યોહાન 4

4
ઈસુ અને સમરૂન પરદેશની બાય
1જઈ ઈસુને ખબર પડી કે, ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, ઈસુ યોહાન કરતાં ઘણાય ચેલાઓ બનાવે છે અને તેઓને જળદીક્ષા આપે છે. 2ખરેખર ઈસુ પોતે તો નય પણ એના ચેલાઓ જળદીક્ષા આપતા હતાં, 3તઈ ઈ યહુદીયા પરદેશ મુકીને પોતાના ચેલાઓની હારે ગાલીલ જિલ્લામાં પાછો વયો ગયો. 4અને એના સમરૂનના પરદેશમાંથી થયને જાવું જરૂરી હતું. 5ઈ હાટુ ઈસુ સમરૂન પરદેશના સુખાર નામના એક શહેરમાં આવ્યો. જે ઈ ખેતર ગામની પાહે હતું, જેણે યાકુબે પોતાના દીકરા યુસફને આપ્યુ હતું. 6અને યાકુબે જે કુવો ખોદયો હતો, ઈ કુવો પણ ન્યા જ હતો, ઈસુ રસ્તામાં હાલવાથી થાકી ગયો હતો, એટલે ન્યા કુવા પાહે આવીને બેહી ગયો, અને ઈ લગભગ બપોરનો વખત હતો.
7એટલામાં એક સમરૂન પરદેશની બાય પાણી ભરવા કુવાની પાહે આવી, અને ઈસુએ એને કીધું કે, “મને પીવા હાટુ થોડુક પાણી આપ.” 8ઈ વખતે ઈસુના ચેલાઓતો ગામમાં ખાવાનું વેસાતી લેવા ગયા હતા. 9તઈ ઈ સમરૂની બાયે એને કીધું કે, “હું સમરૂની છતાં તમે યહુદી થયને મારી પાહે પાણી કેમ માગો છો?” કેમ કે, સમરૂનીઓ હારે યહુદીઓ કાય પણ વ્યવહાર રાખતા નથી. 10ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “પરમેશ્વરનાં દાનને અને જે તને કેય છે કે, મને પાણી આપો, ઈ કોણ છે, ઈ જો તુ જાણતી હોત, તો તુ એની પાહે પાણી માંગત અને ઈ તને જીવતું પાણી આપત.”
11ઈ બાયે ઈસુને કીધું કે, “પરભુ, તારી પાહે પાણી ભરવા હાટુ કાય વસ્તુ નથી, અને કુવો પણ બોવ ઊંડો છે; તો પછી ઈ જીવનનું પાણી તારી પાહે ક્યાંથી આવ્યું? 12શું તુ અમારા વડવા યાકુબથી હોતન મોટો છો?” જેણે અમને આ કુવો દીધો છે, એણે પોતે એના સંતાનો, અને પોતાના ઢોર-ઢાકરને આ કુવામાંથી પાણી પીવારુ હતું. 13ઈસુએ એને જવાબ દીધો કે, “જે કોય આ કુવામાંથી પાણી પીહે એને પાછી તરય લાગશે, 14પણ જે કોય મારું દીધેલું પાણી પીહે, પછી ક્યારેય એને તરય લાગશે નય, અને ઈ એનામા પાણીનુ ઝરણુ બની જાય છે, જે અનંતકાળનું જીવન હુધી વહેતું રેહે.” 15બાયે ઈસુને કીધું કે, “ગુરુ, ઈ પાણી મને આપ જેથી, હું તરહી નો થાવ અને પાણી ભરવા હાટુ મારે આયા ઠેઠ આવવું નો પડે.”
16ઈસુએ એને કીધું કે, “જા તારા ધણીને આયા બોલાવતી આય.” 17ઈ બાયે ઈસુને જવાબ આપતા કીધું કે, “મારે એક પણ ધણી નથી.” ઈસુએ એને જવાબ આપ્યો કે, ઈ હાસુ કીધું કે, “મારે ધણી નથી.” 18ઈસુએ ઈ બાયને કીધું કે, “તે હાસી વાત કીધી છે કેમ કે, તે પાસ ધણી કરયા છે, અને ઈ માણસ જેની પાહે અત્યારે તુ રેય છે, ઈ તારો ધણી નથી.” 19બાયે ઈસુને કીધું કે, “ગુરુ, મને લાગે છે કે, તુ આગમભાખીયો છે. 20અમારા વડવાઓ આ ડુંઘરા ઉપર પરમેશ્વરનું ભજન કરતાં હતાં, અને તમે યહુદી લોકો કયો છો કે, યરુશાલેમ ઈ જ જગ્યા છે, જ્યાં ભજન કરવું જોયી.” 21ઈસુએ એને કીધું કે, “હે બાય, મારી ઉપર વિશ્વાસ કર કે, ઈ વખત આવે છે કે, જઈ તમે આ ડુંઘરા ઉપર અને યરુશાલેમમાં પરમેશ્વર બાપનું ભજન નય કરી હકો. 22ન્યા સમરુનીઓ તમે જેને તમે જાણતા નથી એને તમે ભજો છો; પણ અમે યહુદી ભજનારાઓને જેને જાણી છયી એનુ ભજન કરી છયી! કેમ કે, તારણ યહુદીઓમાંથી છે. 23પણ એવી વેળા આવે છે અને અત્યારે આવી પણ ગય છે, જઈ હાસા ભજનકરનારા આત્માથી અને હાસાયથી બાપનું ભજન કરશે કેમ કે, પરમેશ્વર બાપ પોતાની હાટુ એવા ભજનકરનારાઓને ગોતે છે. 24પરમેશ્વર આત્મા છે, ઈ હાટુ જરૂર છે કે, એના ભજનકરનારા આત્માથી અને હાસાયથી ભજન કરે.” 25બાયે એને કીધું કે, “હું જાણું શું કે, મસીહ (જે મસીહ કેવાય છે,) આવવાનો છે, જઈ ઈ આયશે, તો આપણને બધીય વાતો બતાયશે.” 26ઈસુએ એને કીધું કે, “જે તારી હારે વાત કરે છે, ઈ હુજ છું”
27ઈજ વખતે ઈસુના ચેલાઓ ન્યા આવ્યા, અને ઈસુ જે બાયની હારે વાત કરતાં ઈ જોયને નવાય લાગી, તો પણ કોય ચેલાઓએ પુછયું નય કે, “તમારે હેની જરૂર છે?” કા “તમે શું કામ ઈ બાયની હારે વાતો કરો છો?” 28તઈ ઈ બાય પોતાની પાણી ભરવાની ગાગર મુકીને ગામમાં પાછી ગય, અને લોકોને કેવા લાગી કે, 29“આવો, એક માણસને જોવો, જેણે બધુય જે મે કરયુ ઈ મને બતાવી દીધુ, ક્યાક ઈજ તો મસીહ નથીને?” 30ઈ હાટુ લોકો ઈ શહેરમાંથી નીકળીને ઈસુને જોવા હાટુ એની પાહે આવવા લાગ્યા.
31ઈ વખતે ચેલાઓએ ઈસુને વિનવણી કરી કે, “રાબ્બી એટલે ગુરુ, કાક ખાય લ્યો.” 32ઈસુએ તેઓને કીધું કે, મારી પાહે ખાવા હાટુ એવુ અનાજ છે કે, પણ જેના વિષે તમે નથી જાણતા. 33જેથી ચેલાઓએ એકબીજાને કીધું કે, “શું કોય એની હાટુ ખાવાનું લીયાવ્યા છો?” 34ઈસુએ તેઓને કીધું કે, પરમેશ્વરની ઈચ્છા ઉપર હાલવાનું, અને એના કામોને પુરા કર, આજ મારું ખાવાનું છે. 35શું તમે નથી કેતા કે, પાક લણવા હાટુ કે, સ્યાર મયના પડયા છે? પણ હું તમને કવ છું કે, નજર કરીને જોવ કે, પાક લણવા હાટુ પાકી ગયો છે. 36પાકને લણનારા મજુરી મેળવે છે, અને અનંતકાળના જીવનના પાકને ભેગુ કરે છે, જેથી વાવનારો અને લણનારો બેય મળીને રાજી થાય. 37કેમ કે, આયા ઈ કેવત હાસી પડી છે કે, “એક વાવે છે, અને બીજો લણે છે.” 38મે તમને ઈ ખેતરમાં તૈયાર પાકને લણવા હાટુ મોકલ્યા છે, જે ખેતરમાં તમે મેનત નથી કરી, અને તમે બીજાઓની મેનત કરેલા પાકમાં ભાગીદાર થયા છો.
39અને ઈ ગામના બોવ બધાય સમરૂન પરદેશના લોકોએ ઈ બાયના કેવાથી ઈસુ ઉપર વિશ્વાસ કરયો, જેણે આ સાક્ષી આપી હતી કે, એણે બધુય જે મે કરયુ છે, મને બતાવી દીધું. 40ઈ હાટુ જઈ સમરૂન પરદેશના રેનારા લોકો ઈસુની પાહે આવ્યા, એને વિનવણી કરવા લાગ્યા કે, તુ અમારી ભેગો રે, તઈ ઈસુ ન્યા બે દિવસ હુંધી રયો.
41ઘણાય બધાય લોકોએ ઈસુનો સંદેશો હાંભળીને એની ઉપર વિશ્વાસ કરયો. 42ઈ લોકોએ ઈ બાયને કીધું કે, “હવે અમે તારા કેવાથી જ વિશ્વાસ નથી કરતાં કેમ કે, અમે પોતે જ હાંભળી લીધું, અને જાણી લીધું છે કે, જગતનો તારનાર ખરેખર આજ છે.”
અધિકારીનો દીકરો હાજો થયો
43ઈ બે દિવસો પછી ઈસુ ન્યાંથી ગાલીલ જિલ્લામાં ગયો, 44કેમ કે, ઈસુએ પોતે જ કીધું છે કે, આગમભાખનારાને પોતાના દેશમાં કાય માન મળતું નથી. 45જઈ ઈસુ ગાલીલ જિલ્લામાં પૂગ્યો, તો ન્યા લોકોએ એનો આવકાર કરયો, કેમ કે ઈસુએ પાસ્ખા તેવારના દિવસોમાં યરુશાલેમ શહેરમાં જે કાય કામ કરયુ હતું, ઈ બધાય લોકોએ જોયુ હતું કેમ કે, તેઓ પણ તેવારમાં ગયા હતા.
46તઈ ઈસુ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પાછો ગયો, જ્યાં એણે પાણીને દ્રાક્ષારસ બનાવ્યો હતો, ન્યા રાજાનો એક કારભારી હતો, જેનો દીકરો કપરનાહૂમ ગામમાં માંદો હતો. 47જઈ એણે આ હાંભળ્યું કે, ઈસુ યહુદીયા પરદેશમાંથી ગાલીલ જિલ્લામાં આવી ગયો છે, તો ઈ એની પાહે આવ્યો, અને વિનવણી કરવા લાગ્યો કે, આવીને મારા દીકરાને હાજો કરી દેય કેમ કે, ઈ મરવાની અણી ઉપર છે. 48ઈસુએ એને કીધું કે, “તમે અનોખી સમત્કારી નિશાની અને નવાય પામે એવા કામો કરવાના નથી.” 49ઈ કારભારીએ ઈસુને કીધું કે, “ગુરુ, મારો દીકરો મરી જાય એની પેલા મારી હારે આવો.” 50તઈ ઈસુ એને કેય છે કે, “પાછો જા, તારો દીકરો જીવતો રેહે.” ઈ માણસે ઈસુની કીધેલી વાત ઉપર વિશ્વાસ કરીને ઘરે વયો ગયો. 51જઈ ઈ હાલ્યો જાતો હતો, તઈ મારગમાં એના ચાકરોએ ઈ ખબર લયને હામાં મળ્યા, અને કેવા લાગ્યા કે, “તારો દીકરો જીવતો છે.” 52એણે ચાકરોને પુછયું કે, “ઈ ક્યા વખતથી હાજો થાવા લાગ્યો?” તેઓએ એને કીધું કે, “કાલે બપોરના એક વાગે એનો તાવ ઉતરી ગયો.” 53તઈ ઈ દીકરાના બાપને યાદ આવ્યું કે, આ ઈજ વખતે થયુ હતું, જે વખતે ઈસુએ એને કીધું હતું કે, “તારો દીકરો જીવતો રેહે.” અને એણે પુરા પરીવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો. 54ઈસુએ આ બીજો સમત્કાર કરયો હતો, જઈ ઈ યહુદીયા પરદેશમાંથી ગાલીલ જિલ્લામાં પાછો આવ્યો હતો.

നിലവിൽ തിരഞ്ഞെടുത്തിരിക്കുന്നു:

યોહાન 4: KXPNT

ഹൈലൈറ്റ് ചെയ്യുക

പങ്ക് വെക്കു

പകർത്തുക

None

നിങ്ങളുടെ എല്ലാ ഉപകരണങ്ങളിലും ഹൈലൈറ്റുകൾ സംരക്ഷിക്കാൻ ആഗ്രഹിക്കുന്നുണ്ടോ? സൈൻ അപ്പ് ചെയ്യുക അല്ലെങ്കിൽ സൈൻ ഇൻ ചെയ്യുക