યોહાન 9

9
જલમ થી આંદળા નેં ભાળતો કરવો
1ફેંર ઝર ઇસુ પુંતાનં સેંલંનેં હાતેં જાએં રિયો હેંતો, તર એક માણસ નેં ભાળ્યો, ઝી જલમ થી આંદળો હેંતો. 2ઇસુ ન સેંલંવેં હેંનેં પૂસ્યુ, “હે ગરુ, કેંનેં પાપ કર્યો હેંતો કે ઇયો માણસ આંદળો જલમ્યો, એંને માણસેં કે એંનં આઈ-બએં?” 3ઇસુવેં જવાબ આલ્યો, “નેં તે એંને પાપ કર્યો હેંતો, અનેં નહેં એંનં આઈ-બએં, પુંણ આ એંતરે હારુ આંદળો જલમ્યો, કે એંનેં મ પરમેશ્વર ન કામં ભળાએ.” 4ઝર તક દાડો હે, આપડે મનેં મુંકલવા વાળા ના કામ મ લાગેં રેંવું જરુરી હે. કેંમકે રાત થાવા કરે હે, અનેં ઝેંનેં મ કુઇ મનખ કામ નહેં કરેં સક્તું. 5ઝર તક હૂં દુન્ય મ હે, તર તક હૂં દુન્ય નું ઇજવાળું હે. 6એંમ કેં નેં, ઇસુવેં જમીન ઇપેર થુંક્યો, અનેં હેંના થુંક થી ગાર પલાળી, અનેં વેયે ગાર હેંના આંદળા ની આંખ ઇપેર લગાડેંનેં હેંનેં કેંદું, 7“જા અનેં પુંતાનું મોડું, શિલોહ ની કુંડ મ ધુંએં લે.” શિલોહ નું અરથ હે મુંકલેલો. હેંને જાએંનેં મોડું ધુયુ, અનેં વેયો ભાળતો થાએંનેં પાસો આયો. 8તર હેંનં પાડુસી અનેં બીજં મનખં ઝેંનવેં હેંનેં પેલ ભીખ માંગતં ભાળ્યો હેંતો, એક બીજા નેં કેંવા લાગ્ય, “હું આ વેયોસ નહેં, ઝી બેંહેંનેં ભીખ માંગેં કરતો હેંતો?” 9અમુક મનખંવેં કેંદું, “હાઓ, ઇયોસ હે.” અનેં અમુક બીજંવેં કેંદું, “ઇયો નહેં પુંણ હેંનેં જુંગ ભળાએ હે,” તર હેંને માણસેં પુંતે કેંદું, “વેયો હૂંસ હે.” 10તર વેય મનખં હેંનેં પૂસવા મંડ્ય, “તું કેંકેંમ ભાળવા મંડ્યો.” 11હેંને જવાબ આલ્યો, “ઇસુ નામ ને એક માણસેં ગાર પલાળેંનેં મારી આંખં મ લગાડેંનેં, મનેં કેંદું, જા અનેં પુંતાનું મોડું, શિલોહ ની કુંડ મ ધુંએં લે, તે મેંહ હીની કુંડ મ જાએંનેં મોડું ધુયુ, અનેં હૂં ભાળવા મંડ્યો.” 12હેંનવેં હેંનેં ફેંર પૂસ્યુ, “વેયો માણસ કાં હે?” હેંને કેંદું, “મનેં નહેં ખબર.”
સંગાઈ ના બારા મ પૂસ-તાસ
13-14ઝેંને દાડે ઇસુવેં થુંક થી ગાર પલાળી અનેં એક આંદળા માણસ નેં ભાળતો કર્યો, વેયો આરમ નો દાડો હેંતો, એંતરે હારુ વેય મનખં હેંના માણસ નેં ફરિસી ટુંળા ન મનખં કનેં લેંજ્ય. 15ફરિસી ટુંળા ન મનખંવેં હુંદું, હેંના માણસ નેં પૂસ્યુ, કે “તું કેંકેંમ ભાળવા મંડ્યો?” હેંને હેંનનેં કેંદું, “ઇસુ નામ ને એક માણસેં મારી આંખ મ ગાર સુંપડી, અનેં હેંના કેંવા ને પરમણે મેંહ મારું મોડું ધુંએં લેંદું, અનેં હાવુ હૂં ભાળું હે.” 16હીની વાત હામળેંનેં અમુક ફરિસી ટુંળા ન મનખં કેંવા મંડ્ય, “વેયો માણસ પરમેશ્વર નો મુંકલેંલો નહેં, કેંમકે વેયો આરમ ના દાડા નેં નહેં માનતો.” અમુક બીજં મનખંવેં કેંદું, “કુઇ પાપી મનખ એંવા સમત્કાર નહેં કરેં સક્તું.” ઇની વાત નેં લેંનેં હેંનં મ ફૂટ પડેં ગઈ. 17હેંનવેં હેંના માણસ નેં ફેંર પૂસ્યુ, “ઝેંને માણસેં તનેં ભાળતો કર્યો હે, હેંના બારા મ તું હું કે હે?” હેંનેં કેંદું, “વેયો ભવિષ્યવક્તા હે.”
18પુંણ યહૂદી મનખં ન અગુવએં, ઝી પેલ આંદળો હેંતો, હેંના માણસ ન આઈ-બા નેં બુંલાવેંનેં પૂસ્યુ નહેં, તર તક હેંનેં ઇપેર વિશ્વાસ નેં કર્યો. 19હેંનવેં હેંના માણસ ન આઈ-બા નેં પૂસ્યુ, “હું ઇયો તમારો સુંરો હે, ઝેંના બારા મ તમું કો હે, કે વેયો જલમ થી આંદળો હેંતો? તે હાવુ ઇયો કેંકેંમ ભાળવા લાગ્યો હે?” 20હેંનવેં જવાબ આલ્યો, “ઇયો હમારો સુંરો હે, અનેં જલમ થી આંદળો હેંતો, હમું જાણન્યે હે. 21પુંણ હાવુ ઇયો કેંકેંમ ભાળવા લાગ્યો હે, હમનેં ઇયે ખબર નહેં, હમું ઇયુ હુંદું નહેં જાણતં કે હમારા સુંરા નેં કેંનેં ભાળતો કર્યો હે. ઇયો તે ઘણો મુંટો હે પુંતે જવાબ આલેં સકે હે, તમું હેંનેંસ પૂસેં લો.” 22હેંનં આઈ-બએં એંમ એંતરે હારુ કેંદું કે વેય યહૂદી મનખં ન અગુવં થી સમક્તં હેંતં, કેંમકે હેંનવેં નકી કર લેંદું હેંતું કે, અગર કુઇ વિશ્વાસ કર લે કે ઇસુસ મસીહ હે, તે હેંનેં ગિરજા મહું કાડવા મ આવે. 23હેંને લેંદે હેંનં આઈ-બએં કેંદું, કે ઇયો ઘણો મુંટો હે અનેં પુંતે જવાબ આલેં સકે હે, તમું હેંનેંસ પૂસેં લો, વેયો પુંતે કેંહે.
24તર યહૂદી મનખં ન અગુવએં હેંના માણસ નેં ઝી પેલ આંદળો હેંતો, બીજી વાર બુંલાવેંનેં હેંનેં કેંદું, “પરમેશ્વર નેં હામેં હાસું બુંલ, કેંમકે હમું તે જાણન્યે હે કે વેયો માણસ પાપી હે.” 25હેંનેં જવાબ આલ્યો, “હૂં નહેં જાણતો કે વેયો માણસ પાપી હે કે નહેં, પુંણ હૂં એંતરું જાણું હે કે પેલ હૂં આંદળો હેંતો અનેં હાવુ ભાળું હે.” 26હેંનવેં હેંનેં ફેંર પૂસ્યુ, “હેંને તારી હાતેં હું કર્યુ? અનેં તનેં કેંકેંમ ભાળતો કર્યો.” 27હેંને જવાબ આલ્યો, “હૂં તે તમનેં કેં સુક્યો હે, પુંણ તમવેં તે હામળ્યુસ નહેં, હાવુ બીજી વાર હુંકા હામળવા માંગો હે? હું તમું હુંદા હેંના સેંલા બણવા માંગો હે?” 28તર વેયા હેંનો ઠઠ્ઠો કરેંનેં કેંવા મંડ્યા, “તુંસ હેંનો સેંલો વેંહે, હમું તે મૂસા ના સેંલા હે. 29હમું જાણન્યે હે કે પરમેશ્વરેં મૂસા હાતેં વાતેં કરજ્યી હીતી, પુંણ એંના માણસ નેં નહેં જાણતા કે વેયો કાંહો આયો હે.” 30હેંને માણસેં જવાબ આલ્યો, “આ તે નવાઈ ની વાત હે, કે હેંને મનેં ભાળતો કર્યો હે, અનેં તમું ઇયુ હુંદું નહેં જાણતા કે વેયો કાંહો આયો હે. 31આપું જાણન્યે હે કે પરમેશ્વર પાપી મનખં નું નહેં હામળતો, પુંણ ઝી કુઇ પરમેશ્વર નું ભગત વેહ, અનેં હીની મરજી પરમણે કરતું વેહ, તે વેયો હેંનું હામળે હે. 32દુન્ય બણવા ની સરુવાત થી એંવું કેંરં યે હામળવા મ નહેં આયુ, કે કેંનેંકેં યે જલમ થી આંદળા મનખ નેં ભાળતું કર્યુ વેહ. 33અગર આ માણસ પરમેશ્વર ની તરફ થી નેં આયો વેહ, તે કઇસ નહેં કરેં સક્તો.” 34હેંનવેં હેંના માણસ નેં કેંદું, “તું તે પૂરી રિતી પાપ મ જલમ્યો હે, અનેં તું હમનેં હિકાડે હે?” અનેં હેંનવેં હેંના માણસ નેં ગિરજા મહો બારતં કાડ દેંદો.
આત્મિક આંદળાપણું
35ઇસુવેં હામળ્યુ કે હેંના માણસ નેં ગિરજા મહો બારતં કાડ દેંદો હે, એંતરે હારુ ઝર ઇસુ હેંના માણસ નેં મળ્યો, તે હેંનેં પૂસ્યુ, “હું તું પરમેશ્વર ના બેંટા ઇપેર વિશ્વાસ કરે હે?” 36હેંને જવાબ આલ્યો, “હે સાએંબ, મનેં વતાડ કે ઇયો પરમેશ્વર નો બેંટો કુંણ હે? એંતરે કે હૂં હેંનેં ઇપેર વિશ્વાસ કરેં સકું.” 37ઇસુવેં હેંનેં કેંદું, “તેં હેંનેં ભાળ્યો હુંદો હે, અનેં ઝી તારી હાતેં વાતેં કરેં રિયો હે, વેયોસ પરમેશ્વર નો બેંટો હે.” 38હેંને માણસેં એંમ કેંતે જાએંનેં, ઇસુ નેં પોગેં લાગ્યો “હે પ્રભુ, હૂં તારી ઇપેર વિશ્વાસ કરું હે.” 39તર ઇસુવેં કેંદું, હૂં ઇની દુન્ય મ નિયા કરવા આયો હે, એંતરે કે આંદળં મનખં ભાળવા લાગે, અનેં ઝી ભાળે હે, વેય આંદળં થાએં જાએ. 40ફરિસી ટુંળા ન અમુક મનખં ઝી ઇસુ નેં હાતેં હેંતં, હેંનવેં ઇયે વાતેં હામળેંનેં હેંનેં પૂસ્યુ, “તારું કેંવાનું મતલબ હું હે, કે હમું હુંદં આંદળં હે?” 41ઇસુવેં હેંનનેં કેંદું, “અગર તમું આંદળં હેંતં, તે પાપી નેં ઠરતં, પુંણ તમું કો હે કે હમું ભાળજ્યે હે, એંતરે હારુ તમનેં માફ કરવા મ નેં આવે.”

Obecnie wybrane:

યોહાન 9: GASNT

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj