મત્તિ 22

22
લગન ના જમણવાર નો દાખલો
(લુક. 14:15-24)
1ઇસુ ફેંર હેંનનેં દાખલં મ શિક્ષણ આલવા મંડ્યો. 2“હરગ નું રાજ હેંના એક રાજા નેં જેંમ હે, ઝેંને પુંતાના સુંરા નેં પએંણાયો. 3અનેં હેંને પુંતાનં નોકરં નેં મુંકલ્યા કેં તેંડું કરેંલં મનખં નેં લગન ના જમણવાર મ બુંલાવે, પુંણ હેંનવેં આવવા નેં સાઇહુ.” 4ફેંર હેંને બીજં નોકરં નેં એંમ કેં નેં મુંકલ્યા, “તેંડું કરેંલં મનખં નેં કો, ભાળો, હૂં ખાવાનું તિયાર કરેં સુક્યો હે, મેંહ તમારી હારુ અસલ-અસલ ના પાડા અનેં પાળેંલં બુંકડં માર્ય હે, અનેં બદ્દુંસ તિયાર હે, લગન ના જમણવાર મ આવો.” 5પુંણ વેય ટાળો વાળેંનેં જાતં રિય, કુઈક પુંતાના ખેંતર મ, તે કુઇ પુંતાના ધંધા મ. 6અમુક મનખં ઝી વસેંલં હેંતં, હેંનવેં રાજા ન નોકરં નેં હાએંનેં હેંનનેં બે ઈજ્જત કર્યા અનેં માર દડ્યા. 7ઝર રાજાવેં ઇયુ હામળ્યુ તે હેંને રિહ મ આવેંનેં, પુંતાની ફોજ મુંકલેંનેં હેંનં મારવા વાળં નેં મરાવ દડ્ય, અનેં હેંનના સેર નેં બાળ દેંદું. 8તર હેંને પુંતાનં નોકરં નેં કેંદું, “લગન નું જમવાનું તે તિયાર હે, પુંણ તેંડેંલં મનખં એંના જમણવાર ને લાએંક નેં હેંતં.” 9એંતરે હારુ બદ્દી જગ્યા જો, અનેં ઝેંતરં મનખં તમનેં મળે, બદ્દનેં લગન ના જમણવાર મ બુંલાવ લાવો. 10હાં નેં હેંનં નોકરવેં બદ્દી જગ્યા મ જાએંનેં હું ભુંડં, હું ભલં, ઝેંતરં મનખં મળ્ય, બદ્દનેં ભેંગં કર્ય; અનેં લગન વાળું ઘેર પામણં થી ભરાએંજ્યુ.
11ઝર રાજા પામણં નેં ભાળવા હારુ મએં આયો, તે હેંને વેંહાં એક માણસ નેં ભાળ્યો, ઝેંને લગન મ પેરવા વાળં સિસરં નેં પેર્ય હેંતં. 12રાજાવેં હેંનેં પૂસ્યુ, “હે ભાઈ-બંદ; તું લગન મ પેરવા વાળં સિસરં પેરયા વગર આં હુંકા આવેંજ્યો હે? વેયો માણસ જવાબ નેં આલેં સક્યો.” 13તર રાજાવેં પુંતાનં નોકરં નેં કેંદું, “એંના હાથ-પોગ બાંદેંનેં હેંનેં બારતં ઇન્દારા મ દડ દો, તાં ગાંગરતો અનેં દાત કકડાવતો રેંહે. 14કેંમકે બુંલાવેંલં તે ઘણં હે, પુંણ પસંદ કરેંલં થુંડક હે.”
રોમી સરકાર નેં વેરો ભરવો
(મર. 12:13-17; લુક. 20:20-26)
15તર ફરિસી ટુંળા ન મનખંવેં એંનં-એંનવેં વિસાર કર્યો કે હેંનેં કીવી રિતી વાત મ ફસાવજ્યે. 16હાં નેં હેંનવેં પુંતાનં સેંલંનેં હેરોદેસ રાજા નેં હાત આલવા વાળં નેં હાતેં ઇસુ કનેં એંમ કેંવા મુંકલ્યા, “હે ગરુ, હમું જાણન્યે હે કે તું હાસો હે, અનેં પરમેશ્વર નો રસ્તો હાસ થકી હિકાડે હે, અનેં કીની યે પરવાહ નહેં કરતો, કેંમકે તું મનખં ન મોડં ભાળેંનેં વાતેં નહેં કરતો. 17એંતરે હારુ તું હમનેં વતાડ તું હું વિસારે હે? કૈસર#22:17 રોમ નો મુંટો રાજા નેં વેરો ભરવું ઠીક હે કે નહેં” 18ઇસુવેં હેંનની સલાકી ભાળેંનેં કેંદું, “હે ઢોંગ કરવા વાળોં, તમું મનેં ગલત કેંવાડેંન ફસાવાની કોશિશ હુંકા કરો હે? 19એક દાડા ની મજૂરી નો સિક્કો મનેં વતાડો” તર વેયા ઇસુ કનેં એક દાડા ની મજૂરી નો સિક્કો લેં આયા. 20ઇસુવેં હેંનનેં પૂસ્યુ “મનેં વતાડો, એંના સિક્કા મ કીની મૂર્તિ અનેં કેંનું નામ લખ્યુ હે?” 21હેંનવેં ઇસુ નેં જવાબ આલ્યો, “કૈસર#22:21 રોમ નો મુંટો રાજા ની મૂર્તિ અનેં નામ હે” તર ઇસુવેં હેંનનેં કેંદું, “ઝી મુંટા રાજા નું હે, વેયુ હેંનેં આલો, અનેં ઝી પરમેશ્વર નું હે, વેયુ પરમેશ્વર નેં આલો.” 22ઇયુ હામળેંનેં વેયા ભકનાએં જ્યા, અનેં ઇસુ નેં સુંડેંનેં જાતારિયા
મરેંલં મહું પાસું જીવતું થાવું અનેં લગન
(મર. 12:18-27; લુક. 20:27-40)
23હેંનેસ દાડે સદૂકી ટુંળા ન મનખં ઝી ઇની વાત નેં માનતં નેં હેંતં, કે મરેંલં પાસં જીવતં થાહે, વેય ઇસુ કનેં આવેંનેં હેંનેં સવાલ કરવા મંડ્ય. 24“હે ગરુ, મૂસે કેંદું હેંતું કે અગર કુઇ માણસ વગર પરિવારેં મરેં જાએ, તે હેંનો ભાઈ હીની બજ્યેર હાતેં લગન કરેંનેં પુંતાના ભાઈ હારુ સુંરં પેદા કરે. 25હાવુ હમારતએં હાત ભાઈ હેંતા, બદ્દ કરતં મુંટો ભાઈ પએંણેંજ્યો, પુંણ સુંરં નેં થાય અનેં મરેંજ્યો, અનેં સુંરં નેં હોવા ને લેંદે પુંતાની બજ્યેર પુંતાના ભાઈ હારુ સુંડેંજ્યો. 26ઇવીસ રિતી બીજે અનેં તીજે હુંદું કર્યુ, અનેં હાત તક એંમેંસ થાયુ, 27સેંલ્લે વેયે બજ્યેર હુદી મરેં ગઈ. 28હાં નેં ઝર મરેંલં મનખં પાસં જીવતં થાહે તે વેયે કીની બજ્યેર કેંવાહે? કેંમકે વેયે બદ્દની બજ્યેર થાઈ સુકી હીતી.” 29ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, તમું પવિત્ર શાસ્ત્ર અનેં પરમેશ્વર ની સામ્રત નેં નહેં જાણતા, એંને લેંદે તમારા વિસાર ખુંટા હે. 30કેંમકે ઝર વેય મરેંલં મહં જીવી ઉઠહે, તે નેં તે માણસ લગન કરહે અનેં નેં બજ્યેર લગન કરહે, પુંણ વેય હરગ મ રેંવા વાળં પરમેશ્વર ન હરગદૂતં નેં જેંમ રેંહે. 31પુંણ મરેંલં મહું પાસું જીવતું થાવા ના બારા મ હું તમવેં ઇયુ વસન નહેં વાસ્યુ ઝી પરમેશ્વરેં તમનેં કેંદું: 32“હૂં ઇબ્રાહેંમ નો પરમેશ્વર, અનેં ઇસાગ નો પરમેશ્વર, અનેં યાકૂબ નો પરમેશ્વર હે? વેયો મરેંલં નો નહેં, પુંણ જીવતં નો પરમેશ્વર હે” 33એંના ભાષણ નેં હામળેંનેં મનખં વિસાર કરતં થાએંજ્ય.
બદ્દ કરતં મુટી આજ્ઞા
(મર. 12:28-34; લુક. 10:25-28)
34ઝર ફરિસી ટુંળા ન મનખંવેં હામળ્યુ કેં ઇસુવેં સદૂકી ટુંળા ન મનખં ન મોડં બંદ કર દેંદં, તે વેય બદ્દ એક થાએંજ્ય. 35હેંનં મનેં એક મૂસા નું નિયમ હિકાડવા વાળે ઇસુ નેં પારખવા હારુ પૂસ્યુ, 36“હે ગરુ મૂસા ના નિયમ મ કઇની આજ્ઞા મુટી હે?” 37ઇસુવેં હેંનેં કેંદું, “તું પરમેશ્વર તારા પ્રભુ નેં પૂરા મન અનેં તારા પૂરા જીવ અનેં તારી પૂરી બુદ્ધિ થી પ્રેમ રાખ. 38મુટી અનેં ખાસ આજ્ઞા તે ઇયેસ હે. 39અનેં હેંનેંસ જીવી ઇયે બીજી હુદી આજ્ઞા હે, કે તું તારા પાડુસી ઇપેર પુંતાનેં જેંમ પ્રેમ રાખ. 40ઇયેસ બે આજ્ઞા પૂરા નિયમ અનેં ભવિષ્યવક્તા નો આધાર હે.”
મસીહ કેંનો સુંરો
(મર. 12:35-37; લુક. 20:41-44)
41ઝર ફરિસી ટુંળા ન મનખં ભેંગં થાએંલં હેંતં, તે ઇસુવેં હેંનનેં પૂસ્યુ, 42“મસીહ ના બારા મ તમું હું હમજો હે? વેયો કેંનો બેંટો હે?” હેંનવેં હેંનેં કેંદું, “દાઉદ રાજા નો.” 43ઇસુવેં હેંનનેં પૂસ્યુ, “તે દાઉદ રાજા આત્મા થી ભરાએંનેં હેંનેં પ્રભુ હુંકા કે હે?” 44“પ્રભુવેં, મારા પ્રભુ નેં કેંદું, ઝર તક કે હૂં તારં વેરજ્ય નેં હરાવ નેં દું તાં તક મારી જમણી બાજુ બેંહ. 45ભલું, ઝર દાઉદ રાજા પુંતે હેંનેં પ્રભુ કે હે, તે વેયો હેંનો બેંટો કેંકેંમ થાયો?” 46એંના જવાબ મ કુઇ બી એક વાત હુંદો નેં કેં સક્યો, અનેં કેંનેં યે ફેંર ઇસુ નેં કઇ પુસવાની હિમ્મત નેં થાઈ.

ទើបបានជ្រើសរើសហើយ៖

મત્તિ 22: GASNT

គំនូស​ចំណាំ

ចែក​រំលែក

ចម្លង

None

ចង់ឱ្យគំនូសពណ៌ដែលបានរក្សាទុករបស់អ្នក មាននៅលើគ្រប់ឧបករណ៍ទាំងអស់មែនទេ? ចុះឈ្មោះប្រើ ឬចុះឈ្មោះចូល