મત્તિ 21

21
યરુશલેમ મ જીત મેંળવવા હારુ ભરાવું
(મર. 11:1-11; લુક. 19:28-40; યૂહ. 12:12-19)
1ઝર ઇસુ અનેં હેંના સેંલા યરુશલેમ સેર નેં ટીકે પોત્યા અનેં જેતૂન ડુંગોર ઇપેર બેતફગે ગામ નેં ટીકે આયા, તે ઇસુવેં બે સેંલંનેં એંમ કેં નેં મુંકલ્યા, 2“હામેં ના ગામ મ જો વેંહાં પોક્તં મસ એક ગદેડી બાંદેંલી, અનેં હેંનેં હાતેં હેંનું ખુંલકું તમનેં મળહે, હેંનનેં સુંડેંનેં મારી કન લેં આવો. 3કદાસ તમનેં કુઈક પૂસે, તે હેંનેં કેંજો કે પ્રભુ નેં એંનનું કામ હે, તર વેયુ તરત હેંનનેં મુંકલેં દેંહે.” 4ઇયુ એંતરે હારુ થાયુ કે ઝી વસન પરમેશ્વરેં ભવિષ્યવક્તા દુવારા કેંદું હેંતું, વેયુ પૂરુ થાએ.
5“યરુશલેમ સેર ન મનખં નેં કો, ભાળો, તમારો રાજા તમારી કનેં આવે હે, વેયો નમ્ર હે, અનેં ગદેડા ઇપેર બેંઠો હે, હાં ગદેડી ના ખુંલ્કા ઇપેર.” 6સેંલંવેં જાએંનેં, ઝેંવું ઇસુવેં હેંનનેં કેંદું હેંતું, વેમેંસ કર્યુ. 7અનેં ગદેડી અનેં હેંના ખુંલ્કા નેં લાવેંનેં, હેંનં ઇપેર પુંતાનં સિસરં નાખ્ય, અનેં ઇસુ હેંનેં ઇપેર બેંહેંજ્યો. 8તર ઘણં બદ્દ મનખંવેં પુંતાનં સિસરં રસ્તા મ વાથર્ય, અનેં બીજં મનખંવેં ઝાડં ની ડાળજ્યી કાપેંનેં રસ્તા મ વાથરજ્યી. 9ઝી મનખં ની મુટી ભીડ હેંનેં અગ્યેડ અનેં વાહેડ સાલતી હીતી, સિસાએં-સિસાએં નેં કીતી હીતી, “દાઉદ રાજા ની પીઢી ના ઇસુ ની બડાઈ થાએ#21:9 બડાઈ થાએ હિન્દી અનેં ગુજરાતી બાઈબલ મ હોશાના હે , ધન્ય હે વેયો ઝી પ્રભુ ના નામ થી આવે હે, આકાશ મ બડાઈ થાએ.” 10ઝર ઇસુ યરુશલેમ સેર મ ભરાયો, તે આખા સેર મ દોડા-દોડી થાએં ગઈ, અનેં મનખં કેંવા મંડ્ય, “આ કુંણ હે?” 11અમુક મનખંવેં કેંદું, “ઇયો ગલીલ પરદેશ ના નાજરત ગામ નો ભવિષ્યવક્તા ઇસુ હે.”
મંદિર મ વેપાર કરવા વાળં નેં બારતં કાડવં
(મર. 11:15-19; લુક. 19:45-48; યૂહ. 2:13-22)
12ઇસુવેં પરમેશ્વર ના મંદિર મ જાએંનેં હેંનં બદ્દનેં, ઝી મંદિર મ વેપાર કરેં રિય હેંતં, હેંનનેં કાડ દેંદં અનેં પઇસા બદલેં આલવા વાળં ન ટેબલં અનેં કબૂતરં વેંસવા વાળં ન પાજરં ઉંદં વાળં દેંદં, 13અનેં હેંનનેં કેંદું, “પવિત્ર શાસ્ત્ર મ પરમેશ્વરેં મંદિર ના બારા મ કેંદું હે કે મારું મંદિર બદ્દ દેશ ન મનખં હારુ પ્રાર્થના કરવા નું ઘેર કેંવાહે, પુંણ તમું હેંનેં ડાકુવં નેં રેંવા ની જગ્યા બણાવો હે.”
14તર આંદળં અનેં લંગડં, મંદિર મ ઇસુ કનેં આય, અનેં હેંને હેંનનેં હાજં કર્ય. 15પુંણ ઝર મુખી યાજક અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળેં, એંનં સમત્કારં નેં ઝી ઇસુવેં કર્યા હેંતા, અનેં સુંરં નેં મંદિર મ “દાઉદ રાજા ની પીઢી ના ઇસુ ની બડાઈ થાએ, એંમ કેં નેં જુંર-જુંર થી સિસાતં ભાળ્ય, તે વેયા રિહ મ ભરાએંજ્યા.” 16અનેં ઇસુ નેં કેંવા મંડ્યા, “હું તું હામળે હે કે ઇય સુંરં હું નારા બુંલે હે?” ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “હાં; હું તમેં પવિત્ર શાસ્ત્ર મ ઇયુ કેંરં યે નહેં વાસ્યુ: કે બાળક અનેં દૂદ પીવા વાળં નાનં સુંરં ના મોડા થી સ્તુતિ કરાવી?” 17તર ઇસુ હેંનનેં સુંડેંનેં સેર નેં બારતં બેતનિય્યાહ ગામ મ જ્યો અનેં વેંહાં રાત રુંકાયો.
ફળ વગર નું અંજીર નું ઝાડ
(મર. 11:12-14,20-24)
18બીજે દાડે હવેંર મ ઝર ઇસુ યરુશલેમ સેર મ પાસો આવતો હેંતો, તે હેંનેં ભુખ લાગી. 19સડક નેં મેરેં અંજીર નું એક ઝાડ ભાળેંનેં વેયો હેંનેં કન જ્યો, અનેં પાંદડં નેં સુંડેંનેં હેંનેં મ કઇસ નેં મળ્યુ, તે હેંનેં કેંદું, “હાવુ થી તારી મ કેંરં યે ફળ નેં લાગે,” અનેં અંજીર નું ઝાડ તરત હુકાએંજ્યુ. 20ઇયુ ભાળેંનેં સેંલા વિસાર કરતા થાએંજ્યા અનેં હેંનવેં કેંદું, “ઇયુ અંજીર નું ઝાડ તરત કેંકેંમ હુકાએંજ્યુ?” 21ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “હૂં તમનેં હાસું કું હે, અગર તમું વિશ્વાસ રાખો અનેં શક નેં કરો, તે નેં ખાલી ઇયુ કરહો ઝી એંના અંજીર ના ઝાડ હાતેં કરવા મ આયુ હે, પુંણ અગર એંના ડુંગોર નેં કેંહો, કે આંહો હરકેંનેં દરજ્યા મ પડેં જા, તે ઇયુ થાએં જાહે. 22અનેં ઝી કઇ તમું પ્રાર્થના મ વિશ્વાસ થકી માંગહો, વેયુ બદ્દું તમનેં મળહે.”
ઇસુ ના અધિકાર નો સવાલ
(મર. 11:27-31; લુક. 20:1-8)
23ઇસુ મંદિર મ જાએંનેં ભાષણ આલેં રિયો હેંતો, તે મુખી યાજક અનેં યહૂદી મનખં ન અગુવએં હેંનેં કન આવેંનેં પૂસ્યુ, “તું ઇય કામં કેંના અધિકાર થી કરે હે? અનેં તનેં ઇયો અધિકાર કેંનેં આલ્યો હે?” 24ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “હૂં હુંદો તમનેં એક વાત પૂસુ હે, અગર વેયુ મનેં વતાડહો, તે હૂં હુંદો તમનેં વતાડેં કે ઇય કામં હૂં કઇના અધિકાર થી કરું હે. 25હું યૂહન્નાવેં મનખં નેં બક્તિસ્મ એંતરે હારુ આલ્યુ હેંતું, કે પરમેશ્વરેં હેંનેં ઇયો અધિકાર આલ્યો હેંતો, કે મનખંવેં હેંનેં ઇયો અધિકાર આલ્યો હેંતો?” તર વેયા એક બીજા હાતેં સાન-સાના વાતેં કરવા મંડ્યા, “અગર આપું કીજ્યે હરગ ની તરફ થી, તે વેયો આપનેં કેંહે, ફેંર તમવેં હેંનો વિશ્વાસ હુંકા નેં કર્યો? 26પુંણ આપું એંમ હુંદા નહેં કેં સક્તા કે યૂહન્ના કન ઇયો અધિકાર મનખં ની તરફ થી હેંતો. કેંમકે વેયા મનખં થી સમકતા હેંતા કે અગર હેંનવેં એંમ કેંદું તે વેય હેંનં હારુ મુસિબત ઇબી કર દેંહે, કેંમકે બદ્દ મનખં એંમ વિશ્વાસ કરતં હેંતં કે યૂહન્નો હાસેં-હાસ એક ભવિષ્યવક્તા હે.” 27હાં નેં હેંનવેં ઇસુ નેં જવાબ આલ્યો, “હમું નહેં જાણતા” તે હેંને હુંદું હેંનનેં કેંદું, કે “હૂં હુંદો તમનેં નહેં વતાડતો કે ઇય કામં કઇના અધિકાર થી કરું હે.”
બે સુંરં નો દાખલો
28“તમું એંના દાખલા થી હું હમજો હે? કઇનાક માણસ નેં બે સુંરા હેંતા, હેંને મુંટા સુંરા કનેં જાએંનેં કેંદું, હે બેંટા આજે દરાક ની વાડી મ જાએંનેં કામ કર.” 29હેંને જવાબ આલ્યો, “હૂં નેં જું,” પુંણ વાહે હેંનેં પસ્તાવો થાયો, અનેં મન બદલેંનેં દરાક ની વાડી મ કામ કરવા હારુ જ્યો. 30ફેંર નાના સુંરા કન જાએંનેં હેંનેં હુંદું એંવુંસ કેંદું, હેંને જવાબ આલ્યો, “હાવ બા હૂં જએં,” પુંણ નેં જ્યો. 31એંનં બેય મનેં કઇને બા ની મરજી પૂરી કરી? હેંનવેં કેંદું, “મુંટે સુંરે” ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં તમનેં હાસું કું હે કે વેરું લેંવા વાળા અનેં વેશ્યા નું કામ કરવા વાળં તમં થી પેલ પરમેશ્વર ના રાજ મ જાએં રિય હે.” 32કેંમકે યૂહન્ના બક્તિસ્મ આલવા વાળો તાજું જીવન જીવવા નો રસ્તો વતાડવા હારુ તમારી કનેં આયો, પુંણ તમવેં હેંનેં ઇપેર વિશ્વાસ નેં કર્યો, પુંણ વેરું લેંવા વાળેં અનેં વેશ્યા નું કામ કરવા વાળેં હેંનેં ઇપેર વિશ્વાસ કરેંનેં ભુંડં કામં કરવં સુંડ દેંદં. અનેં તમવેં ઇયુ ભાળેંનેં હુંદું પુંતાનં ભુંડ કામં કરવં નેં સુડ્ય.
ભુંડ ખેડુત નો દાખલો
(મર. 12:1-12; લુક. 20:9-19)
33એક બીજો દાખલો હામળો, એક ગામ રેંવાસી હેંતો, ઝેંને ખેંતર મ દરાક ની વાડી કરી, અનેં વાડી નેં ફરતી ભાઠં ની એક દિવાલ બણાવી, અનેં દરાક નો રસ કાડવા અનેં ભેંગો કરવા હારુ એક રસ કુંડી બણાવી. હેંને સુંર અનેં જનાવરં થી વાડી ની રખવાળી હારુ એક ઉઈડી બણાવી. ફેંર વેયો પુંતાની હીની વાડી નેં ખેડુતં નેં ઠેંકા ઇપેર આલેંનેં પરદેશ જાતોર્યો. 34ઝર દરાક ઉતારવા નો ટાએંમ નજીક આયો, તે હેંને પુંતાનં નોકરં નેં હેંનો ભાગ લેંવા હારુ ખેડુત કનેં મુંકલ્યા. 35પુંણ ખેડુતવેં હેંનં નોકરં નેં હાએંનેં, કેંનેંક નેં કુટ્યા અનેં કેંનેંક નેં માર દડ્યા, અનેં કેંનેંક ઇપેર પત્થરમારો કર્યો. 36ફેંર હેંને પેલ કરતં વદાર નોકરં નેં મુંકલ્યા, અનેં હેંનવેં હેંનં હાતેં હુંદું વેવુંસ કર્યુ. 37સેંલ્લે હેંને પુંતાના સુંરા નેં હેંનં કનેં એંમ વિસારેંનેં મુંકલ્યો કે વેયા મારા સુંરા નું માન કરહે. 38પુંણ ઝર ખેડુતવેં ધણી ના સુંરા નેં આવતં ભાળ્યો તે એક-બીજા નેં કેંવા મંડ્યા, ઇયો તે વારસદાર હે. આવો, આપું એંનેં માર દડજ્યે, અનેં વાડી આપું લેં લેંજ્યે.
39હાં નેં હેંનવેં હેંનેં હાદો અનેં દરાક ની વાડી મહો બારતં લેં જાએંનેં માર દડ્યો. 40એંતરે હારુ ઝર દરાક ની વાડી નો માલિક આવહે, તે હેંનં ખેડુતં હાતેં હું કરહે? 41હેંનવેં ઇસુ નેં કેંદું, “વેયો હેંનં ભુંડં મનખં નું ભુંડી રિતી થી નાશ કરહે, અનેં દરાક ની વાડી નો ઠેંકો બીજંનેં આલહે, ઝી ટાએંમ ઇપેર હેંનેં ફળ આલેં કરહે” 42ઇસુવેં હેંનનેં કેંદું, “હું તમવેં કેંરં યે પવિત્ર શાસ્ત્ર મ ઇયુ નહેં વાસ્યુ: ઝેંના ભાઠા નેં મુંટં કારિગરંવેં નકમ્મો ગણ્યો હેંતો, વેયોસ ખુંણા નો ખાસ ભાઠો બણેંજ્યો?” ઇયુ પ્રભુ ની તરફ થી થાયુ, અનેં આપડી નજર મ ગજબ હે. 43એંતરે હારુ હૂં તમનેં કું હે કે પરમેશ્વર નું રાજ તમં કન થી લેં લેંવા મ આવહે, અનેં ઇવી જાતિ નેં આલવા મ આવહે, ઝી તાજું કામ કરહે. 44“ઝી એંના ભાઠા ઇપેર પડહે, વેયુ ઝેંણું ઝટ થાએં જાહે, અનેં ઝેંનેં ઇપેર વેયો ભાઠો પડહે, હેંને વાટેં દડહે.” 45મુખી યાજક અનેં ફરિસી ટુંળા ન મનખં ઇસુ ન દાખલં નેં હામળેંનેં હમજેં જ્યા કે વેયો હેંનં ના બારા મ કે હે 46એંતરે હારુસ વેયા ઇસુ નેં હાવા માંગતા હેંતા, પુંણ મનખં થી સમકેં જ્યા કેંમકે વેય હેંનેં ભવિષ્યવક્તા માનતં હેંતં.

ទើបបានជ្រើសរើសហើយ៖

મત્તિ 21: GASNT

គំនូស​ចំណាំ

ចែក​រំលែក

ចម្លង

None

ចង់ឱ្យគំនូសពណ៌ដែលបានរក្សាទុករបស់អ្នក មាននៅលើគ្រប់ឧបករណ៍ទាំងអស់មែនទេ? ចុះឈ្មោះប្រើ ឬចុះឈ្មោះចូល