1
યોહાનનો પહેલો પત્ર 3:18
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
બાળકો, આપણે શબ્દથી નહિ, અને જીભથી નહિ, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ.
Compare
Explore યોહાનનો પહેલો પત્ર 3:18
2
યોહાનનો પહેલો પત્ર 3:16
એથી આપણે પ્રેમ શું છે તે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણા બદલે આપ્યો. અને આપણે પણ ભાઈઓને માટે આપણા પ્રાણો આપવા જોઈએ.
Explore યોહાનનો પહેલો પત્ર 3:16
3
યોહાનનો પહેલો પત્ર 3:1
જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે ઈશ્વરનાં છોકરાં કહેવાઈએ! અને ખરેખર આપણે તેમનાં છોકરાં છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેણે તેમને ઓળખ્યા નહિ.
Explore યોહાનનો પહેલો પત્ર 3:1
4
યોહાનનો પહેલો પત્ર 3:8
જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરે છે. શેતાનનાં કામનો નાશ કરવા માટે ઈશ્વરના પુત્ર પ્રગટ થયા.
Explore યોહાનનો પહેલો પત્ર 3:8
5
યોહાનનો પહેલો પત્ર 3:9
જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેમનું બીજ તેનામાં રહે છે; અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે.
Explore યોહાનનો પહેલો પત્ર 3:9
6
યોહાનનો પહેલો પત્ર 3:17
પણ જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય, ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે?
Explore યોહાનનો પહેલો પત્ર 3:17
7
યોહાનનો પહેલો પત્ર 3:24
જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે એમનામાં રહે છે, અને તેઓ તેનામાં. અને જે આત્મા એમણે આપણને આપ્યો છે તેનાથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે.
Explore યોહાનનો પહેલો પત્ર 3:24
8
યોહાનનો પહેલો પત્ર 3:10
આથી ઈશ્વરનાં છોકરાં તથા શેતાનનાં છોકરાં ઓળખાઈ આવે છે: જે કોઈ ન્યાયીપણું કરતો નથી, અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી, તે ઈશ્વરનો નથી.
Explore યોહાનનો પહેલો પત્ર 3:10
9
યોહાનનો પહેલો પત્ર 3:11
કેમ કે જે સંદેશો તમે પ્રથમથી સાંભળ્યો છે તે એ જ છે કે, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.
Explore યોહાનનો પહેલો પત્ર 3:11
10
યોહાનનો પહેલો પત્ર 3:13
ભાઈઓ, જો જગત તમારા પર દ્વેષ કરે તો તેથી આશ્ચર્ય ન પામો.
Explore યોહાનનો પહેલો પત્ર 3:13
Home
Bible
Plans
Videos