞા આલું હે, અગર હેંનેં તમું પાળો તે તમું મારા દોસદાર હે. 15હાવુ થી હૂં તમનેં સેંવક નેં કું, કેંમકે સેંવક નહેં જાણતો કે હેંનો માલિક હું કરે હે. પુંણ મેંહ તમનેં દોસદાર કેંદા હે, કેંમકે મેંહ ઝી વાતેં મારા બા કન થી હામળી, વેયે બદ્દી તમનેં વતાડ દીદી હે. 16તમેં મનેં પસંદ નહેં કર્યો, પુંણ મેંહ તમનેં પસંદ કર્યા હે, અનેં તમનેં નિઇમા કે તમું જાએંનેં ફળ આલો, અનેં તમારું ફળ ટકેં રે, કે તમું મારા નામ થી ઝી કઇ બા કન માંગો, અનેં વેયો તમનેં આલે. 17ઇની વાતં ની આજ્ઞા હૂં તમનેં એંતરે હારુ આલું હે, કે તમું એક બીજા ઇપેર પ્રેમ કરો.
દુન્ય નો વેર
18અગર દુન્ય ન મનખં તમારી ઇપેર વેર રાખે હે, તે તમું ઇયાદ રાખો કે હેંનવેં તમારી કરતં પેલ મારી ઇપેર વેર રાખ્યુ હે. 19અગર તમું ઇની દુન્ય ન મનખં જુંગ રેંતા તે ઇની દુન્ય ન મનખં પુંતાના હમજેંનેં પ્રેમ કરતં, પુંણ તમું ઇની દુન્ય ના માણસ નહેં, કેંમકે મેંહ તમનેં દુન્ય ન મનખં મહા ટાળ લેંદા હે, એંતરે હારુ દુન્ય ન મનખં તમારી ઇપેર વેર રાખે હે. 20ઝી વાતેં મેંહ તમનેં કીદી હીતી, હેંનેં ઇયાદ રાખો કે સેંવક પુંતાના માલિક કરતં મુંટો નહેં રેંતો. અગર હેંનવેં મનેં વિતાડ્યો, તે વેય તમનેં હુંદં વિતાડહે. અગર હેંનવેં મારું વસન પાળ્યુ, તે વેય તમારું વસન હુંદં પાળહે. 21પુંણ ઇયુ બદ્દું તમું મારા સેંલા હોવા નેં લેંદે તમારી હાતેં કરહે, કેંમકે વેય મનખં મન મુંકલવા વાળા પરમેશ્વર નેં નહેં જાણતં. 22અગર હૂં નેં આવતો અનેં હેંનનેં ઇયે વાતેં નેં કેંતો, તે વેય પાપી નેં ઠરતં, પુંણ હાવુ તે હેંનં કન પુંતાનં પાપં હારુ કઇ બાનું નહેં. 23ઝી મારી ઇપેર વેર રાખે હે વેયુ મારા બા ઇપેર હુંદું વેર રાખે હે. 24અગર હૂં હેંનં મ વેયા સમત્કાર નેં કરતો ઝી બીજે કેંનેં યે નહેં કર્યા, તે વેય પાપી નેં ઠરતં, પુંણ હાવુ તે હેંનવેં ભાળેંનેં હુંદું મનેં અનેં મારા બા ઇપેર વેર રાખ્યુ હે. 25અનેં ઇયુ એંતરે થાયુ કે ઝી પવિત્ર શાસ્ત્ર મ લખ્યુ હે, વેયુ વસન પૂરુ થાએ, કે હેંનવેં કઇ કારણ વગર મારી ઇપેર વેર રાખ્યુ. 26હૂં બા ની તરફ થી તમારી હારુ એક મદદ કરવા વાળો મુંકલેં, વેયો આત્મા હે ઝી બા ની તરફ થી આવે હે અનેં ઝી હાસ હે હેંનેંસ પરગટ કરે હે, ઝર વેયો આવહે તે તમનેં મારા બારા મ વતાડહે. 27અનેં તમું દુન્ય ન મનખં નેં મારા બારા મ વતાડહો, કેંમકે તમું સરુવાત થી મારી હાતેં રિયા હે.

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj