લુક 23

23
પિલાત ઈસુલા સવાલ સોદહ
(માથ. 27:1-2,11-14; માર્ક 15:1-5; યોહ. 18:28-38)
1તાહા અખા લોકા ઉઠી ન ઈસુલા રાજ્યપાલ પિલાત પાસી લી ગેત. 2અન તે તેનેવર યો દોસ લાવુલા લાગનાત કા, “આમી યેલા આમને લોકા સાહાલા ભડકવરતા અન કાઈસારલા કર દેવલા ના પાડતા, અન પદરલા ખ્રિસ્ત અન રાજા સાંગતા આમી આયકનાહાવ.” 3રાજ્યપાલ પિલાતની તેલા સોદા, “કાય તુ યહૂદી લોકસા રાજા આહાસ?” તેની તેલા જવાબ દીદા, “તુ પદર જ સાંગહસ.” 4તાહા રાજ્યપાલ પિલાતની મોઠલા યાજક અન લોકા સાહાલા સાંગા, “માલા યે માનુસમા કાહી ગુના નીહી સાપડ.” 5પન તે વદારે જોર દીની સાંગુલા લાગનાત, “યો અખે યહૂદિયા વિસ્તારમા લોકા સાહલા પદરના સીકસનકન ભડકવરહ. યી અખા તેની ગાલીલ વિસ્તારમા ચાલુ કરા અન આતા અઠ બી યી પુરનાહા.” 6યી આયકીની રાજ્યપાલ પિલાતની સોદા, “કાય યો માનુસ ગાલીલ વિસ્તારના આહા?” 7અન યી સમજના કા ઈસુ હેરોદ રાજાને રાજને તાબા માસલા આહા. તેલા હેરોદ રાજા પાસી દવાડી દીનાત, કાહાકા તે સમયલા તો બી યરુસાલેમ સાહારમા હતા.
ઈસુલા હેરોદ પાસી લી જાયજહ
8હેરોદ રાજા ઈસુલા હેરીની ખુબ ખુશ હુયના. કાહાકા તો ખુબ દિસ પાસુન ઈસુલા હેરુલા માંગ હતા, યે સાટી કા તેની ઈસુને બારામા આયકેલ હતા, અન તો તે પાસુન કાહી ચમત્કાર કરતા હેરુની આશા રાખ હતા. 9તો તેલા ખુબ ગોઠી સોદ હતા પન ઈસુની તેલા કાહી બી જવાબ નીહી દીદા. 10મોઠલા યાજક અન સાસતરી લોકા ઊબા હુયીની પુરા જીવ લાવીની ઈસુવર દોસ લાવુલા લાગનાત. 11તાહા હેરોદ રાજાની તેને સિપાયસે હારી ઈસુના અપમાન કરીની મશ્કરી કરનાત, અન તીગાગત ઈસા કપડા પોવાડીની તેલા રાજ્યપાલ પિલાત પાસી દવાડી દીદા. 12તે દિસ પાવત રાજ્યપાલ પિલાત અન હેરોદ રાજા એક દુસરેને ઈરુદ હતાત, પન તે દિસ પાસુન દોસતાર બની ગેત.
પિલાત ઈસુલા મરનદંડ દેહે
(માથ. 27:15-26; માર્ક 15:6-15; યોહ. 18:39-19:16)
13રાજ્યપાલ પિલાતની મોઠલા યાજક, અમલદાર અન લોકા સાહલા બોલવીની તેહાલા સાંગા, 14“તુમી યે માનુસલા માપાસી નેય કરુલા લી આનાસ અન દોસ લાવીની સાંગતાહાસ કા યો લોકા સાહાલા બહકવરહ. અન હેરા, મા તુમને પુડ તેની તપાસ કરનાવ, પન જે ગોઠીસા દોસ તુમી તેવર લાવતાહાસ તે ગોઠીસે બારામા તેનેમા માલા કાહી દોસ નીહી મીળના. 15તીસાજ હેરોદ રાજાલા બી તેનેમા કાહી દોસી નીહી મીળીલ, કાહાકા તેની તેલા માપાસી પરત દવાડી દીનાહા. અન હેરા યેની ઈસા કાહી નીહી કરેલ કા, તેલા મરનદંડ દી સકાય જ. 16તે સાટી મા તેલા ચાબુકવાની ઝોડવીની સોડી દેહે.” 17રાજ્યપાલ પિલાત સનને સમયમા યહૂદીસે સાટી એક કયદીલા સોડી દે હતા. 18તાહા અખા મીળીની આરડી સાંગનાત, “યેલા મરનદંડ દે અન આમને સાટી બારાબાસલા સોડી દે.” 19બારાબાસ સાહારમા બળવા અન ખૂન કરનેલ તાહા તેલા ઝેલમા પુરી દીદેલ. 20પન રાજ્યપાલ પિલાતની ઈસુલા સોડી દેવની ઈચ્છા કરીની લોકા સાહાલા આજુ સમજવા. 21પન લોકા આરડીની સાંગુલા લાગનાત, “તેલા કુરુસવર ટાંગી દે, કુરુસવર.” 22રાજ્યપાલ પિલાતની તીસરી વખત તેહાલા સાંગા, “કજ તેની કાય ખોટા કરાહા? માલા તેનેમા મરનદંડ દેવાય જ ઈસી કાહી ગોઠ નીહી મીળની. તે સાટી મા તેલા ઝોડવીની સોડી દેહે.” 23પન લોકા આરડી આરડીની તેને માંગ જ લાગી ગેત, કા તેલા કુરુસવર ટાંગી દે, તાહા હારી જાયીની રાજ્યપાલ પિલાતલા તેહને પુડ નમુલા પડના. 24તાહા રાજ્યપાલ પિલાતની હુકુમ દીદા, કા તેહને વિનંતી પરમાને કરા. 25અન તેની તે માનુસલા જો બળવા ખૂનને અન કારને ઝેલમા ટાકેલ હતા, અન જેલા સોડવુલા માગ હતાત, તેલા સોડી દીદા. અન ઈસુલા તેહની મરજી પરમાને તેહાલા સોપી દીદા.
ઈસુલા કુરુસવર ટાંગી દીદા
(માથ. 27:32-44; માર્ક 15:21-32; યોહ. 19:17-19)
26જદવ તે તેલા લી જા હતાત, તદવ કુરેની ગાવના સિમોન નાવના માનુસ જો ગાવ માસુન યે હતા, તેલા ધરી ન તેવર કુરુસ ઠેવી દીદા કા તો ઈસુને માગ-માગ ચાલ. 27અન લોકાસી મોઠી ભીડ તેને માગ ચાલ હતી, અન તેમા ખુબ બાયકા બી હતેત. જે તેને સાટી સાતી ઝોડી ઝોડી ન રડ હતેત. 28ઈસુ તેહાસવ ફીરીની સાંગના, “ઓ યરુસાલેમ સાહારને બાયકા, માને સાટી નોકો રડા, પન તુમને સાટી અન તુમને પોસાસે સાટી રડા. 29કાહાકા ઈસા દુઃખના દિસ યી રહનાહાત, જદવ લોકા સાંગતીલ, બાયકા આસીરવાદીત આહાત જેહના કદી જ પોસા નીહી હતાત, જેહી કદી જ પોસા સાહલા જલમ નીહી દીયેલ, અન તેહી કદી દુદ નીહી ધાવાડેલ. 30તે સમયમા લોકા ડોંગરા સાહલા સાંગતીલ કા આમાવર પડા, અન ઢુબા સાહલા સાંગતીલ કા આમાલા ઢાંકી દે.
31જર નેયી માનુસને હારી ઈસા હુયહ, ત ઈચાર કરા કા તે લોકાસે હારી કાય હુયીલ જે સજા ભોગવુલા સાટી યોગ્ય આહાત?” 32સિપાય ઈસુને હારી દોન ચોર સાહાલા પન મારી ટાકુલા સાટી લી ગેત. 33જદવ તે જાગાવર જેલા ખોપરી સાંગતાહા તઠ જાયી પુરનાત, ત તેહી તેલા અન તે ચોર સાહલા બી એકલા જેવે સહુન અન દુસરેલા ડાવે સહુન કુરુસવર ટાંગી દીદાત. 34તાહા ઈસુની સાંગા, “ઓ બાહાસ યેહાલા માફ કર કાહાકા યેહાલા માહીત નીહી આહા કા યે કાય કરી રહનાહાત?” અન તેહી ચીઠી ટાકીની તેના કપડા વાટી લીનાત.
35લોકા ઊબા ઊબા હેર હતાત, અન અમલદાર પન મશ્કરી કરીની સાંગ હતાત, “તો દુસરે સાહલા બચવના, જો યો દેવના ખ્રિસ્ત આહા અન તેના પસંદ કરેલ આહા ત પદરને જાતલા બચવી લે.” 36સિપાય પન આગડ યીની તેલા કડુ પાની દીની તેની મશ્કરી કર હતાત. 37“જો તુ યહૂદી લોકના રાજા આહાસ ત તુ પદરને જાતલા બચવ.” 38અન ઈસુને કુરુસનેવર એક દોસની પાટી ઠોકી દીયેલ હતા, “યો યહૂદી લોકાસા રાજા આહા.”
એક ચોરના પસ્તાવા
39જે ચોર સાહલા ટાંગેલ હતાત, તે માસલા એક ચોર તેના અપમાન કરીની સાંગના કા, “કાય તુ ખ્રિસ્ત નીહી આહાસ કા? ત મગ પદરલા અન આમાલા બચવ.” 40યી આયકીની દુસરેની તેલા ધમકવીની સાંગા કા, “કાય તુ દેવલા બી નીહી બીહસ કા? તુ પન તી જ દંડ ભોગવહસ. 41અન આપલા ત નેય પરમાને સજા મીળનીહી, કાહાકા આપાલા આપલે કામ પરમાનેની સજા મીળનીહી, પન યેની ત કાહી પન ખોટા કામ કરેલ નીહી.” 42તાહા તેની સાંગા, “ઓ ઈસુ, જદવ તુ એક રાજાનેગત રાજ કરસી, તાહા માલા આઠવ કરજોસ.” 43ઈસુની તેલા સાંગા, “મા તુલા ખરા જ સાંગાહા કા આજ જ તુ માને હારી સરગ લોકમા રહસીલ.”
ઈસુના મરન
(માથ. 27:45-56; માર્ક 15:33-41; યોહ. 19:28-30)
44અન લગભગ દુહપાર પાસુન ત તીન વાજતે પાવત અખે ઈસરાયેલ દેશમા આંદારા હુયી ગે. 45અન દિસના ઉજેડ જાતા રહના, અન મંદિરના પડદા મદીહુન ચીરાયજી ગે. 46અન ઈસુની મોઠલેન શબદકન આરડીની સાંગા, “ઓ બાહાસ, મા માના આત્મા તુને હાતમા સોપી દેહે.” અન ઈસા સાંગીની જીવ ટાકી દીના. 47અમલદારની જી કાહી હુયના તી હેરીની દેવના મહિમા કરના, અન સાંગના, “ખરેખર યો માનુસ નેયી હતા.” 48અન જી યી હેરુલા સાટી અઠ લોકા ગોળા હુયલા, તી યી ઘટનાલા હેરીની તે પકા દુઃખી હુયી પદરની સાતી ઝોડત તેહને ઘર સવ ફીરી ગેત. 49પન તેના અખા વળખીતા માનસા, અન જે બાયકા ગાલીલ વિસ્તાર માસુન ઈસુને હારી આનલે, તે દુર ઊબે રહી ન જી કાહી હુયી રહનેલ તી અખા હેરી હતેત.
અરીમથાઈમના યૂસફ ઈસુલા મસાનમા દાટહ
(માથ. 27:57-61; માર્ક 15:42-47; યોહ. 19:38-42)
50અન તઠ, યૂસફ નાવના મહાસભાના એક સભ્ય હતા. તો બેસ અન નેયી માનુસ હતા. 51અન તેહના ઈચાર અન તેહના તે કામકન ખુશ નીહી હતા. અન તો યહૂદિયાના વિસ્તારને અરિમથાઈ સાહારના રહનાર અન દેવને રાજની વાટ હેરવાવાળા હતા. 52તેની રાજ્યપાલ પિલાત પાસી જાયીની ઈસુની લાસ માંગી. 53અન ઈસુલા કુરુસ વરહુન ઉતારીની નવા સનના ચાદરમા ગુઠાળના, અન એક મસાનને કાપરમા ઠેવા, જી દગડમા કોરીની બનવેલ હતી, અન જેલા પુડ કદી પન ઉપેગમા નીહી લીયેલ હતી. 54તો તયારીના દિસ હતા, અન ઈસવુના દિસની સુરુવાત હુયુલા હતા. 55અન જે બાયકા ગાલીલ વિસ્તાર માસુન તેને હારી આનલે, તે તેને માગ-માગ જાયીની તે મસાનલા હેરનેત, અન તેની લાસ કીસાક કરી દાટી દીદા તી બેસ કરી હેરનેત. 56અન તે માગાજ યીની સુગંદવાળી વસ્તુ અન અત્તર તયાર કરનેત, અન મૂસાને નેમ પરમાને ઈસવુના દિસી તે ઈસવનેત.

Currently Selected:

લુક 23: DHNNT

Qaqambisa

Share

Copy

None

Ufuna ukuba iimbalasane zakho zigcinwe kuzo zonke izixhobo zakho? Bhalisela okanye ngena