યોહાન 2

2
ગલીલ પરદેશ ના કાના ગામ મ પેલ્લો સમત્કાર
1ફેંર તીજે દાડે ગલીલ પરદેશ ના કાના ગામ મ એક લગન હેંતું, અનેં ઇસુ ની આઈ હુદી તાં હીતી. 2ઇસુ અનેં હેંનં સેંલંનેં હુંદું હેંના લગન નું તેંડું કર્યુ હેંતું. 3ઝર દરાક નો રસ મટેં જ્યો, તે ઇસુ ની આઈજ્યેં હેંનેં કેંદું, “હેંનં મનખં કન દરાક નો રસ મટેં જ્યો હે.” 4ઇસુવેં હેંનેં કેંદું “હે આઈ તું મનેં હુંકા કે હે? મસીહ ના રુપ મ વળખાવા હારુ હમણં મારો ટાએંમ નહેં આયો.” 5પુંણ હીની આઈજ્યેં નોકરં નેં કેંદું, “ઝી કઇ વેયો તમનેં કેંહે, વેયુસ કરજો.” 6તાં યહૂદી મનખં ના પુંતાના ધાર્મિક નિયમ ને પરમણે હાથ ધુંવા નો રિવાજ હેંતો. એંતરે હારુ વેંહાં ભાઠા ન સો માટલં મેંલેંલં હેંતં, ઝેંનં મ લગ-ભગ હો હવા હો લીટર પાણેં હમાતું હેંતું. 7ઇસુવેં નોકરં નેં કેંદું, “માટલં મ પાણેં ભર દો,” તર હેંનવેં માટલં ફુલ ઝળકાવેંનેં ભર દેંદં. 8તર ઇસુવેં નોકરં નેં કેંદું, “હાવુ પાણેં કાડેંનેં જમણવાર ના સંસાલક કન લેંજો,” તર વેયા હેંનેં કન લેં જ્યા. 9ઝર જમણવાર ના સંસાલકેં વેયુ પાણેં સાક્યુ, તે દરાક નો રસ બણેંજ્યુ હેંતું. અનેં હેંનેં ખબર નેં હીતી કે દરાક નો રસ કાંહો આયો હે, પુંણ ઝેંનં નોકરંવેં પાણેં કાડ્યુ હેંતું વેયા જાણતા હેંતા, તે જમણવાર ના સંસાલકેં ઓર નેં બુંલાવેંનેં હેંનેં કેંદું, 10“હર કુઇ મનખ પેલ બદ્દ કરતં અસલ નો દરાક નો રસ આલે હે, અનેં ઝર મનખં દરાક નો રસ અસલ કરેંનેં પી લે હે, તર બણાવટી રસ આલે હે. પુંણ તેં બદ્દ કરતં અસલ નો દરાક નો રસ હઝુ હુંદો મેંલેં રાખ્યો હે.” 11ઇસુવેં ગલીલ પરદેશ ના કાના ગામ મ પુંતાનો આ સમત્કાર વતાડેંનેં પુંતાની મહિમા પરગટ કરી અનેં ઇસુ ન સેંલંવેં હેંનેં ઇપેર વિશ્વાસ કર્યો કે વેયોસ મસીહ હે.
12હેંનેં પસી ઇસુ અનેં હીની આઈ અનેં હેંના ભાઈ અનેં હેંના સેંલા કફરનહૂમ ગામ મ જ્ય, અનેં તાં અમુક દાડા રિય.
વેપારજ્ય નેં મંદિર મહં બારતં કાડવું
(મત્તિ 21:12-13; મર. 11:15-17; લુક. 19:45-46)
13ઝર યહૂદી મનખં નો ફસહ નો તેવાર ટીકે હેંતો, તર ઇસુ યરુશલેમ સેર મ જ્યો. 14અનેં હેંને મંદિર મ ઢાહા, ઘેંઠં અનેં કબૂતરં વેંસવા વાળં અનેં પઇસા બદલેં આલવા વાળં નેં બેંઠેંલા ભાળ્યા. 15તર હેંને દુરજ્ય નો કોડો વણેંનેં, બદ્દસ ઘેંઠં નેં અનેં ઢાહં નેં મંદિર મહં બારતં હાખેં કાડ્ય, અનેં પઇસા બદલેં આલવા વાળં ના પઇસા વખેંર દડ્યા અનેં હેંનં ન ટેબલં ઉંડલાવ દેંદં, 16અનેં કબૂતરં વેંસવા વાળં નેં કેંદું, “કબૂતરં નેં આં થી લેંજો, મારા બા ના ઘેર નેં વેપાર કરવા ની જગ્યા નહેં બણાવો.” 17તર હેંનં સેંલંનેં ઇયાદ આયુ કે પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, “તારા ઘેર ની ભક્તિ માર મએં આગ નેં જુંગ બળે હે.”
18એંનેં લેંદે યહૂદી મનખં ન અગુવએં ઇસુ નેં પૂસ્યુ, “તું હમનેં કઇનો સમત્કાર વતાડેં સકે હે, ઝેંનેં થી હમું ઇયુ જાણન્યે કે તનેં એંમ કરવા નો અધિકાર હે?” 19ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “એંના મન્દિર નેં તુંડેં પાડો, તે હૂં હેંનેં તાંણ દાડં મ પાસો બણાવ દેં.” 20યહૂદી મનખં ન અગુવએં કેંદું, “એંના મંદિર નેં બણાવા મ સાળી અનેં સો વરહં લાગ્ય હે, અનેં હું તું હેંનેં તાંણ દાડં મ પાસું બણાવ દેંહેં.” 21પુંણ ઇસુ ઝેંના મંદિર ના બારા મ કેં રિયો હેંતો, વેયુ હેંનું શરીર હેંતું. 22એંતરે હારુ ઝર વેયો મરેંલં મહો પાસો જીવતો થાએંજ્યો, તર હેંનં સેંલં નેં ઇયાદ આયુ કે હેંને આ વાત કીદી હીતી. અનેં હેંનવેં પવિત્ર શાસ્ત્ર અનેં હીની વાત ઇપેર ઝી ઇસુવેં કીદી હીતી વિશ્વાસ કર્યો.
ઇસુ મનખં ના મનં નેં જાણે હે
23ઝર ફસહ તેવાર ને દાડે ઇસુ યરુશલેમ સેર મ હેંતો, તર ઘણં બદ્દ મનખંવેં હેંના કરેંલા સમત્કાર ભાળેંનેં હેંનેં ઇપેર વિશ્વાસ કર્યો. 24પુંણ ઇસુવેં હેંનં મનખં ઇપેર ભરુંહો નેં કર્યો, કે હેંનવેં હેંનેં ઇપેર વિશ્વાસ કર્યો હે, કેંમકે વેયો બદ્દ મનખં ના સોભાવ જાણતો હેંતો. 25અનેં હેંનેં મનખં ના બારા મ ગવાહી ની જરુરત નેં હીતી, કેંમકે વેયો પુંતેસ જાણતો હેંતો કે મનખં ના મન મ હું હે.

Obecnie wybrane:

યોહાન 2: GASNT

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj