YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 36

36
માણસની દુષ્ટતા
મુખ્ય ગવૈયાને માટે. યહોવાના સેવક દાઉદનું [ગીત].
1દુષ્ટનું ઉલ્લંઘન મારા હ્રદયમાં
કહે છે કે,
# રોમ. ૩:૧૮. તેની દષ્ટિમાં ઈશ્વરનું ભય છે જ નહિ.
2કેમ કે તે પોતાના મનમાં
અહંકાર કરે છે,
“મારો અન્યાય પ્રગટ કરવામાં
આવશે નહિ
અને મારો ધિક્કાર થશે નહિ.”
3તેના મુખના શબ્દો અન્યાય તથા કપટથી
ભરેલા છે.
તેણે ડાહ્યા થવાનું [તથા]
ભલું કરવાનું છોડી દીધું છે.
4તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને
પ્રપંચ યોજે છે;
ખરાબ માર્ગમાં તે ઊભો રહે છે.
તે ભૂંડાઈથી કંટાળતો નથી.
5હે યહોવા, તમારી કૃપા આકાશ સુધી
ફેલાયેલી છે;
અને તમારું વિશ્વાસુપણું વાદળાં
સુધી છે.
6તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું
[અચળ] છે,
તમારાં ન્યાયકૃત્યો ઘણાં ગહન છે,
હે યહોવા, તમે માણસનું તથા પશુનું
રક્ષણ કરો છો.
7હે ઈશ્વર, તમારી કૃપા કેવી અમૂલ્ય છે!
અને મનુષ્યો તમારી પાંખોની
છાયાનો આશ્રય લે છે.
8તેઓ તમારા ઘરની સમૃદ્ધિથી
પુષ્કળ તૃપ્ત થશે;
અને તમારાં સુખોની નદીમાંથી
તેઓ પીશે.
9કેમ કે જીવનનો ઝરો તમારી પાસે છે;
તમારા અજવાળામાં
અમે અજવાળું જોઈશું.
10જેઓ તમને ઓળખે છે
તેમના ઉપર તમારી કૃપા,
તથા જેઓનાં અંત:કરણ યથાર્થ છે
તેઓના પર તમારું ન્યાયીપણું
તમે જારી રાખજો.
11અહંકારીના પગને મારી સામા
આવવા ન દો,
તથા દુષ્ટોના હાથ મને હાંકી ન કાઢે.
12અન્યાય કરનારાઓ આ પડી ગયા!
તેઓ જમીનદોસ્ત થયા છે,
તેઓ પાછા ઊઠી‍ શકશે નહિ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ગીતશાસ્‍ત્ર 36