યોહાન 8

8
સિનાળવું કરવા વાળી બજ્યેર નેં માફ કરવું
1પુંણ ઇસુ જેતૂન ડુંગોર ઇપેર જ્યો. 2અનેં વેયો બીજે દાડે હવેંર મ ફેંર મંદિર ના આંગણા મ જ્યો, અનેં ઘણં બદં મનખં હેંનેં કન આય, અનેં વેયો બેંહેંનેં હેંનનેં ભાષણ આલવા મંડ્યો. 3તર મૂસા નું નિયમ હિકાડવા વાળા અનેં ફરિસી ટુંળા ન મનખં એક બજ્યેર નેં લેંનેં આય, ઝી સિનાળવું કરતં હવાએં ગઈ હીતી. અનેં હેંનેં બદ્દ મનખં નેં હામી ઇબી કર દીદી. 4અનેં ઇસુ નેં કેંદું, “હે ગરુ, ઇયે બજ્યેર સિનાળવું કરતં હવાએં ગઈ હે. 5મૂસા ના નિયમ મ મૂસે હમનેં ઇયે આજ્ઞા આલી હે કે ઇવી બજ્યેરં નેં પત્થરમારો કરેંનેં માર નાખવા મ આવે. તે તું હું કે હે, કે હમારે હું કરવું જુગે?” 6હેંનવેં ઇસુ નેં પારખવા હારુ ઇયે વાત પુસી, એંતરે કે હેંનેં દોષ લગાડવા હારુ કઇક વાત મળેં જાએ. પુંણ ઇસુ નમેંનેં અંગળી થી જમીન ઇપેર કઇક લખવા મંડ્યો. 7ઝર વેયા હેંનેં પૂસતા રિયા, તે હેંને ઇબે થાએંનેં હેંનનેં કેંદું, તમારી મનો ઝેંને બી કેંરં યે કઇ પાપ નેં કર્યો વેહ, વેયોસ એંનેં બદ્દ કરતં પેલ ભાઠો વાએ. 8અનેં ફેંર નમેંનેં જમીન ઇપેર અંગળી થી લખવા મંડ્યો. 9ઇયુ હામળેંનેં ઝી મનખં હીની બજ્યેર નેં લેંનેં વેંહાં આય હેંતં હેંનં મનં નાનં થી લેંનેં મુંટં તક એક-એક કરેંનેં બદ્દ જાતં રિય, એંમ જાણેંનેં કે વેય બદ્દ પાપી હે. વેંહાં ઇસુ એંખલો રેંજ્યો, અનેં વેયે બજ્યેર તાંસ હઝુ ઇબી હીતી. 10ઇસુવેં ઇબે થાએંનેં હેંનેં પૂસ્યુ, “હે બાઈ વેય બદ્દ મનખં કાં જાતં રિય? ઝી તનેં આં લેંનેં આય હેંતં, કેંમ કેંનેં યે તનેં સજ્યા નેં આલી?” 11હીની બજ્યેરેં જવાબ આલ્યો, “હે પ્રભુ, કઇને યે સજ્યા નેં આલી.” ઇસુવેં કેંદું, હૂં હુંદો તનેં સજ્યા નહેં આલતો, હાવુ ઘેર જાતી રે અનેં હાવુ થી પાપ નહેં કરતી વેહ.
ઇસુ દુન્ય નું ઇજવાળું
12તર ફેંર થી ઇસુવેં મનખં નેં કેંદું, “દુન્ય નું ઇજવાળું હૂં હે, ઝી કુઇ મારો સેંલો બણહે, વેયુ ઇન્દારા મ નેં સાલે, પુંણ વેયુ હેંના ઇજવાળા નેં મેંળવહે ઝી અમર જીવન આલે હે.” 13ફરિસી ટુંળા ન મનખંવેં હેંનેં કેંદું, “તારી વાતેં હાસી નહેં, કેંમકે તું ખાલી પુંતાની વાહ-વાહી કરે હે.” 14ઇસુવેં હેંનનેં કેંદું, “અગર હૂં મારી વાહ-વાહી પુંતે કરું હે, તે હુદી મારી વાતેં હાસી હે. કેંમકે હૂં જાણું હે કે હૂં કાંહો આયો હે, અનેં કાં જું હે?” પુંણ તમું નહેં જાણતં કે હૂં કાંહો આયો હે, અનેં કાં જું હે. 15તમું કેંનોક નિયા મનખં ના વિસાર પરમણે કરો હે. પુંણ હૂં કેંનો યે નિયા નહેં કરતો. 16અનેં અગર હૂં કેંનોક નિયા કરું હુંદો, તે વેયો નિયા સહી વેંહે, કેંમકે હૂં એંખલો નહેં, પુંણ હૂં બા નેં હાતેં હે, ઝેંને મનેં મુંકલ્યો હે. 17અનેં મૂસા ના નિયમ મ હુંદું લખેંલું હે કે બે જણં ની ગવાહી હાસી ગણાએ હે. 18એક તે હૂં પુંતે મારા બારા મ ગવાહી આલું હે, અનેં બીજો મારો બા, મારા બારા મ ગવાહી આલે હે ઝેંને મનેં મુંકલ્યો હે. 19હેંનવેં ઇસુ નેં પૂસ્યુ, “તારો બા કાં હે?” હેંને જવાબ આલ્યો, “નહેં તે તમું મનેં જાણતં, અનેં નહેં મારા બા નેં જાણતં, અગર તમું મનેં જાણતં, તે મારા બા નેં હુંદં જાણતં.” 20ઇયે બદ્દી વાતેં હેંને મંદિર મ દાન પીટજ્ય નેં હામેં ભાષણ આલતે જાએંનેં કીદી, અનેં કઇને યે હેંનેં નેં હાદો, કેંમકે હેંનો મરવા નો ટાએંમ હઝુ તક નેં આયો હેંતો.
પુંતાના બારા મ ઇસુ વાત કરે હે
21ઇસુવેં ફેંર હેંનનેં કેંદું, “હૂં જાએં રિયો હે. અનેં તમું મનેં જુંવહો, પુંણ તમું પુંતાના પાપ માફ થાયા વગર મરેં જહો. કેંમકે ઝાં હૂં જાએં રિયો હે, તાં તમું નહેં આવેં સક્તં” 22તર યહૂદી મનખં ન અગુવએં કેંદું, “હું ઇયો ખેંતોક આપઘાત તે નેં કર લે? કેંમકે ઇયો કેં રિયો હે, ઝાં હૂં જાએં રિયો હે, તાં તમું નહેં આવેં સક્તં.” 23ઇસુવેં હેંનનેં કેંદું, “તમેં ઇની ધરતી ઇપેર જલમ લેંદું હે, પુંણ હૂં હરગ થી આયો હે. તમું ઇની દુન્ય ન હે, પુંણ હૂં ઇની દુન્ય નો નહેં.” 24એંતરે હારુ મેંહ તમનેં કેંદું કે તમું તમારા પાપ માફ થાયા વગર મરેં જહો, અગર તમું મારી ઇપેર વિશ્વાસ નેં કરો, કે આ વેયોસ હે ઝી આવવા નો હેંતો, તે તમું તમારા પાપ માફ થાયા વગર મરેં જહો. 25તર યહૂદી મનખં ન અગુવએં હેંનેં પૂસ્યુ, “તું કુંણ હે?” ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “ઝર થી મેંહ ભાષણ આલવું સલુ કર્યુ હે, તર થી તમનેં કેંતો આયો હે કે હૂં કુંણ હે.” 26તમારો ફેસલો કરવા હારુ મારે, તમારા બારા મ ઘણું કઇ કેંવું હે, પુંણ મનેં મુંકલવા વાળો હાસો હે, અનેં ઝી કઇ મેંહ હેંનેં કન થી હામળ્યુ હે, વેયુસ દુન્ય ન મનખં નેં કું હે. 27વેય નેં હમજ્ય કે વેયો હેંનનેં, બા ના બારા મ કેં રિયો હેંતો. 28તર ઇસુવેં કેંદું, ઝર તમું મન માણસ ના બેંટા નેં ક્રૂસ ઇપેર સડાવહો, તર તમું જાણહો કે હૂં વેયોસ હે, અનેં આ હુંદું કે હૂં પુંતે કઇસ નહેં કેંતો, પુંણ હૂં વેયુસ કું હે ઝી મારે બએં મન હિકાડ્યુ હે. 29અનેં મનેં મુંકલવા વાળો મારી હાતેં હે, હેંને મનેં એંખલો નહેં મેંલ્યો, કેંમકે હૂં હમેશા વેયુસ કરું હે, ઝેંનેં થી વેયો ખુશ થાએ હે. 30ઘણં બદં મનખંવેં, ઇસુ નેં ઇયે વાતેં કેંતં હામળ્યુ, તે હેંનેં ઇપેર વિશ્વાસ કર્યો.
હાસ તમનેં સુટં કરહે
31તર ઇસુવેં હેંનં યહૂદી મનખં નેં, ઝેંનવેં હેંનેં ઇપેર વિશ્વાસ કર્યો હેંતો, હેંનનેં કેંદું, અગર તમું વસન મ મજબૂત રેંહો, તે ખરેખર મારા હાસા સેંલા કેંવાહો. 32અનેં તમું હાસ નેં જાણહો, અનેં હાસ તમનેં સુટં કરહે. 33હેંનવેં હેંનેં કેંદું, હમું તે ઇબ્રાહેંમ ની પીઢી ન હે, અનેં કેંરં યે કેંના ગુલામી મ નહેં રિય, ફેંર તું કેંકેંમ કે હે કે તમું સુટં થાએં જહો.
34ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “હૂં તમનેં હાસું-હાસું કું હે કે ઝી કુઇ મનખ પાપ કરે હે, વેયુ પાપ ની ગુલામી મ હે. 35નોકર દાડુ ઘેર મ નહેં રેંતો, પુંણ બેંટો દાડુ ઘેર મ રે હે. 36એંતરે હારુ અગર પરમેશ્વર નો બેંટો તમનેં સુટં કરહે, તે ખરેખર તમું સુટં થાએં જહો. 37હૂં જાણું હે કે તમું ઇબ્રાહેંમ ની પીઢી ન હે. તે હુંદં તમું મનેં માર દડવા ની કોશિશ મ રો હે, કેંમકે તમવેં મારા વસન નેં તમાર મન મ ગરહણ નહેં કર્યુ. 38હૂં વેયુસ કું હે, ઝી મારા બા કન ભાળ્યુ હે, અનેં તમું હુંદં ઝી તમારા બા કન થી હામળ્યુ હે, વેયુસ કરો હે.”
39હેંનવેં જવાબ આલ્યો, “હમારો બાપ-દાદો તે ઇબ્રાહેંમ હે.” ઇસુવેં હેંનનેં કેંદું, “અગર તમું ઇબ્રાહેંમ ની પીઢી ન હેંતં, તે ઝી ઇબ્રાહેંમ કરતો હેંતો, હેંનેં જુંગેંસ કામ કરતં. 40પુંણ હાવુ તમું મનેં માર દડવા માંગો હે, કેંમકે મેંહ તમનેં વેયુ હાસું વસન વતાડ્યુ હે, ઝી મેંહ પરમેશ્વર કન થી હામળ્યુ હે. એંવું તે ઇબ્રાહેંમેં નેં કર્યુ હેંતું, તમું તમારા બા જુંગ કામ કરો હે.” 41હેંનવેં હેંનેં કેંદું, “હમું સિનાળવું કરવા થી નહેં જલમ્ય. હમારો ખાલી એકેંસ બા હે, અનેં વેયો પરમેશ્વર હે.” 42ઇસુવેં હેંનનેં કેંદું, “અગર પરમેશ્વર તમારો બા હેંતો, તે તમું મારી હાતેં પ્રેમ કરતં, કેંમકે હૂં પરમેશ્વર ની તરફ થી આયો હે. હૂં પુંતે નહેં આયો પુંણ હેંનેસ મનેં મુંકલ્યો હે. 43તમું મારી વાતેં ઝી હૂં કું હે, કેંમ નહેં હમજતં? એંતરે હારુ કે તમું મારું વસન ગરહણ નહેં કરતં. 44તમારો બા તે શેતાન હે, અનેં તમું તમારા બા ની લાલસ પૂરી કરવા માંગો હે. વેયો તે સરુવાત થી હત્યારો હે. અનેં વેયો હાસ મ ટકેં નહેં રેંતો, કેંમકે હેંનેં મ હાસ હેસ નહેં. વેયો ઝૂઠ બુંલે હે, તે પુંતાના સોભાવ પરમણે બુંલે હે, કેંમકે વેયો ઝૂઠો હે અનેં ઝૂઠ નો બા હે. 45પુંણ હૂં હાસું બુંલું હે એંતરે હારુ તમું મારી ઇપેર વિશ્વાસ નહેં કરતં. 46તમં મનું કુંણ મનેં પાપ કરવા નો દોષ લગાડેં સકે હે? તે ઝર હૂં હાસું બુંલું હે, તર તમું મારો વિશ્વાસ હુંકા નહેં કરતં. 47ઝી પરમેશ્વર નું હે, વેયુ પરમેશ્વર ની વાતેં હામળે હે. તમું પરમેશ્વર ની વાતેં નહેં હામળતં, કેંમકે તમું હેંનં નહેં.”
ઇસુ અનેં ઇબ્રાહેંમ
48ઇયુ હામળેંનેં યહૂદી મનખં ન અગુવએં હેંનેં કેંદું, “હમું હાસું કેંજ્યે હે, કે તું સામરિયા પરદેશ નો રેંવાસી હે, અનેં તારી મ ભૂત હે.” 49ઇસુવેં જવાબ આલ્યો, “મારી મ ભૂત નહેં, પુંણ હૂં મારા બા નેં માન આલું હે. પુંણ તમું મારું અપમાન કરો હે. 50હૂં મારું માન કરાવા નહેં સાહતો, પુંણ એક હે ઝી સાહે હે, કે મારું માન કરે, અનેં વેયો, વેયોસ હે ઝી બદ્દ મનખં નો નિયા હુંદો કરે હે. 51હૂં તમનેં હાસું-હાસું કું હે, કે અગર કુઇ મનખ મારા વસન ને પરમણે સાલહે, તે હેંનું મોત કેંરં યે નેં થાએ.” 52ઇયુ હામળેંનેં યહૂદી મનખં ન અગુવએં હેંનેં કેંદું, “હાવુ હમનેં પાક્કો વિસ્શ્વાસ થાએંજ્યો હે કે તારી મ ભૂત હે. કેંમકે ઇબ્રાહેંમ અનેં ભવિષ્યવક્તા હુંદા મરેંજ્યા, અનેં તું કે હે, કે અગર કુઇ મનખ મારા વસન ને પરમણે સાલહે, તે હેંનું મોત કેંરં યે નેં થાએ. 53હું તું હમારા બાપ-દાદા ઇબ્રાહેંમ કરતં હુંદો મુંટો હે? વેયો તે મરેંજ્યો હે, અનેં ભવિષ્યવક્તા હુંદા મરેંજ્યા હે. તું પુંતાનેં હું હમજે હે?” 54ઇસુવેં જવાબ આલ્યો, “અગર હૂં પુંતેસ મારી વાહ-વાહી કરું, તે મારી વાહ-વાહી નો કઇસ મતલબ નહેં, પુંણ ઝી મારી વાહ-વાહી કરે હે, વેયો મારો બા હે, અનેં તમું હેંનેં કો હે કે વેયો હમારો પરમેશ્વર હે. 55તમું તે હેંનેં નહેં જાણતં, પુંણ હૂં હેંનેં જાણું હે. અનેં અગર હૂં કું કે હેંનેં નહેં જાણતો, તે હૂં હુંદો તમારી જુંગ ઝૂઠો ગણાએં. પુંણ હૂં હેંનેં જાણું હે, અનેં હેંના વસન પરમણે સાલુ હુંદો હે. 56તમારો બાપ-દાદો ઇબ્રાહેંમ, મનેં આવવા ના ટાએંમ નેં ભાળવા ની અસ્યા થી ઘણો હુંહેંલો હેંતો. વેયો ટાએંમ હેંને ભાળ્યો અનેં ખુશ થાયો.” 57યહૂદી મનખં ન અગુવએં હેંનેં કેંદું, “હમણં તે તું પસા વર નો હુંદો નહેં, તે તેં ઇબ્રાહેંમ નેં કેંકેંમ ભાળ્યો?” 58ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં તમનેં હાસું-હાસું કું હે, કે ઇબ્રાહેંમ નું જલમ થાવા થી પેલ હૂં હે.” 59તર હેંનવેં ઇસુ નેં મારવા હારુ ભાઠા લેંદા, પુંણ વેયો હતાએંનેં મંદિર મહો જાતોરિયો.

Obecnie wybrane:

યોહાન 8: GASNT

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj