જઈ તેઓ ડુંઘરા તરફ જાતા હતાં તઈ ઈસુએ તેઓને કીધું કે, “તમે બધાય મને છોડીને વયા જાહો કેમ કે, પવિત્રશાસ્ત્ર મારી વિષે જે કેય છે, ઈ હાસુ થાવુ જોયી. પવિત્રશાસ્ત્ર આ કેય છે કે, હું ઈ માણસને મારી નાખય જે મારા લોકોની સરાવનારાની જેમ દેખરેખ રાખે છે, અને તેઓ ઘેટાઓની જેમ વિખરાય જાહે.