પુંણ તમં મ એંવું નેં થાએ, પુંણ ઝી કુઇ તમં મ મુંટો બણવા હારુ સાહે, વેયો તમારો સેંવક બણે. અનેં ઝી તમં મ મુખિયો થાવા સાહે, વેયો બદ્દનો નોકર બણે. “ઝેંમ કે હૂં માણસ નો બેંટો, એંતરે હારુ નહેં આયો કે બીજં મારી સેવા કરે. પુંણ હૂં એંતરે હારુ આયો કે પુંતે બીજં ની સેવા કરું અનેં મારો જીવ આલેંનેં ઘણં નેં હેંનં ન પાપં થી સુંડવેં લું.”