Uphawu lweYouVersion
Khetha Uphawu

લુક 19

19
જાખ્ખીને ઘર ઈસુ જાહા
1ઈસુ યરીખો સાહારમા ભરાયજીની પુડ જા હતા. 2તઠ જાખ્ખી નાવના એક માનુસ હતા, જો કર લેનારસા અમલદાર હતા અન પકા નાંદેલ હતા. 3તો ઈસુલા હેરુલા માંગ હતા કા તો કીસાક દેખાયજહ, પન ભીડને કારને તો તેલા હેરી નીહી સક હતા, કાહાકા તો ઠેંગના હતા. 4તાહા તો તેલા હેરુલા સાટી પુડ ધાંવદી ગે અન એક ઉંબરને ઝાડવર ચડી ગે, કાહાકા ઈસુ તેજ મારોગલા જાવલા હતા. 5જદવ ઈસુ તે ઉંબરના ઝાડસી જાયી પુરના, ત તેની વર હેરીની જાખ્ખીલા સાંગા, “એ જાખ્ખી તુ લેગજ ખાલ ઉતરી યે, કાહાકા આજ માલા તુને ઘરમા રહુલા જરુરી આહા.” 6તો લેગજ ઉતરીની ખુશ હુયી તેલા તેને ઘર લી ગે. 7યી હેરીની અખા લોકા કુરકુર કરીની સાંગુલા લાગનાત, “યો ત એક પાપી માનુસને તઠ ગેહે.” 8જાખ્ખીની ખાતે વખત ઊબા ઉઠી ન ઈસુલા સાંગના, “ઓ પ્રભુ, હેર, મા માની અરદી ધન દવલત ગરીબ સાહલા દેહે, અન જર મા કોનાના કાહી બી બાંડાય કરી લીના હવાવ ત તેલા વદારાના ચાર ભાગ ફીરવી દીન.” 9તાહા ઈસુની તેલા સાંગા, “આજ યે ઘરને લોકાસાહમા તારન આનાહા. કાહાકા યો બી ઈબ્રાહિમને વંશના આહા. 10કાહાકા મા, માનુસના પોસા ભુલેલ સાહલા ગવસુલા અન તેહાલા કાયીમના દંડ પાસુન બચવુલા સાટી આનાહાવ.”
દસ મોહર દાખલા
(માથ. 25:14-30)
11જદવ લોકા યી આયક હતાત તદવ ઈસુની એક દાખલા સાંગા, કાહાકા તે યરુસાલેમ સાહારને આગડ હતાત અન લોકા સાહલા લાગ હતા કા દેવના રાજ આતા જ યી જાયીલ. 12તાહા ઈસુની સાંગા, “એક ધનવાન માનુસને જીસા આહા જો એક દુર દેશમા નીંગી ગે યે સાટી કા તો તેને સાટી રાજ મેળવીની માગાજ યે. 13અન તેની તેના ચાકર સાહમાસુન દસ જન સાહલા બોલવીની તેહાલા દસ મોહર દીના અન સાંગના, ‘મા યે તાવધર તેના ધંદા કરી વેવહાર કરા.’ 14પન તેને સાહારના રહનારા તેવર દુશ્મની રાખ હતાત, તે સાટી તેહી તેને માગ થોડાક જાગલ્યા સાહલા સાંગી દવાડા કા, આમની મરજી ઈસી નીહી આહા કા યો આમાવર રાજ કર.
15જદવ તો રાજ મેળવીની પરત આના, ત ઈસા હુયના કા તેની તેને ચાકર સાહલા જી મોહર દીના હતા તેને સાટી તેહાલા તે પાસી બોલવા કા તેલા માહીત પડ કા તેહી કાય કાય ધંદા વેવહાર કરીની કમાવનાહાત. 16તાહા પુડલે યેની યીની સાંગા, હે માલીક, તુને મોહરકન દુસરે દસ મોહર કમાવનાહાવ. 17તેની તેલા સાંગા, હે ઉત્તમ ચાકર, તુ આસીરવાદીત આહાસ, તુ બારીક ગોઠમા વીસવાસુ નીંગનાસ આતા તુ દસ સાહારના અમલદાર બન. 18દુસરા ચાકર યીની સાંગ, હે માલીક, ‘તુને મોહરકન દુસરે પાંચ મોહર કમાવનાહાવ.’ 19તેની તેલા સાંગા, તુ પન પાંચ સાહારવર અમલદાર બન. 20તીસરા ચાકર યીની સાંગના, ‘હે માલીક, હેર, તુના મોહર યી આહા, જેલા મા ટુવાલમા બાંદી ન ઠેવી રાખનેલ. 21કાહાકા મા તુલા હેરી બીહ હતાવ, યે સાટી કા તુ કઠીન માનુસ આહાસ, જી તુ નીહી રાખનેલ તી ઉચલી લેહેસ, અન જી તુ નીહી પીરનેલ તી તુ કાપહસ.’ 22તેની તેલા સાંગા, ‘હે મુરખ, તુના ટોંડ જ તુલા ગુનેગાર ઠરવહ, તુલા માહીત આહા કા મા કઠીન માનુસ આહાવ, જી મા નીહી રાખનેલ તી મા ઉચલાહા, અન જી મા નીહી પીરનેલ તી મા કાપાહા. 23ત તુની માના પયસા સાવકાર સાહલા કજ નીહી દીનાસ કા, મા યીની વ્યાજ હારી વસુલ કરતાવ?’ 24અન જે લોકા આગડ હતાત તેહાલા તેની સાંગા, તી મોહર તે પાસુન લીલે, અન જે પાસી દસ મોહર આહાત તેલા દી દે. 25તેહી તેલા સાંગા, ઓ માલીક, તે પાસી દસ મોહર ત આહાત.” 26“મા તુમાલા સાંગાહા, જેલા સમજુલા ઈચ્છા આહા, દેવ તેલા વદારે ગેન દીલ, અન જેને પાસી સમજુલા ઈચ્છા નીહી આહા કા મા કાય સીકાહા, તે પાસી જી કાહી પન ગેન આહા તી તેને પાસુન દેવ લી લીલ. 27પન માના જે દુશ્મન સાહલા જેહની મરજી ઈસી નીહી હતી કા મા તેહાવર રાજ કરા, અઠ લયા, અન માને પુડ તેહાલા મારી ટાકા.”
યરુસાલેમમા વિજય પ્રવેશ
(માથ. 21:1-11; માર્ક 11:1-11; યોહ. 12:12-19)
28યે ગોઠી સાંગીની તો યરુસાલેમ સાહાર સવ તેને ચેલાસે હારી પુડ પુડ જાવલા લાગના. 29જદવ ઈસુ જયતુન ડોંગરવર બેથફગે અન બેથાનિયા ગાવાસે આગડ જાયી પુરનાત, ત ઈસુની તેને દોન ચેલા સાહલા યી સાંગીની દવાડા. 30“પુડ આહા તે ગાવમા જા, અન તઠ જાતા જ તુમાલા એક બાંદેલ બારીક ગદડ મીળીલ તેવર કદી કોની બીસનેલ નીહી, તેલા સોડીની લી યે. 31જો તુમાલા કોની સોદીલ કા તેલા કાહા સોડતાહાસ, ત યી સાંગજાસ કા, પ્રભુલા તેની જરુર આહા.”
32જે દવાડલા, તેની તેહાલા સાંગેલ તીસા જ તેહાલા મીળના. 33જદવ તે બારીક ગદડલા સોડ હતાત ત તેને માલીકસી તેહાલા સોદુલા લાગનાત, “યે બારીક ગદડલા કાહા સોડતાહાસ?” 34તેહી તેલા સાંગા, “પ્રભુલા તેની જરુર આહા.” 35તે તેલા ઈસુ પાસી લી આનાત અન તેહના કપડા તે બારીક ગદડવર આથરી દીનાત અન ઈસુ તેવર બીસના. 36જદવ તો જા હતા, તદવ તે મારોગવર તેહના કપડા આથરત જા હતાત. 37જદવ તો યરુસાલેમ સાહારને આગડ તે જાગાવર આના જઠ મારોગ જયતુન ડોંગરને ઉતરતી પાસુન ખાલ જાહા, તાહા ચેલાસી અખી મંડળી તેના અખા ચમત્કારના કામાસે કારને જે તેહી હેરલા, તે સાટી આનંદમા યીની મોઠ મોઠલેન આરડીની દેવની સ્તુતિ કરુલા લાગનાત, 38“ધન્ય આહા તો રાજા, જો પ્રભુને નાવમા યેહે, સરગમા શાંતિ અન આકાશમા મહિમા હુય.” 39તાહા ભીડમા થોડાક ફરોસી લોકા તેલા સાંગુલા લાગનાત, “ઓ ગુરુજી, તુને ચેલા સાહલા ધમકવ કા તે ઉગા જ રહત.” 40ઈસુની જવાબ દીદા, “મા તુમાલા સાંગાહા, જો તે ઉગા જ રહતીલ, તાહા માની મહિમા કરુલા સાટી દગડા આરડુલા લાગતીલ.”
યરુસાલેમ સાટી રડના
41જદવ ઈસુ યરુસાલેમ સાહારને આગડ આના તદવ તો તેલા હેરીની તેને સાટી રડના. 42અન સાંગના, “કાય યી ભલા હુયતા કા તુ, હા તુ જ યે દિસમા યે ગોઠી સાહલા જાનતાસ જી તુલા દેવને શાંતિ સવ લી જાયીલ પન આતા તે તુને નદર પાસુન દપી ગયેહેત. 43કાહાકા ઈસા દિસ તુનેવર યેતીલ કા તુના દુશ્મન તુલા કોંડવી લીની તુને ઈરુદ મોરચા કાડતીલ, અન તુને ચારી ચંબુતહુન તુલા દાબતીલ. 44તુના દુશ્મન તુલા અખે રીતે નાશ કરી ટાકતીલ, અન તુને અખે લોકા સાહલા મારી ટાકતીલ, અન તુમનેમા ઘરાસા એકપન દગડવર દુસરા દગડ નીહી રહુ દેનાર; કાહાકા તુની તો સમય જદવ તુનેવર કૃપા કરી તી નીહી વળખસી.”
મંદિરની સફાઈ
(માથ. 21:12-17; માર્ક 11:15-19; યોહ. 2:13-22)
45તાહા ઈસુ મંદિરમા જાયીની ઈકવાવાળા સાહલા બાહેર કાહડુલા લાગના. 46અન તો તેહાલા સાંગના, “લીખેલ આહા, ‘માના ઘર પ્રાર્થનાના ઘર હુયીલ,’ પન તુમી તેલા ડાકુસા કાપર બનવી ટાકનાહાસ.” 47અન તો રોજના મંદિરમા પરચાર કર હતા, અન મોઠલા યાજક અન સાસતરી લોકા અન દુસરે લોકાસા આગેવાન તેલા મારી ટાકુલા તક ગવસ હતાત. 48પન કાહી બી તક તેહાલા નીહી ગવસાયના કા તી કને રીતે કરુ, કાહાકા પકા લોકા એક મનના હુયીની તેના આયક હતાત.

Currently Selected:

લુક 19: DHNNT

Qaqambisa

Share

Copy

None

Ufuna ukuba iimbalasane zakho zigcinwe kuzo zonke izixhobo zakho? Bhalisela okanye ngena