યોહાન 3

3
ઇસુ અનેં નીકુદેમુસ
1ફરિસી ટુંળા મ નીકુદેમુસ નામ નો એક માણસ હેંતો, ઝી યહૂદી મનખં નો અગુવો હેંતો. 2હેંને રાતેં ઇસુ કન આવેંનેં હેંનેં કેંદું, “હે ગરુ, હમું જાણન્યે હે, કે તનેં પરમેશ્વરેં હમનેં હિકાડવા હારુ મુંકલ્યો હે, કેંમકે કુઇ બી એંનં સમત્કારં નેં ઝી તું કરે હે, નહેં કરેં સક્તું, અગર પરમેશ્વર હેંને હાતેં નેં વેહ.” 3ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “હૂં તનેં હાસું-હાસું કું હે, અગર કુઇ બી મનખ નવું જલમ નેં લે, તે વેયુ પરમેશ્વર ના રાજ મ નહેં જાએં સક્તું.” 4નીકુદેમુસેં હેંનેં કેંદું, “એક મનખ ઝર ડુંહું થાએં જાએ હે, તે કઈ રિતી પાસું જલમ લેં સકે હે? પાક્કી રિતી એક મનખ નવું જલમ લેંવા હારુ પુંતાની આઈ ના પેંટ મ પાસું નહેં જાએં સક્તું.” 5ઇસુવેં જવાબ આલ્યો, “હૂં તનેં હાસું-હાસું કું હે, અગર કુઇ મનખ પાણેં અનેં પવિત્ર આત્મા થકી નેં જલમે, તે વેયુ પરમેશ્વર ના રાજ મ જાએં નહેં સક્તું. 6કેંમકે શરીરિક આઈ-બા દુવારા શરીરિક જલમ થાએ હે, અનેં નવું જલમ પવિત્ર આત્મા દુવારા થાએ હે. 7મેંહ તનેં કેંદું કે તારે નવું જલમ લેંવું જરુરી હે, એંનેં હારુ નહેં ભકનાએ. 8ઝી કુઇ પવિત્ર આત્મા થકી જલ્મેંલું હે, વેયુ હીની વાઇરી જીવુસ હે, વાઇરી ઝએં સાહે, તએં સાલે હે. અનેં તું હેંનો અવાજ હામળે હે, પુંણ તું નહેં જાણતો કે વેયે કાંહી આવે, અનેં કઈ મેર જાએ હે.” 9નીકુદેમુસેં હેંનેં પૂસ્યુ, “ઇયે વાતેં કેંકેંમ થાએં સકે હે?” 10ઇયુ હામળેંનેં ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “તું ઇસરાએંલ ન મનખં નો ગરુ થાએંનેં હુંદો ઇયે વાતેં નહેં હમજતો?” 11હૂં તનેં હાસું-હાસું કું હે, કે હમું ઝી જાણન્યે વેયુસ કેંજ્યે હે, અનેં ઝેંનેં હમવેં ભાળ્યો હે, હીની ગવાહી આલજ્યે હે. પુંણ હમું ઝી કેંજ્યે હે, હેંનેં ઇપેર તમું વિશ્વાસ નહેં કરતં. 12ઝર મેંહ તમનેં દુન્ય મ ઝી કઇ થાએ હે વેયુ કેંદું, તે હુંદં તમું વિશ્વાસ નહેં કરતં, તે અગર હૂં તમનેં હરગ મ હું થાહે, વેયે વાતેં કું તે ફેંર તમું કઈ રિતી વિશ્વાસ કરહો? 13કુઇ મનખ હરગ મ નહેં જ્યુ, ખાલી હૂં, માણસ નો બેંટો હરગ મહો નિસં આયો હે. 14અનેં ઝીવી રિતી થી મૂસે ઉજોડ જગ્યા મ પિતોળ ના હાપ નેં અદર ટાંગ્યો, હીવી રિતી થી જરુરી હે કે મન માણસ ના બેંટા નેં હુંદો ક્રૂસ ઇપેર સડાવા મ આવે. 15એંતરે ઝી કુઇ મારી ઇપેર વિશ્વાસ કરે હે, વેયુ અમર જીવન મેંળવે હે.
16કેંમકે પરમેશ્વરેં દુન્ય ન મનખં હાતેં એંવો પ્રેમ રાખ્યો, કે હેંને પુંતાના એક ના એક બેંટા નેં ભુંગ કર દેંદો, એંતરે કે ઝી કુઇ હેંનેં ઇપેર વિશ્વાસ કરે હેંનો નાશ નેં થાએ, પુંણ અમર જીવન મેંળવે. 17કેંમકે પરમેશ્વરેં પુંતાના બેંટા નેં દુન્ય મ એંતરે હારુ નહેં મુંકલ્યો કે દુન્ય ન મનખં નેં સજ્યા આલે, પુંણ એંતરે હારુ કે હેંને લેંદે દુન્ય ન મનખં તારણ મેંળવે. 18ઝી પરમેશ્વર ના બેંટા ઇપેર વિશ્વાસ કરે હે, હેંનેં સજ્યા નેં મળે, પુંણ ઝી હેંનેં ઇપેર વિશ્વાસ નહેં કરતું, હેંનેં સજ્યા મળે ગઈ હે. એંતરે હારુ કે હેંને પરમેશ્વર ના એક ના એક બેંટા ઇપેર વિશ્વાસ નહેં કર્યો. 19અનેં સજ્યા નું કારણ આ હે કે ઇજવાળું દુન્ય મ આયુ હે, પુંણ મનખંવેં ઈન્દરા નેં ઇજવાળા કરતં વદાર વાલું જાણ્યુ, કેંમકે હેંનં ન કામં ભુંડં હેંતં. 20કેંમકે ઝી કુઇ મનખ ભુંડાઈ કરે હે, વેયુ ઇજવાળા ઇપેર વેર રાખે હે, અનેં ઇજવાળા નેં ટીકે એંતરે હારુ નહેં આવવા માંગતું, કે ખેંતક હેંનં ભુંડં કામં ભળાએં જાએ. 21પુંણ ઝી હાસ ઇપેર સાલે હે, વેયુ ઇજવાળા ને ટીકે આવે હે, ઝેંનેં થી બીજં મનખં ભાળેં સકે કે ઝી પરમેશ્વર સાહે હે વેયુસ કામ હેંને કર્યુ હે.
ઇસુ ના બારા મ યૂહન્ના ગવાહી આલે હે
22હેંને પસી ઇસુ અનેં હેંના સેંલા યહૂદિયા પરદેશ મ આયા, અનેં વેયો તાં હેંનનેં હાતેં રેંનેં મનખં નેં બક્તિસ્મ આલવા મંડ્યો. 23યૂહન્ના હુંદો શાલેમ સેર નેં ટીકે એનોન ગામ મ બક્તિસ્મ આલતો હેંતો, કેંમકે તાં ઘણું પાણેં હેંતું, અનેં મનખં હેંનેં કન આવેંનેં બક્તિસ્મ લેંતં હેંતં. 24એંના ટાએંમ તક યૂહન્ના જેલ ખાના મ નાખવા મ નેં આયો હેંતો. 25તાં યૂહન્ના ન સેંલંનેં યહૂદી મનખં ના એક અગુવા હાતેં હાથ ધુંવા ના રિવાજ ના બારા મ બબાલ થાએં ગઈ. 26અનેં હેંનવેં યૂહન્ના કન આવેંનેં કેંદું, “હે ગરુ, ઝી માણસ યરદન નદી ને પેંલે પાર તાર હાતેં હેંતો, અનેં ઝેંના બારા મ તેં ગવાહી આલી હીતી, ભાળ, વેયો બક્તિસ્મ આલે હે, અનેં ઘણં બદં મનખં હેંનેં કન આવે હે.” 27યૂહન્નાવેં જવાબ આલ્યો, “કુઇ બી મનખં પુંતે કઇસ નહેં મેંળવેં સક્તું, ઝર તક કે પરમેશ્વર હેંનેં નહેં આલતો.” 28તમેં પુંતે મનેં એંમ કેંતં હામળ્યુ હે, કે “હૂં મસીહ નહેં, પુંણ હેંનેં કરતં પેલ મુંકલવા મ આયો હે.” 29ઓર લાડી હાતેં લગન કર લે હે, પુંણ ઓર નો દોસદાર ઇબો રે હે અનેં ઓર ની વાત હામળેંનેં ઘણો ખુશ થાએ હે. હીવીસ રિતી હૂં હુંદો ઘણો ખુશ હે. 30ઇયુ જરુરી હે કે વેયો વદે અનેં હૂં કમ થું.
31ઝી હરગ મહો આવે હે, વેયો બદ્દ કરતં તાજો હે, અનેં ઝી ધરતી મહો આયો હે, વેયો ધરતી નો હે, અનેં ધરતીનીસ વાતેં કે હે. ઝી હરગ મહો આવે હે, વેયો બદ્દ કરતં ઇપેર હે. 32ઝી કઇ હેંને ભાળ્યુ અનેં હામળ્યુ હે, વેયો હીનીસ ગવાહી આલે હે, પુંણ થુંડકેંસ મનખં હીની ગવાહી માને હે. 33પુંણ ઝેંનં મનખંવેં હીની ગવાહી માન લીદી હે, હેંને ઇની વાત નેં પાક્કી કર લીદી હે કે પરમેશ્વર હાસો હે. 34કેંમકે ઝેંનેં પરમેશ્વરેં મુંકલ્યો હે, વેયો પરમેશ્વર ની વાતેં કરે હે, કેંમકે પરમેશ્વર પવિત્ર આત્મા માપેં-માપેં નેં નહેં આલતો, પુંણ ભરપૂરી થી આલે હે. 35પરમેશ્વર બા બેંટા ઇપેર પ્રેમ કરે હે, અનેં હેંને બદ્દુંસ હેંના હાથ મ આલ દેંદું હે. 36ઝી પરમેશ્વર ના બેંટા ઇપેર વિશ્વાસ કરે હે, વેયુ અમર જીવન મેંળવે હે, પુંણ ઝી પરમેશ્વર ના બેંટા ની આજ્ઞા નહેં માનતું, હેંનેં અમર જીવન નેં મળે, પુંણ પરમેશ્વર ની સજ્યા હેંનેં ઇપેર રે હે.

Obecnie wybrane:

યોહાન 3: GASNT

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj