ઈ હાટુ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “તમે જાણતા નથી કે, ઘરનો માલીક ક્યારે પાછો આયશે. ઈ હાટુ તમારે નજર રાખવી પડશે કેમ કે, હું ઘરનો માલીક, હાંજે કા અડધી રાતે કા હવાર થાતા પેલા કા હવારે પાછો આવી હકુ છું ઈ ખરેખર સેતવણી વગર આયશે, ઈ હાટુ નજર રાખે. તઈ ઈ જોહે કે, તમે એની હાટુ તૈયાર છો. અને જે હું તમને કવ છું, ઈજ બધાયને કવ છું: મારે આવવા હુધી તૈયાર રયો!”