યોહાન 6

6
પાંસ હજાર મનખં નેં ખાવાનું ખવાડવું
(મત્તિ 13:13-27; મર. 6:30-44; લુક. 9:10-17)
1એંનેં પસી ઇસુ ગલીલ પરદેશ નો દરજ્યો, ઝી તિબિરિયાસ કેંવાએ હે, હેંને પેંલે પાર જ્યો. 2અનેં મનખં નો એક મુંટો ટુંળો હેંનેં વાહે જ્યો, કેંમકે મનખંવેં વેયા મુંટા સમત્કાર ભાળ્યા હેંતા, ઝી ઇસુ બેંમાર મનખં હારુ કરતો હેંતો. 3તર ઇસુ ડુંગોરેં થુંડેક ઇપેર સડેંનેં પુંતાનં સેંલંનેં હાતેં બેંહેંજ્યો. 4હેંના ટાએંમ મ યહૂદી મનખં નો ફસહ તેવાર નજીક હેંતો.
5તર ઇસુવેં નજર કરેંનેં મનખં નો એક મુંટો ટુંળો પુંતાનેં નજીક આવતં ભાળેંનેં ફિલિપ્પુસ નેં પૂસ્યુ, “આપું એંનં મનખં હારુ ખાવાનું વેંસાતું કાંહું લાવજ્યે?” 6હેંને આ વાત ફિલિપ્પુસ નેં પારખવા હારુ પુસી, કેંમકે ઇસુ પુંતે જાણતો હેંતો કે વેયો હું કરહે. 7ફિલિપ્પુસેં હેંનેં જવાબ આલ્યો, “બહેં દાડં ની મજૂરી ન પઇસં ની રુંટજ્યી હુદી એંનં બદ્દનેં પૂરી નેં થાએ કે દરેક નેં થુડી-થુડી મળેં સકે.” 8હેંનં સેંલં મના શમોન પતરસ ને ભાઈ અન્દ્રિયાસેં ઇસુ નેં કેંદું, 9“આં એક સુંરો હે, ઝેંનેં કન પાંસ રુંટજ્યી અનેં બે માસલજ્યી હે, પુંણ એંતરં બદ્દ મનખં હારુ નેં થાએ.” 10ઇસુવેં કેંદું, “મનખં નેં બેંહાડ દો” હીની જમીન ઇપેર ઘણું બદું ખોડ હેંતું, તર મનખં બેંહેં જ્ય, ઝેંનેં મ સુંરં અનેં બઈરં નેં સુંડેંનેં, લગ-બગ પાંસ હજાર માણસેંસ હેંતા. 11તર ઇસુવેં રુટજ્યી પુંતાનં હાથં મ લીદી, અનેં પરમેશ્વર નું ધનેવાદ કરેંનેં, મનખં મ વાટી. અનેં વેમેંસ માસલજ્યી હુદી, ઝેંતરું ખાવા સાહતં હેંતં એંતરું હેંનનેં આલ્યુ. 12ઝર બદ્દ મનખં ખાએંનેં ધાપેંજ્ય તે ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “વદેંલં બટકં ભેંગં કર લો, કે જરેં યે વગાડો નેં થાએ.” 13એંતરે હારુ હેંનવેં ભેંગં કર્ય, અનેં હીની પાંસ રુટજ્યી ન બટકં મહં ઝી ખાતં ઉગરેં જ્ય હેંતં, હેંનં બાર ટુંપલં ભરાએં જ્ય. 14તર આ સમત્કાર ઝી ઇસુવેં કર્યો હેંતો, હેંનેં ભાળેંનેં મનખં કેંવા લાગ્ય, “ઝી ભવિષ્યવક્તા ઇની દુન્ય મ આવવા નો હેંતો, વેયો ખરેખર ઇયોસ હે.”
15ઇસુ જાણેં જ્યો કે વેય મનખં આવેંનેં હેંનેં જબર-જસ્તી રાજા બણાવવા હારુ હાવા માંગે હે, એંતરે હારુ વેયો ફેંર ડુંગોર ઇપેર એંખલો જાતોર્યો.
ઇસુ નું પાણેં ઇપેર સાલવું
(મત્તિ 14:22-27; મર. 6:45-52)
16ફેંર ઝર હાંજ પડી, તે હેંના સેંલા દરજ્યા ની ધેડેં જ્યા, 17અનેં વેયા નાવ મ બેંહેંનેં દરજ્યા ને પેંલે પાર કફરનહૂમ ગામ મએં જાએં રિયા હેંતા, તર હેંના ટાએંમેં રાત પડેં ગઈ હીતી, અનેં ઇસુ હઝુ તક હેંનં કનેં આયો નેં હેંતો. 18જુંર ના વાએંરા ને લેંદે દરજ્યા મ ઝાભોળેં આવવા લાગી. 19ઝર વેયા લગ-ભગ પાંસ કે સો કિલોમીટર અગ્યેડ જાતારિયા, તર હેંનવેં ઇસુ નેં પાણેં ઇપેર સાલેંનેં નાવ નેં ટીકે આવતં ભાળ્યો, તર વેયા સમકેં જ્યા. 20પુંણ ઇસુવેં હેંનનેં કેંદું, “સમકો નહેં હૂં ઇસુ હે.” 21તર વેયા ઇયુ હામળેંનેં હેંનેં નાવ મ સડાવા હારુ તિયાર થાએંજ્યા, અનેં તરત વેયે નાવ હીની જગ્યા પોતેં ગઈ, ઝાં વેયા જાએં રિયા હેંતા.
મનખં ઇસુ નેં જુંવે હે
22બીજે દાડે, ઝી મનખં દરજ્યા ને પેંલે પાર રેં જ્ય હેંતં, હેંનનેં ખબર પડી કે વેંહાં ખાલી એકેંસ નાની નાવ હીતી, અનેં ઇસુ સેંલંનેં હાતેં નાવ મ નેં જ્યો હેંતો, પુંણ ખાલી હેંના સેંલા એંખલાસ પેંલે પાર જ્યા હેંતા. 23તર તિબિરિયાસ સેર થી બીજી નાવેં હીની જગ્યા આવજ્યી, ઝાં ઇસુવેં ધનેવાદ કરેંનેં મનખં નેં ખાવાનું ખવાડ્યુ હેંતું. 24ઝર મનખંવેં ભાળ્યુ, કે આં નહેં તે ઇસુ અનેં નહેં હેંના સેંલા, તે વેય મનખં હુંદં નાવં મ બેંહેંનેં, ઇસુ નેં જુંવા હારુ કફરનહૂમ ગામ પોતેં જ્ય.
ઇસુ જીવન ની રુટી
25દરજ્યા ને હેંને પાર ઝર ઇસુ હેંનનેં મળેંજ્યો, તર હેંનવેં હેંનેં પૂસ્યુ “હે ગરુ તું આં કેંરં આયો?” 26ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “હૂં તમનેં હાસું-હાસું કું હે, કે તમું મનેં એંતરે હારુ નહેં જુંવતં કે તમવેં મારા સમત્કાર ભાળ્યા હે, પુંણ એંતરે હારુ જુંવો હે, કે તમવેં ધાપેંનેં ખાવાનું ખાદું હે. 27નાશ થાવા વાળા, ખાવા ના હારુ મજૂરી નહેં કરો, પુંણ હેંના ખાવા ના હારુ મજૂરી કરો ઝી અમર જીવન તક રે હે, ઝી ખાવાનું હૂં માણસ નો બેંટો તમનેં આલેં. કેંમકે બા પરમેશ્વરેં મનેં એંવું કરવા નો અધિકાર આલ્યો હે.” 28હેંનવેં ઇસુ નેં પૂસ્યુ, “પરમેશ્વર ન કામં કરવા હારુ હમું હું કરજ્યે?” 29ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “પરમેશ્વર સાહે હે, કે તમું મારી ઇપેર વિશ્વાસ કરો, ઝેંનેં હેંને મુંકલ્યો હે.” 30તર હેંનવેં હેંનેં પૂસ્યુ, “ફેંર તું હમનેં એંવો કઇનો સમત્કાર વતાડેં સકે હે, કે ઝેંનેં ભાળેંનેં, તારી ઇપેર હમું વિશ્વાસ કરજ્યે? તું હું કરેં સકે હે?” 31હમારં બાપ-દાદંવેં ઉજોડ જગ્યા મ મન્ના ખાદું, ઝેંવું પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, મૂસે હેંનનેં ખાવા હારુ હરગ મહી રુટી આલી. 32ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં તમનેં હાસું-હાસું કું હે, કે મૂસે તમનેં વેયે રુટી હરગ મહી નેં આલી હીતી, પુંણ મારો બા તમનેં હરગ મહી વાસ્તવિક રુટી આલે હે.” 33કેંમકે ઝી રુટી હરગ મહી ઉતરેંનેં દુન્ય ન મનખં નેં જીવન આલે હે, વેયેસ પરમેશ્વર ની રુટી હે. 34તર હેંનવેં હેંનેં કેંદું, “હે માલિક, ઇયે રુટી રુંજ દાડુ હમનેં આલેં કર.”
35ઇસુવેં હેંનનેં કેંદું, “ઝી રુટી જીવન આલે હે વેયે હૂં હે. ઝી મારી કન આવહે, વેયુ કેંરં યે ભુખું નેં થાએં, અનેં ઝી મારી ઇપેર વિશ્વાસ કરહે વેયુ કેંરં યે તર્હ્યુ નેં થાએ. 36અનેં મેંહ તમનેં પેલ હુંદું કેંદું હેંતું, કે તમવેં મનેં ભાળ્યો હે, તે હુંદં મારી ઇપેર વિશ્વાસ નહેં કરતં. 37વેય બદ્દ મનખં ઝેંનનેં બએં મનેં આલ્ય હે, મારી કન આવહે, અનેં ઝી કુઇ મારી કન આવે હે, હેંનેં હૂં હમેશા મારી કન રાખેં. 38કેંમકે હૂં પુંતાની મરજી નહેં, પુંણ મનેં મુંકલવા વાળા પરમેશ્વર ની મરજી પૂરી કરવા હારુ હરગ થી આયો હે. 39અનેં મનેં મુંકલવા વાળા ની મરજી ઇયે હે, કે ઝેંનં મનખં નેં હેંને મનેં આલ્ય હે, હેંનં મહં હૂં એક ને યે નાશ નેં થાવા દું, પુંણ હેંનનેં નિયા ને દાડે મરેંલં મહં પાસં જીવાડ દું. 40અનેં મારા બા ની મરજી ઇયે હે, કે ઝી કુઇ મનેં ભાળેંનેં મારી ઇપેર વિશ્વાસ કરે હે, હેંનેં અમર જીવન મળહે, અનેં હૂં હેંનનેં નિયા ને દાડે મરેંલં મહં પાસં જીવાડ દેં.”
41ઇસુવેં કેંદું હેંતું, કે હરગ મહી આવેંલી રુટી હૂં હે, એંતરે હારુ યહૂદી મનખં હેંનેં ઇપેર એંમ કેં નેં ગંગણવા લાગ્ય, 42“હું આ યૂસુફ નો સુંરો ઇસુ નહેં, ઝેંનં આઈ-બા નેં હમું જાણન્યે હે? તે ફેંર વેયો એંમ હુંકા કે હે કે હૂં હરગ મહી આયો હે?” 43ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “એક બીજા મ નહેં ગંગંણો. 44કુઇ મારી કન નહેં આવેં સક્તું, ઝર તક મારો બા, ઝેંને મનેં મુંકલ્યો હે, નહેં લાવતો. સેંલ્લે દાડે હૂં હેંનનેં મરેંલં મહં પાસં જીવતં કર દેં.” 45ભવિષ્યવક્તં ની સોપડજ્ય મ એંમ લખેંલું હે, કે “વેય બદ્દ પરમેશ્વર ની તરફ થી શિક્ષણ મેંળવહે,” ઝી કુઇ મનખ બા પરમેશ્વર થી હામળેંનેં હિક્યુ હે, વેયુ મારી કન આવે હે. 46એંમ નહેં હમજો કે કેંનેંકેં બા નેં ભાળ્યો હે, ખાલી હેંનેસ હેંનેં ભાળ્યો હે, ઝી પરમેશ્વર ની તરફ થી આયો હે. 47હૂં તમનેં હાસું-હાસું કું હે, કે ઝી કુઇ મનખ વિશ્વાસ કરે હે, હેંનેં અમર જીવન મળ્યુ હે. 48ઝી જીવન આલે હે વેયે રુટી હૂં હે. 49તમારં બાપ-દાદંવેં ઉજોડ જગ્યા મ મન્ના ખાદું અનેં વેયા મરેંજ્યા. 50પુંણ આ વેયે રુટી હે ઝી હરગ થી આવે હે, એંતરે કે ઝી મનખ હેંના મહું ખાએ હે, વેયુ નેં મરે. 51ઝી રુટી હરગ મહી આવી હે, વેયે હૂં હે, અગર કુઇ મનખ ઇની રુટી મહું ખાએ, વેયુ હમેશા જીવતું રેંહે, અનેં ઝી રુટી હૂં દુન્ય ન મનખં ના જીવન હારુ આલેં, વેયુ મારું શરીર હે.
52તર યહૂદી મનખં ઇયુ હામળેંનેં, એક-બીજા હાતેં એંમ કેં નેં બુંલા-બાલી કરવા મંડ્ય, કે “આ માણસ આપનેં ખાવા હારુ પુંતાનું શરીર કેંકેંમ આલેં સકે હે?” 53ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં તમનેં હાસું-હાસું કું હે કે, અગર તમું માણસ ના બેંટા નું શરીર નેં ખો, અનેં હેંનું લુઈ નેં પીયો, તે તમારી મ જીવન નહેં. 54ઝી મારું શરીર ખાએ અનેં મારું લુઈ પીયે હે, હેંનેં અમર જીવન હે. અનેં હૂં હેંનેં નિયા ને દાડે મરેંલં મહું પાસું જીવતું કર દેં. 55કેંમકે મારું શરીર ખરેખર ખાવા ની વસ્તુ, અનેં મારું લુઈ ખરેખર પીવાની વસ્તુ હે. 56ઝી મારું શરીર ખાએ અનેં મારું લુઈ પીયે હે, વેયુ મારી મ બણેં રે હે, અનેં હૂં હેંનેં મ બણેં રું હે. 57ઝેંવો જીવતે બએં મનેં મુંકલ્યો હે, અનેં હૂં બા નેં લેંદે જીવતો હે, વેમેંસ વેયુ હુંદું ઝી મારું શરીર ખાએ હે, મારી લેંદે જીવતું રેંહે. 58આ રુટી વેયેસ હે, ઝી હરગ મહી આવી હે, ઝેંમ તમારં બાપ-દાદંવેં ખાદી અનેં વેયા મરેંજ્યા, વેવી રુટી નહેં, આ રુટી ઝી કુઇ મનખ ખાએ હે, વેયુ હમેશા જીવતું રેંહે.” 59આ વાતેં ઇસુવેં કફરનહૂમ ગામ ના ગિરજા મ ભાષણ આલવા ને ટાએંમેં કીદી હીતી.
અમર જીવન ન વસનં
60ઇયે બદ્દી વાતેં હામળેંનેં હેંનં સેંલં મના ઘણંવેં કેંદું, “આ તે ઘણું કડક શિક્ષણ હે, હેંનેં કુંણ ગરહણ કરેં સકે હે?” 61ઇસુ પુંતાના મન મ જાણેં જ્યો, કે મારા સેંલા ઇની વાત હારુ એક-બીજા હાતેં ગંગણે હે. એંતરે હારુ હેંને હેંનનેં પૂસ્યુ, “ઇની વાત ને લેંદે હું પુંતાનો વિશ્વાસ સુંડ દો હે? 62અગર તમું માણસ ના બેંટા નેં ઇપેર જાતં ભાળહો, ઝાં વેયો પેલ હેંતો, તે હું થાહે? 63શરીર થકી કઇ ફાએંદો નહેં, કેંમકે આત્માસ હે, ઝી જીવન આલે હે, ઝી વાતેં મેંહ તમનેં કીદી હે, વેયે આત્મા અનેં જીવન હે, પુંણ તમં મના અમુક એંવા હે, ઝી વિશ્વાસ નહેં કરતા.” 64કેંમકે ઇસુ પેલ થકીસ જાણતો હેંતો, કે કુંણ હેંનેં ઇપેર વિશ્વાસ નહેં કરતો, અનેં કુંણ હેંનેં હવાડ દેંહે. 65અનેં ઇસુવેં કેંદું, “એંતરે હારુ મેંહ તમનેં કેંદું હેંતું, કે ઝર તક કેંનેંક નેં બા ના તરફ થી આ વરદાન નેં આલવા મ આવે, તર તક વેયો મારી કન નહેં આવેં સક્તો.”
પતરસ નો વિશ્વાસ
66ઇયે વાતેં હામળેંનેં, ઇસુ ન સેંલં મના ઘણા બદા પાસા જાતારિયા, અનેં હેંનેં હાતેં નેં જ્યા. 67તર ઇસુવેં હેંનં બાર સેંલંનેં પૂસ્યુ, હું તમું હુંદા મનેં સુંડેંનેં જાતારેંવા માંગો હે? 68શમોન પતરસેં હેંનેં જવાબ આલ્યો, હે પ્રભુ હમું કેંનેં કન જાજ્યે? અમર જીવન ની વાતેં તે તારી કનેંસ હે. 69હમું વિશ્વાસ કરજ્યે હે, અનેં જાણન્યે હે કે તુંસ પરમેશ્વર ની તરફ થી આવેંલો પવિત્ર માણસ હે. 70ઇસુવેં હેંનનેં કેંદું, હું મેંહ તમનેં બાર જણં નેં પસંદ નહેં કર્યા? તે હુંદું તમં મનો એક માણસ શેતાન ના અધીન મ હે. 71ઇયુ હેંને શમોન ઈસ્કરિયોતી ના સુંરા યહૂદા ના બારા મ કેંદું હેંતું, કેંમકે વેયો હેંનં બાર સેંલં મહો એક હેંતો, ઝી ઇસુ નેં હાતેં દગો કરવા નો હેંતો.

Obecnie wybrane:

યોહાન 6: GASNT

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj