મત્તિ 20

20
વાડી મ કામ કરવા વાળં મજૂર નો દાખલો
1“હરગ નું રાજ એક દરાક ની વાડી ના માલિક નેં જેંમ હે, ઝી હવેંર મ ઉઠેંનેં પુંતાની દરાક ની વાડી મ કામ કરવા હારુ મજૂર લેંવા બજાર મ જ્યો. 2હેંને મજૂરં નેં કામ હજરી ઇપેર નકી કરેંનેં, હેંનનેં પુંતાની દરાક ની વાડી મ કામ કરવા મુંકલ દેંદં.” 3ફેંર લગ-બગ નો વાગ્યે હેંને ભાળ્યુ કે બીજં મજૂર બજાર મ નવરં ઇબીલં હેંતં. 4તર દરાક ની વાડી ને માલિકેં હેંનં મજૂરં નેં કેંદું, “તમું હુંદં મારી દરાક ની વાડી મ જાએંનેં કામ કરો, અનેં ઝી હજરી હે તી હૂં તમનેં આલેં,” તર વેય હુંદં કામ કરવા હારુ જ્ય. 5ફેંર હેંને બફોર ના બારેંક અનેં તાંણેંક વાગ્યે હુંદું હેંમેંસ કર્યુ. 6અનેં હાંજ નો મજૂરં નેં સુટવા થી એક કલાક પેલ, વેયો ફેંર બજાર મ જ્યો, તે હેંને અમુક બીજં મજૂરં નેં નવરં ઇબીલં ભાળ્ય, અનેં હેંને કેંદું, “તમું હુંકા આં આખો દાડો નવરં ઇબં રિય?” હેંનવેં માલિક નેં કેંદું, “એંતરે હારુ કે હમનેં કેંનેં યે કામેં નહેં લગાડ્ય.” 7હેંને મજૂરં નેં કેંદું, “તમું હુંદં મારી દરાક ની વાડી મ જાએંનેં કામ કરો.”
8“હાંજ નો દરાક ની વાડી ને માલિકેં પુંતાના ખજાંસી નેં કેંદું, મજૂરં નેં બુંલાવેંનેં ઝી પેલ અનેં વાહેડ આય હેંતં બદ્દનેં મજૂરી આલ દે.” 9ઝી મજૂર હાંજ ન કામ થી સુટવા ના એક કલાક પેલ દરાક ની વાડી મ કામ કરવા હારુ આય હેંતં, હેંનનેં આખા દાડા ની હજરી આલવા મ આવી. 10તર વેય મજૂર ઝી હવેંર મ બદ્દ કરતં પેલ વાડી મ કામ કરવા હારુ આય હેંતં, હેંનવેં એંમ વિસાર્યુ કે હમનેં એંનં કરતં વદાર મળહે, પુંણ હેંનનેં હુદી હિતરિસ હજરી મળી. 11ઝર હજરી આલવા મ આવી તે વેય દરાક ની વાડી ના માલિક ઇપેર ગંગણેં નેં કેંવા મંડ્ય, 12એંનં વાહેડ વાળેં એકેંસ કલાક કામ કર્યુ, અનેં તેં હેંનનેં હુદી હમારી બરુંબર હજરી આલી, ઝી હમવેં આખો દાડો કામ કર્યુ અનેં તોપ વેંઠ્યો? 13માલિકેં હેંનં મના એક જણા નેં જવાબ આલ્યો, “હે ભાઈબંદ, મેંહ તમારી હાતેં કઇ ગલત નહેં કર્યુ, હું તેંસ મારી હાતેં આખા દાડા ની ઇતરિસ હજરી#20:13 એક દીનાર નેં નકી કરી હીતી? 14ઝીતરી હજરી તેં નકી કરી હીતી, લેંલે અનેં જાતોરે, મારી મરજી ઇયે હે કે ઝીતરી હજરી તનેં આલું, હિતરિસ હજરી ઝી તમારી વાહે આય હે, હેંનનેં હુંદો આલું. 15કેંમકે મનેં ઇયો અધિકાર હે, કે હૂં મારા પઇસા મારી મરજી પરમણે ખરસ કરું, અનેં મેંહ ઝી એંનં વાહે વાળં મજૂરં હાતેં ભલાઈ કરી, હેંનેં તું ગલત હમજેં રિયો હે.” 16“ઇવીસ રિતી ઘણં બદ્દ મનખં ઝી પુંતે-પુંતાનેં ઇની દુન્ય મ મુંટું હમજે હે, વેય પરમેશ્વર ની નજર મ નાનં થાએં જાહે. અનેં ઝેંનનેં ઇની દુન્ય મ નાનં હમજવા મ આવે હે, વેય પરમેશ્વર ની નજર મ મુંટં હમજવા મ આવહે.”
પુંતાની મોત ના બારા મ ઇસુ ની તીજી વાર ભવિષ્યવાણી
(મર. 10:32-34; લુક. 18:31-34)
17ઇસુ યરુશલેમ સેર મ જાતો-જાતો બાર સેંલંનેં હુંનવેંણ મ લેંજ્યો, અનેં રસ્તા મ હેંનનેં કેંવા મંડ્યો, 18“ભાળો, આપું યરુશલેમ સેર મ જાજ્યે હે, અનેં હૂં માણસ નો બેંટો મુખી યાજક અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળં ન હાથં મ હવાડવા મ આવેં. અનેં વેયા મનેં બીજી જાતિ ન મનખં ન હાથં મ હુંપહે, અનેં વેય મનખં મનેં મોત નેં લાગ નો ઠરાવહે. 19અનેં મનેં બીજી જાતિ ન મનખં ન હાથ મ હુંપહે કે વેયા મારો ઠઠ્ઠો કરે, અનેં કોડા મારે, અનેં ક્રૂસ ઇપેર સડાવે, અનેં હૂં તાણવે દાડે પાસો જીવાડવા મ આવેં.”
એક આઈ ની પુંતાનં સુંર હારુ અરજ
(મર. 10:35-45)
20તર જબ્દી ન સુંરં ની આઈ, પુંતાનં સુંરં નેં હાતેં ઇસુ કન આવેંનેં પોગેં લાગી, અનેં ઇસુ કન કઇક માંગવા લાગી. 21ઇસુવેં હેંને કેંદું, “તું હું સાહે હે?” હીન્યી ઇસુ નેં કેંદું, “આ વાએંદો કર કે ઝર તું તારી મહિમા મ રાજ કરવું સલુ કરે, તે મારા આ બે સુંરા તારા રાજ મ એક તારી જમણી પાક્તી અનેં એક તારી ડાબી પાક્તી બેંહે.” 22ઇસુવેં જવાબ આલ્યો, “તમું નહેં જાણતં કે હું માંગો હે, ઝી દુઃખ હૂં વેંઠવાનો હે હું તમું વેંઠેં સકો હે?” હેંનવેં ઇસુ નેં કેંદું, “વેંઠેં સકજ્યે હે.” 23ઇસુવેં હેંનનેં કેંદું, “તમું વેયુ દુઃખ વેંઠહો તે ખરા, પુંણ મારી જમણી પાક્તી અનેં ડાબી પાક્તી કેંનેં બેંહાડવું મારું કામ નહેં, પુંણ ઝેંનેં હારુ મારા બા ની તરફ થી તિયાર કરવા મ આયુ હે, હેંનં હારુ હે.”
24ઇયુ હામળેંનેં બીજા દસ સેંલા હેંનં બે ભાજ્ય ઇપેર રિહ કરવા મંડ્યા. 25ઇસુવેં હેંનનેં ટીકે બુંલાવેંનેં કેંદું, “તમું જાણો હે કે ઝી મનખં નેં ઇની દુન્ય મ અધિકારી માનવા મ આવે હે, વેય પુંતાના અધિકાર નેં પુંતાનેં નિસં વાળં મનખં ઇપેર સલાડે હે. અનેં હેંનં ના અગુવા હેંનની વાત મનાવવા હારુ પુંતાનો અધિકાર સલાડે હે.” 26પુંણ તમં મ એંવું નેં થાએ, પુંણ ઝી કુઇ તમં મ મુંટો બણવા હારુ સાહે, વેયો તમારો સેંવક બણે. 27અનેં ઝી તમં મ મુખિયો થાવા સાહે, વેયો બદ્દનો નોકર બણે. 28“ઝેંમ કે હૂં માણસ નો બેંટો, એંતરે હારુ નહેં આયો કે બીજં મારી સેવા કરે. પુંણ હૂં એંતરે હારુ આયો કે પુંતે બીજં ની સેવા કરું અનેં મારો જીવ આલેંનેં ઘણં નેં હેંનં ન પાપં થી સુંડવેં લું.”
બે આંદળં નેં ભાળતા કરવા
(મર. 10:46-52; લુક. 18:35-43)
29ઝર વેયા યરિહો સેર થી નકળેં રિયા હેંતા, તે એક મુટી ભીડ ઇસુ નેં વાહેડ થાએ ગઈ. 30અનેં બે આંદળા ઝી સડક ની મેરેં બેંઠા હેંતા, ઇયુ હામળેંનેં કે ઇસુ જાએં રિયો હે, તે સિસાએં નેં કેંવા મંડ્યા, “હે પ્રભુ, દાઉદ રાજા ની પીઢી ના ઇસુ, હમં ઇપેર દયા કર.” 31મનખં હેંનેં વળગવા મંડ્ય કે સપ રે, પુંણ હેંનવેં વદાર સિસાએં નેં કેંદું, “હે પ્રભુ, દાઉદ રાજા ની પીઢી ના ઇસુ, હમં ઇપેર દયા કર.” 32તર ઇસુવેં ઇબે રેંનેં, હેંનનેં બુંલાયા અનેં કેંદું, “તમું હું સાહો હે કે હૂં તમારી હારુ કરું?” 33હેંનવેં કેંદું, “હે પ્રભુ, ઇયુ કે હમું ભાળવા મંડજ્યે.” 34ઇસુ દયા કરેંનેં હેંનની આંખ નેં અડ્યો, અનેં વેયા તરત ભાળવા મંડ્યા, અનેં હેંનેં વાહેડ થાએંજ્યા.

ទើបបានជ្រើសរើសហើយ៖

મત્તિ 20: GASNT

គំនូស​ចំណាំ

ចែក​រំលែក

ចម្លង

None

ចង់ឱ្យគំនូសពណ៌ដែលបានរក្សាទុករបស់អ្នក មាននៅលើគ្រប់ឧបករណ៍ទាំងអស់មែនទេ? ចុះឈ្មោះប្រើ ឬចុះឈ្មោះចូល