યોહાન 10

10
ગુંવાળ અનેં ઘેંઠં નો દાખલો
1હૂં તમનેં હાસું-હાસું કું હે, કે ઝી કુઇ બાએંણે થાએંનેં ઘેંઠં ના વાડા મ નહેં ભરાતું, પુંણ બીજી મેર થી સડેંનેં આવે હે, વેયુ સુંર અનેં ડાકુ હે. 2પુંણ ઘેંઠં નો ગુંવાળ બાએંણે થાએંનેં મએં આવે હે. 3અનેં હેંનેં હારુ સોકીદાર બાએંણું ખોલ દે હે, અનેં ઘેંઠં હેંનો અવાજ વળખે હે, અનેં વેયો પુંતાનં ઘેંઠં નેં નામ લેંનેં બુંલાવે હે, અનેં હેંનનેં બારતં લેં જાએ હે. 4અનેં પુંતાનં બદ્દ ઘેંઠં નેં બારતં કાડેં લેંવા પસી, ગુંવાળ ઘેંઠં નેં અગ્યેડ-અગ્યેડ સાલે હે, અનેં ઘેંઠં હેંનેં વાહે-વાહે આવે હે, કેંમકે વેય હેંનો અવાજ વળખે હે. 5વેય કઇનાક અજણ્યા નેં વાહે નેં જાએ, પુંણ હેંના કન થી સિટી નાહહે, કેંમકે વેય અજણ્યા ની અવાજ નહેં વળખતં. 6ઇસુવેં મનખં નેં ઇયો દાખલો વતાડ્યો, પુંણ વેય નેં હમજ્ય, કે હેંનું કેંવાનું હું અરથ હેંતું.
ઇસુ તાજો ગુંવાળ
7તર ઇસુવેં હેંનનેં ફેંર કેંદું, “હૂં તમનેં હાસું-હાસું કું હે, કે ઘેંઠં નું બાએંણું હૂં હે.” 8ઝેંતરા માર કરતં પેલ આયા, વેયા બદ્દા સુંર અનેં ડાકુ હે, પુંણ મારં ઘેંઠંવેં હેંનની અવાજ નહેં હામળી. 9બાએંણું હૂં હે, મારી દુવારા મએં આવવા વાળં નું પરમેશ્વર તારણ કરહે. અનેં વેય મએં-બારતં આવ-જાવ કરહે, અનેં ખાવા હારુ ખાવાનું મેંળવહે. 10સુંર ખાલી સુરી કરવા, માર દડવા અનેં નાશ કરવા આવે હે. હૂં એંતરે હારુ આયો કે વેય જીવન મેંળવે અનેં ભરપૂર જીવન મેંળવે. 11તાજો ગુંવાળ હૂં હે. તાજો ગુંવાળ પુંતાનં ઘેંઠં હારુ પુંતાનો જીવ આલે હે. 12પગાર ઇપેર રાખેંલું મનખં, ઘેંઠં નો માલિક નહેં, એંતરે હારુ હિયાળજ્ય નેં આવતં ભાળેંનેં, ઘેંઠં નેં મેંલેંનેં નાહેં જાહે, અનેં હિયાળજ્યો ઘેંઠં ના ટુંળા હારુ દોડેંનેં, હેંનનેં તિતર-બિતર કર દડહે. 13વેયો એંતરે હારુ નાહેં જાએ હે કે વેયો મજૂર હે, અનેં હેંનેં ઘેંઠં ની સિન્તા નહેં. 14-15તાજો ગુંવાળ હૂં હે. ઝીવી રિતી મારો બા મનેં જાણે હે અનેં હૂં બા નેં જાણું હે, હીવીસ રિતી હૂં મારં ઘેંઠં નેં જાણું હે અનેં મારં ઘેંઠં મનેં જાણે હે. અનેં હૂં મારં ઘેંઠં હારુ મારો જીવ આલું હે. 16મારં બીજં હુંદં ઘેંઠં ઝી મારા એંના વાડા ન નહેં, મારે હેંનનેં હુંદં લાવવં જરુરી હે, વેય મારી અવાજ હામળેંનેં વળખહે. તર એકેંસ ટુંળો થાહે, અનેં એકેંસ ગુંવાળ બણહે. 17બા મારી હાતેં એંતરે હારુ પ્રેમ કરે હે, કે હૂં મારો જીવ આલું હે કે હેંનેં પાસો મેંળવું. 18કુઇ યે મારો જીવ મારી કન થી ઉદાળેં નહેં સક્તું, પુંણ હૂં મારી મરજી થી હેંનેં આલું હે. મનેં હેંનેં આલવા નો અધિકાર હે, અનેં ફેંર પાસો લેં લેંવાનો હુંદો અધિકાર હે. કેંમકે આ વેયેસ આજ્ઞા હે ઝી મનેં મારા બા કન થી મળી હે.
19ઇની બદ્દી વાતં ને લેંદે યહૂદી મનખં મ પાસી ફૂટ પડી. 20હેંનં મનં ઘણં બદં કેંવા લાગ્ય, “હેંના મ ભૂત હે, અનેં વેયો ગાન્ડો હે, હીની વાત નહેં હામળો.” 21અમુક બીજં મનખંવેં કેંદું, “ઝેંનેં મ ભૂત વેહ, વેયો માણસ ઇવી વાતેં નહેં કરેં સક્તો, અનેં એક ભૂત કેંરં યે આંદળા મનખ નેં ભાળતો નહેં કરેં સક્તો.”
યહૂદી મનખં નો અવિશ્વાસ
22હેંનં દાડં મ યરુશલેમ સેર મ મંદિર નેં બણાવા ની ઇયાદગિરી નો તેવાર હેંતો, વેયો હિયાળા નો ટાએંમ હેંતો. 23ઇસુ મંદિર મ સુલેમાન ના ઉંટલા મ ફરેં રિયો હેંતો. 24તર યહૂદી મનખં ન અગુવએં આવેંનેં હેંનેં ઘેર લેંદો, અનેં પૂસ્યુ, તું હમનેં કેંરં તક શંકા મ રાખહેં? અગર તું મસીહ હે, તે હમનેં સાફ-સાફ કેં દે. 25ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “મેંહ તે તમનેં કેં દેંદું, પુંણ તમું મારી ઇપેર વિશ્વાસ નહેં કરતા. ઝી કામ હૂં મારા બા ના અધિકાર થી કરું હે, વેયસ મારા બારા મ ગવાહી આલે હે. 26પુંણ તમું એંતરે હારુ વિશ્વાસ નહેં કરતા કે તમું મારં ઘેંઠં મના નહેં. 27મારં ઘેંઠં મારી અવાજ વળખે હે, અનેં હૂં હેંનનેં જાણું હે, અનેં વેય મારી વાહે-વાહે સાલે હે. 28અનેં હૂં હેંનનેં અમર જીવન આલું હે. વેય કેંરં નાશ નેં થાએ, અનેં હેંનનેં કુઇ બી મારી કન થી ઉદાળેં નહેં સક્તું. 29ઝેંનેં મારે બએં મનેં આલ્ય હે, વેયો બદ્દ કરતં મુંટો હે, અનેં કુઇ બી હેંનનેં બા કન થી ઉદાળેં નહેં સક્તું. 30હૂં અનેં બા એકેંસ હે.”
31યહૂદી મનખં ન અગુવએં, ઇસુ ઇપેર પત્થરમારો કરવા હારુ બીજી વાર ભાઠા લેંદા. 32હેંને લેંદે ઇસુવેં હેંનનેં કેંદું, “મેંહ મારા બા ની તરફ થી, તમારી હામેં ઘણં બદં તાજં કામં કર્ય હે, હેંનં મહં કઇના કામ હારુ તમું મારી ઇપેર પત્થરમારો કરો હે?” 33યહૂદી મનખં ન અગુવએં હેંનેં જવાબ આલ્યો, “કઇના યે તાજા કામ ને લેંદે હમું તારી ઇપેર પત્થરમારો નહેં કરતા, પુંણ એંતરે હારુ કે તું પરમેશ્વર ની નિંદા કરે હે, અનેં તું માણસ થાએંનેં પુંતે-પુંતાનેં પરમેશ્વર માને હે.” 34ઇસુવેં હેંનનેં પૂસ્યુ, “હું તમારા પવિત્ર શાસ્ત્ર મ નહેં લખેંલું, કે મેંહ કેંદું, તું ઈશ્વર હે? 35આપું જાણન્યે હે કે પવિત્ર શાસ્ત્ર ઝી કે હે વેયુ હાસું હે, ઝેંનેં પરમેશ્વર નું વસન આલવા મ આયુ, અગર પરમેશ્વરેં, હેંનેં ઈશ્વર કેંદું. 36તે ઝર હૂં એંમ કું હે, કે હૂં પરમેશ્વર નો બેંટો હે, તે મનેં હુંકા કો હે કે તું પરમેશ્વર ની નિંદા કરે હે. હૂં વેયોસ હે ઝેંનેં બએં, અલગ કરેંનેં દુન્ય મ મુંકલ્યો હે. 37અગર હૂં મારા બા નું કામ નહેં કરતો, તે તમું મારી ઇપેર વિશ્વાસ નહેં કરો. 38પુંણ અગર હૂં વેય કામં કરું હે, તે ભલે મારી ઇપેર વિશ્વાસ નેં કરો, પુંણ હેંનં કામં ઇપેર વિશ્વાસ કરો, અનેં તમું જાણો અનેં હમજો કે બા મારી મ રે હે, અનેં હૂં બા મ રું હે.” 39તર હેંનવેં ફેંર હેંનેં હાવા ની કોશિશ કરી, પુંણ વેયો હેંનં ન હાથં મહો બસેંનેં નકળેંજ્યો.
40ઇસુ યરદન નદી નેં પાર હીની જગ્યા, ઝાં યૂહન્ના બક્તિસ્મ આલેં કરતો હેંતો તાં પાસો જાતોરિયો, અનેં તાંસ રિયો. 41ઘણં બદં મનખં હેંનેં કન આવેંનેં કેંતં હેંતં, યૂહન્નાવેં તે કઇ સમત્કાર કરેંનેં નહેં ભળાયા, પુંણ ઝી કઇ યૂહન્નાવેં હેંના બારા મ કેંદું હેંતું, વેયુ બદ્દું હાસું નકળ્યુ. 42અનેં વેંહાં ઘણં મનખંવેં ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો.

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj