યોહાન 5

5
1ઈ પછી યહુદી લોકોના એક તેવાર હાટુ ઈસુ યરુશાલેમ શહેરમાં ગયો. 2હવે યરુશાલેમ શહેરમાં, ઘેટાનાં ડેલાની પાહે એક કુંડ છે, જેને હિબ્રૂ ભાષામાં બેથઝાથા કેવાય છે, એની સ્યારેય બાજુ પાસ માંડવા બનાવેલા છે. 3એમા ધણાય બધાય માંદાઓ, આંધળાઓ, લંગડાઓ અને લકવાવાળા લોકો પડયા રેતા હતા. 4કેમ કે, કોય-કોય વખતે પરભુનો સ્વર્ગદુત કુંડમાં ઉતરીને ઈ પાણીને હલાવા કરતો હતો, પાણી હલતા જે માણસ બધાયની પેલા કુંડમાં ઉતરતો હતો, ઈ હાજો થય જાતો હતો. ભલે એને ગમે એવો રોગ કેમ નો હોય.
5હવે ન્યા એક માણસ હતો, જે આડત્રી વરહથી માંદો હતો. 6ઈસુએ એને ન્યા પડેલો જોયો, અને જાણી ગયા કે, ઈ ધણાય વખતથી ઈ બીમારીની દશામાં હતો, ઈ હાટુ ઈસુએ લકવાવાળા માણસને પુછયું કે, “શું તુ હાજો થાવા માગે છે?” 7તઈ ઈ માંદા માણસે એને જવાબ દીધો કે, “પરભુ, મારી પાહે કોય માણસ નથી કે, જઈ પાણી હલાવવામાં આવે છે, જેથી ઈ મને કુંડમાં ઉતરવા હાટુ મદદ કરે, અને જઈ હું કુંડમાં ઉતરવાની કોશિશ કરું છું, તઈ હરેક વખતે મારી પેલા બીજો કોય માણસ કુંડમાં ઉતરી જાય છે.”
8તઈ ઈસુએ એને કીધું કે, “ઉઠ તારી પથારી ઉપાડ અને હાલતો થા.” 9તરત ઈ માણસ હાજો થયો ગયો, અને પોતાની પથારી લયને હાલવા લાગ્યો. અને ઈ દિવસે યહુદી લોકોનો વિશ્રામવારનો દિવસ હતો. 10ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ જેને હાજો કરવામા આવ્યો હતો ઈ માણસને કીધું કે, “આજે વિશ્રામવારનો દિવસ છે, અને તુ જાણે છે કે, તારી હાટુ આ પવિત્ર દિવસે પથારી ઉપાડીને હાલવું ઈ આપડા નિયમની વિરુધ છે.” 11એણે તેઓને જવાબ દીધો કે, જેણે મને હાજો કરયો છે, એણે જ મને કીધું છે કે, “પોતાની પથારી ઉપાડીને હાલતો થા.” 12તઈ તેઓએ એને પુછયું કે, તને જેણે એમ કીધું છે કે, “પથારી ઉપાડીને હાલતો થા એમ કીધું કે, ઈ માણસ કોણ છે?” 13પણ જે માણસ હાજો થયો ઈ નોતો જાણતો કે, એને એવુ કેનારો માણસ કોણ હતો કેમ કે, ઈ જગ્યા ઉપર ગડદી હોવાના કારણે ઈસુ ન્યાંથી આઘો વયો ગયો હતો.
14પછી ઈ માણસ પાછો ઈસુને મંદિરના આંગણામાં મળ્યો, તઈ ઈસુએ ઈ માણસને કીધું કે, “જો, તુ હાજો થય ગયો છે, ઈ હાટુ પાછો પાપ કરતો નય, ક્યાક એવુ નો થાય કે, એનાથી પણ મોટુ દુખ તારી ઉપર આવી જાય.” 15તઈ ઈ માણસે જયને યહુદી લોકોના આગેવાનોને કીધું કે, જે માણસે મને હાજો કરયો છે, ઈ ઈસુ છે. 16ઈ કારણે યહુદી લોકોના આગેવાનો ઈસુને સતાવવા લાગ્યા, ઈ હાટુ કે, ઈ માંદામાણસને વિશ્રામવારને દિવસે હાજો કરતો હતો, 17પણ ઈસુએ એને જવાબ દીધો કે, “મારો બાપ કામ કરે છે, અને હું પણ કામ કરું છું” 18ઈ કારણે યહુદી લોકોના આગેવાનોએ ઈસુને મારી નાખવાની વધારે કોશિશ કરવા લાગ્યા, કેમ કે ઈ ખાલી વિશ્રામવારના દિવસનો નિયમ તોડતો હતો એટલું જ નય પણ પરમેશ્વરને પોતાનો બાપ કયને એની જાતને પરમેશ્વરની બરોબર છું, ઈ બતાવતો હતો.
દીકરાનો અધિકાર
19ઈ વાત ઉપર ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું, દીકરો પોતે કાય કરી હકતો નથી, ખાલી ઈ જે બાપને કરતો જોય છે, કેટલા જે જે કામોને ઈ કરે છે, એને દીકરો પણ ઈ જ રીતે કરે છે. 20કેમ કે બાપ દીકરા ઉપર પ્રેમ રાખે છે, અને ઈ જે કાય કામ કરી રયો છે, ઈ બધુય મને દેખાડે છે. અને એના કરતાં વધારે મહાન કામો ઈ મને દેખાહે, જેથી હું શું કરી હકુ ઈ જોયને તમે પણ નવાય પામી જાહો. 21જેવી રીતે બાપ મરી ગયેલા લોકોને પાછા જીવતા કરે છે, એમ જ દીકરો પણ તેઓને જીવન આપે જેઓને ઈ ઈચ્છે છે. 22કેમ કે, બાપ કોયનો ન્યાય નથી કરતો, પણ ન્યાય કરવાના બધાય કામ દીકરાને હોપવામાં આવ્યા છે. 23જેથી બધાય લોકો જેમ મને દીકરાને આદર કરે છે, એમ જ બાપનો પણ આદર કરે. જે કોય મારો આદર નથી કરતાં, તેઓ બાપનો પણ આદર નથી કરતાં જેણે મને મોકલ્યો છે. 24હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
25હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ વખત આવી ગયો છે, અને અત્યારે જ આવી ગયો છે, જઈ મરેલા લોકો પરમેશ્વરનાં દીકરાનો અવાજ હાંભળશે, અને જે કોય હાંભળે છે ઈ સદાય જીવતો રેહે. 26કેમ કે, જેમ બાપને પોતાનામાં જીવન છે, ઈ જ રીતે દીકરાને પણ પોતાનામાં જીવન આપવાનો અધિકાર એણે આપ્યો છે. 27જે કાય બાપ જાણે કે, આ ન્યાયી છે ઈ બધુય કરવાનું એણે મને અધિકાર આપ્યો છે, કેમ કે હું માણસનો દીકરો છું 28આ વાત ઉપર નવાય નો પામો, ઈ વખત આવે છે જેમાં બધાય જેવા કબરોમાં છે એનો અવાજ હાંભળશે. 29અને જે લોકો મરેલ છે પણ જીવનમાં હારા કામો કરયા છે તેઓ મરેલામાંથી જીવતા થાહે અને ઈ બધાયને પરમેશ્વર અનંતજીવન આપશે. અને જે લોકોએ ભુંડા કામ કરયા છે તેઓને પણ પરમેશ્વર પાછા જીવતા કરશે પણ ખાલી તેઓનો ન્યાય કરવા હાટુ અને અનંતકાળની સજા હાટુ.
પરમેશ્વર ઈસુના સાક્ષીઓ
30હું મારી રીતે કાય પણ નથી કરી હક્તો, હું જે હાંભળુ છું, એની પરમાણે ન્યાય કરું છું અને મારો ન્યાય પક્ષપાત વગર થાય છે કેમ કે, હું પોતાની ઈચ્છાથી નય, પણ જેણે મને મોકલ્યો, એની ઈચ્છા પુરી કરવા માગું છું 31જો હું પોતે મારી વિષયમાં સાક્ષી દવ છું, તો મારી સાક્ષીને હાસી નય માનવામાં આવે. 32પણ મારી વિષે જે સાક્ષી દેય છે, ઈ બીજો છે, અને હું જાણું છું કે, જો મારા વિષયમાં સાક્ષી દેય છે, ઈ હાસી છે. 33તમે સંદેશાવાહકોને યોહાન જળદીક્ષા આપનાર પાહે મોકલ્યા, અને એણે મારી વિષે તમને હાસુ કીધું. 34પણ મને મારા વિષયમાં લોકોની સાક્ષીની જરૂર નથી, તો પણ મે તમને તેઓની સાક્ષીના વિષે બતાવ્યું છે, જે યોહાન જળદીક્ષા આપનારાને બતાવતા, ઈ હાટુ તમે તારણ પામી હકો. 35યોહાન જળદીક્ષા આપનારો તો હળગતો અને સમકતો એક દીવો છે, અને તમને થોડાક વખત લગી એના અંજવાળામાં રાજી થાવુ હારું લાગે છે. 36પણ મને જે સાક્ષી મળી છે, ઈ યોહાન સાક્ષીથી પણ મહાન છે. બાપે જે કામ મને પુરું કરવાનું હોપ્યું છે, જે કામ હું કરું છું, તેઓ જ મારી વિષે આ સાક્ષી આપે છે કે, મને બાપે મોકલ્યો છે. 37અને બાપે જેણે મને મોકલો છે, એણે પોતે મારી સાક્ષી આપી. તમે નથી કોયદી એના અવાજને હાંભળો, અને એનુ રૂપ નથી કોયદી જોયુ. 38અને એના વચનો તમારા હ્રદયમાં સ્થિર નથી રેતો કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ નથી કરતાં, કે એને મને મોકલ્યો છે.
39તમે શાસ્ત્ર ઈ હાટુ વાસી લયો, કેમ કે તમે માનો છો કે, એમા જ અનંતકાળનું જીવન મળે છે, પણ આજ શાસ્ત્ર મારી વિષે સાક્ષી પુરે છે. 40તો પણ તમે મારી પાહે નથી આવવા માગતા જેથી તમને અનંતજીવન મળે. 41હું માણસોની પાહેથી વખાણની આશા નથી રાખતો. 42પણ હું તમને જાણું છું કે, તમે પોતાના હ્રદયથી પરમેશ્વરને પ્રેમ નથી કરતા. 43હું મારા બાપના નામે આવ્યો છું અને તમે મને અપનાવ્યો નય, જો કોય બીજો એના નામે આવત તો તમને એણે અપનાવ્યો હોત. 44તમે મારી ઉપર વિશ્વાસ નથી કરી હક્તા, કેમ કે તમે એકબીજાથી વખાણ કરવાની આશા રાખો છો, પણ જે વખાણ ખાલી પરમેશ્વરથી મળે છે, એને પામવાની કોશિશ નો કરો. 45એમ હમજતા નય કે, મારા બાપની હામે હું તમારી ઉપર આરોપ લગાડુ, તમારી ઉપર આરોપ લગાડનારો તો મુસા છે, જેની ઉપર તમે આશા રાખો છો. 46કેમ કે, જો તમે મુસા ઉપર વિશ્વાસ કરતાં હોત, તો મારી ઉપર પણ વિશ્વાસ કરત, કેમ કે એણે મારા વિષે લખ્યું છે. 47પણ જો તમે એના લખેલાં નિયમ ઉપર વિશ્વાસ નથી કરતાં, તો મારી વાતો ઉપર કેમ વિશ્વાસ કરશો, જે હું તમને કવ છું?

നിലവിൽ തിരഞ്ഞെടുത്തിരിക്കുന്നു:

યોહાન 5: KXPNT

ഹൈലൈറ്റ് ചെയ്യുക

പങ്ക് വെക്കു

പകർത്തുക

None

നിങ്ങളുടെ എല്ലാ ഉപകരണങ്ങളിലും ഹൈലൈറ്റുകൾ സംരക്ഷിക്കാൻ ആഗ്രഹിക്കുന്നുണ്ടോ? സൈൻ അപ്പ് ചെയ്യുക അല്ലെങ്കിൽ സൈൻ ഇൻ ചെയ്യുക