યોહાન 4

4
ઇસુ અનેં સામરિયા પરદેશ ની બજ્યેર
1ઝર ઇસુ નેં ખબર પડી કે ફરિસી ટુંળા ન મનખંવેં હામળ્યુ હે કે ઇસુ, યૂહન્ના કરતં વદારે સેંલા બણાવે હે, અનેં હેંનનેં બક્તિસ્મ આલે હે. 2ખરેખર ઇસુ પુંતે નહેં, પુંણ હેંના સેંલા બક્તિસ્મ આલતા હેંતા. 3તર વેયો યહૂદિયા પરદેશ નેં સુંડેંનેં પુંતાનં સેંલંનેં હાતેં પાસો ગલીલ પરદેશ મ જાતો રિયો. 4અનેં હેંનેં સામરિયા પરદેશ મ થાએંનેં જાવું જરુરી હેંતું, 5એંતરે હારુ વેયા સામરિયા પરદેશ ના સુખાર નામ ના એક ગામ મ આયા, ઇયુ ગામ હીની જગ્યા નેં ટીકે હે, ઝી યાકૂબેં પુંતાના સુંરા યૂસુફ નેં આલી હીતી. 6અનેં ઝી કુવો યાકૂબેં કાડ્યો હેંતો, વેયો કુવો હુંદો હઝુ તક તાં હેંતો. ઇસુ રસ્તા મ સાલવા થી થાકેંજ્યો હેંતો એંતરે હારુ કુવા કન બેંહેંજ્યો. વેયો ટાએંમ લગ-ભગ બફોર નો હેંતો.
7એંતરા મ એક સામરિયા પરદેશ ની રેંવાસી બજ્યેર પાણેં ભરવા હારુ કુવે આવી. તર ઇસુવેં હેંનેં કેંદું, “મનેં પાણેં પીવાડ.” 8હેંને ટાએંમેં હેંના સેંલા તે ગામ મ ખાવાનું વેંસાતું લેંવા હારુ જાએંલા હેંતા. 9હીની બજ્યેરેં હેંનેં કેંદું, “તું એક યહૂદી માણસ હે, અનેં હૂં એક સામરિયા પરદેશ ની રેંવાસી હે, તું મારી કન પાણેં હુંકા માંગે હે?”#4:9 કેંમકે યહૂદી મનખં સામરિયા પરદેશ ન મનખં હાતેં કઇ બી પરકાર નો વેવહાર નેં રાખતં હેંતં 10ઇસુવેં જવાબ આલ્યો, અગર તું પરમેશ્વર ના વરદાન નેં જાણતી, અનેં ઇયુ હુંદું જાણતી કે વેયો કુંણ હે ઝી તનેં કે હે, “મનેં પાણેં પીવાડ,” તે તું હેંનેં કન માંગતી, અનેં વેયો તનેં ઝેંનેં પીવા થી જીવન મળે હે વેયુ પાણેં આલતો. 11હીની બજ્યેરેં ઇસુ નેં કેંદું, “હે માલિક, તારી કન તે પાણેં કાડવા હારુ કઇસ નહેં, અનેં કુવો ઘણો ઉંડો હે, તે ફેંર વેયુ જીવન આલવા વાળું પાણેં તારી કન કાંહું આયુ. 12હું તું હમારા બાપ-દાદા યાકૂબ થી હુંદો મુંટો હે? ઝેંને હમનેં આ કુવો આલ્યો હે, અનેં હેંનં બેંટા-બીટી, અનેં હેંનં ડગરં નેં હુંદું એંના કુવા મહું પાણેં પાદું.” 13ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “ઝી કુઇ આંહું પાણેં પીઇહે હેંનેં ફેંર તહર લાગહે, 14પુંણ ઝી મારું આલેંલું પાણેં પીયે હે, હેંનેં ફેંર કેંરં યે તહર નેં લાગે. અનેં ઝી પાણેં હૂં હેંનેં આલેં, વેયુ હેંનેં મ એક આવ બણેં જાહે, ઝી પાણેં અમર જીવન હારુ વએંતું રેંહે.” 15બજ્યેરેં ઇસુ નેં કેંદું, “હે માલિક, વેયુ પાણેં મનેં આલ, એંતરે કે હૂં તરહી નેં થું, અનેં આં એંતરે સિટી મનેં પાણેં ભરવા હારુ નેં આવવું પડે.”
16ઇસુવેં હેંનેં કેંદું, “જા, તાર ઘેર વાળા નેં આં બુંલાવ લાવ.” 17બજ્યેરેં જવાબ આલ્યો, “માર ઘેર વાળો નહેં” તર ઇસુવેં હેંનેં કેંદું, “તું બરુંબર કે હે, માર ઘેર વાળો નહેં, 18કેંમકે તું પાંસ ઘેરં કરી સુકી હે, અનેં વેયો માણસ ઝેંનેં હાતેં તું હમણં રે હે, વેયો હુંદો તારો ઘેર વાળો નહેં, આ વાત તેં હાસી કરી હે.” 19બજ્યેરેં ઇસુ નેં કેંદું, “હે માલિક, મનેં લાગે હે કે તું ભવિષ્યવક્તા હે.” 20મારા બાપ-દાદા એંના ડુંગોર ઇપેર પરમેશ્વર ની આરાધના કરતા હેંતા, અનેં તમું મનખં નેં કો હે, કે યરુશલેમ સેરેંસ વેયે જગ્યા હે, ઝાં આરાધના કરવી જુગે. 21ઇસુવેં હેંનેં કેંદું, “હે બાઈ, મારી ઇપેર વિશ્વાસ કર, કે વેયો ટાએંમ આવેં રિયો હે, ઝર તમું નેં તે એંના ડુન્ગોર ઇપેર અનેં નેં યરુશલેમ સેર મ પરમેશ્વર બા ની આરાધના કરહો. 22તમું સામરિયા પરદેશ ન રેંવાસી મનખં ઝેંનેં નહેં જાણતં, હીની આરાધના કરો હે, પુંણ હમું યહૂદી મનખં ઝેંનેં જાણન્યે હે, હીની આરાધના કરજ્યે હે. કેંમકે તારણ યહૂદી મનખં મહું હે. 23પુંણ વેયો ટાએંમ આવેં રિયો હે, અનેં હમણં આવેંસ જ્યો હે, ઝર હાસં ભક્ત પરમેશ્વર બા ની આરાધના આત્મા અનેં હાસ થકી કરહે. કેંમકે પરમેશ્વર બા પુંતાનેં હારુ એંવસ આરાધના કરવા વાળં નેં જુંવે હે. 24પરમેશ્વર આત્મા હે, એંતરે હારુ જરુરી હે કે હીની આરાધના કરવા વાળં આત્મા અનેં હાસ થકી કરે.” 25બજ્યેરેં હેંનેં કેંદું, “હૂં જાણું હે કે મસીહ ઝી ખ્રિસ્ત કેંવાએ હે, આવવા વાળો હે, ઝર વેયો આવહે, તે હમનેં બદ્દી વાતેં વતાડ દેંહે.” 26ઇસુવેં હેંનેં કેંદું, “હૂં ઝી તારી હાતેં વાતેં કરું હે, વેયોસ હે.”
સેંલં નું બજાર મહું પાસું આવવું
27હેંનાસ ટાએંમ મ ઇસુ ના સેંલા વેંહાં આવેંજ્યા, અનેં ઇસુ નેં એક બજ્યેર હાતેં વાતેં કરતં ભાળેંનેં ભકનાએં જ્યા, પુંણ કઇને યે સેંલે હેંનેં એંમ નહેં પૂસ્યુ, કે “તારે હું જુગે હે? કે તું ઇની બજ્યેર હાતેં હુંકા વાતેં કરેં રિયો હે?” 28તર બજ્યેર પુંતાનું પાણેં નું માટલું તાંસ મેંલેંનેં ગામ મ ગઈ, અનેં મનખં નેં કેંવા લાગી, 29કે “આવો, એક માણસ નેં ભાળો, ઝેંને બદ્દુંસ ઝી કઇ મેંહ કર્યુ હેંતું, મનેં વતાડ દેંદું, ખેંતોક ઇયોસ તે મસીહ નહેં?” 30તર મનખં ગામ મહં નકળેંનેં ઇસુ નેં ભાળવા હારુ હેંનેં કન આવવા મંડ્ય. 31હેંનાસ ટાએંમ મ ઇસુ ન સેંલંવેં હેંનેં આ અરજ કરી, “હે ગરુ, થુંડુંક ખાએં લે.” 32પુંણ ઇસુવેં હેંનનેં કેંદું, “મારી કનેં ખાવા હારુ એંવું ખાવાનું હે, ઝેંના બારા મ તમું નહેં જાણતા.” 33તર સેંલા એક બીજા નેં કેંવા લાગ્યા, “હું કુઇ આપનેં જાવા પસી એંનેં ખાવા હારુ કઇક ખાવાનું લાયુ હે?” 34ઇસુવેં હેંનનેં કેંદું, કે “પરમેશ્વર ની મરજી પરમણે સાલવું, અનેં હેંના કામ નેં પૂરુ કરવું, ઇયુસ મારું ખાવાનું હે.” 35હું તમું નહેં કેંતા, કે ફસલ વાડવાના હઝુ સ્યાર મઇના પડ્યા હે? પુંણ હૂં તમનેં કું હે, લાંબી નજર કરેંનેં ખેંતર મ ભાળો કે વાડણી હારુ ફસલ પાકેં સુકી હે. 36ફસલ વાડવા વાળું મજૂરી મેળવે હે, અનેં અમર જીવન હારુ ધાન ભેંગું કરે હે, એંતરે કે વાવવા વાળું અનેં વાડવા વાળું બે યે મળેંનેં ખુશી મનાવે. 37કેંમકે આં ઇયે કેંવેત બરુંબર હે, “વાવવા વાળો બીજો હે, અનેં વાડવા વાળો બીજો હે. 38મેંહ તમનેં હેંના ખેંતર મ તિયાર ફસલ વાડવા હારુ મુંકલ્યા હે, ઝેંના ખેંતર મ તમેં મેહનત નહેં કરી, અનેં તમું બીજં ની મેહનત કરેંલી ફસલ મ ભાગિદાર થાયા હે.”
સામરિયા પરદેશ ન મનખં ઇસુ ઇપેર વિશ્વાસ કરે હે
39સામરિયા પરદેશ ના સુખાર નામ ના ગામ ન ઘણં બદં મનખં નેં, ઝેંનનેં હીની બજ્યેરેં કેંદું હેંતું કે, હેંને મનેં બદ્દુંસ ઝી મેંહ કર્યુ હેંતું વતાડ દેંદું હે, તર હીની બજ્યેર ની વાત હામળેંનેં મનખંવેં ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો. 40એંતરે હારુ ઝર સામરિયા પરદેશ ન રેંવાસી મનખં હેંનેં કન આવેંનેં, હેંનેં અરજ કરવા લાગ્ય કે તું હમારી હાતેં રે, તર ઇસુ તાં બે દાડા તક રિયો. 41ઇસુ ના ભાષણ ને લેંદે બીજં હુંદં ઘણં મનખંવેં હેંનેં ઇપેર વિશ્વાસ કર્યો. 42અનેં હેંનં મનખંવેં હીની બજ્યેર નેં કેંદું, “હાવુ હમું ખાલી તારા કેંવા થકીસ વિશ્વાસ નહેં કરતં, પુંણ હમવેં પુંતેસ હામળેં લેંદું, અનેં જાણેંજ્ય હે, કે ઇયોસ હાસેં-હાસ દુન્ય નો તારનારો હે.”
43હેંનં બે દાડં પસી ઇસુ સુખાર સેર મહો નકળેંનેં ગલીલ પરદેશ મ જ્યો. 44કેંમકે ઇસુવેં પુંતેસ એંમ કેંદું હેંતું કે એક ભવિષ્યવક્તા નેં પુંતાના ઇલાકા મ માન નહેં મળતું. 45ઝર વેયો ગલીલ પરદેશ મ પોત્યો, તે વેંહાં ન મનખંવેં ખુશી થકી હેંનો અવકાર કર્યો, કેંમકે ઇસુવેં ફસહ નામ ના તેવાર ન દાડં મ યરુશલેમ સેર મ ઝી કઇ કામ કર્યુ હેંતું, વેયુ હેંનં બદ્દ મનખંવેં ભાળ્યુ હેંતું, કેંમકે વેય હુંદં તેવાર હારુ તાં જ્ય હેંતં.
રાજા ના એક કરમસારી ના સુંરા નેં હાજો કરવો
46તર ઇસુ ગલીલ પરદેશ ના કાના ગામ મ પાસો આયો, ઝાં હેંને પાણેં નેં દરાક ના રસ મ બદલ્યુ હેંતું, તાં રાજા નો એક કરમસારી હેંતો ઝેંનો સુંરો કફરનહૂમ ગામ મ બેંમાર હેંતો. 47વેયો ઇયુ હામળેંનેં કે ઇસુ યહૂદિયા પરદેશ મહો ગલીલ પરદેશ મ આવેંજ્યો હે, તે વેયો હેંનેં કન જ્યો, અનેં અરજ કરવા લાગ્યો કે કફરનહૂમ ગામ મ આવેંનેં મારા સુંરા નેં હાજો કર દે. કેંમકે વેયો મરવા ની અણી ઇપેર હેંતો. 48ઇસુવેં હેંનેં કેંદું, “કે તમું તે ગજબ ના સમત્કાર ભાળ્યા વગર વિશ્વાસ નહેં કરવાના.” 49હેંને કરમસારજ્યે હેંનેં કેંદું, “હે પ્રભુ, મારો સુંરો મરેં જાએ હેંનેં કરતં પેલ માર હાતેં સાલ.” 50તર ઇસુવેં હેંનેં કેંદું, “તાર ઘેર પાસો જા, તારો સુંરો જીવતો રેંહે.” વેયો માણસ ઇસુ ની કીદીલી વાત ઇપેર વિશ્વાસ કરેંનેં ઘેર જાવા લાગ્યો, 51ઝર વેયો જાએંસ રિયો હેંતો કે રસ્તા મ હેંના અમુક નોકર ખબર લેંનેં હામા ભેંગા થાયા, અનેં કેંવા લાગ્યા, “તારો સુંરો જીવતો હે.” 52હેંને નોકરં નેં પૂસ્યુ, “વેયો કઇને ટાએંમેં હાજો થાવા લાગ્યો?” હેંનવેં હેંનેં કેંદું, “કાલે બફોર ના એક વાગ્યે હેંનો તાવ ઉતરેં જ્યો.” 53તર હેંના સુંરા ના બા નેં ઇયાદ આયુ કે આ હેંનાસ ટાએંમેં થાયુ, ઝેંને ટાએંમેં ઇસુવેં હેંનેં કેંદું હેંતું, કે “તારો સુંરો જીવતો રેંહે.” અનેં હેંને પૂરા પરિવાર હાતેં ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો. 54આ બીજો સમત્કાર હેંતો, ઝી ઇસુવેં યહૂદિયા પરદેશ મહો ગલીલ પરદેશ મ પાસો આવેંનેં કર્યો હેંતો.

Obecnie wybrane:

યોહાન 4: GASNT

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj