તર ઇસુવેં રુટજ્યી પુંતાનં હાથં મ લીદી, અનેં પરમેશ્વર નું ધનેવાદ કરેંનેં, મનખં મ વાટી. અનેં વેમેંસ માસલજ્યી હુદી, ઝેંતરું ખાવા સાહતં હેંતં એંતરું હેંનનેં આલ્યુ. ઝર બદ્દ મનખં ખાએંનેં ધાપેંજ્ય તે ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “વદેંલં બટકં ભેંગં કર લો, કે જરેં યે વગાડો નેં થાએ.”