ગીતશાસ્ત્ર 30
30
આભારસ્તુતિ
ઘરની પ્રતિષ્ઠા કરતી વખતનું ગાયન દાઉદનું [ગીત].
1હે યહોવા, હું તમને મોટા
માનીશ;
કેમ કે તમે મારો અભ્યુદય કર્યો છે,
અને મારા શત્રુઓને મારા પર હર્ષ
પામવા દીધા નથી.
2હે મારા ઈશ્વર યહોવા,
મેં તમને અરજ કરી, અને તમે મને
સાજો કર્યો છે.
3હે યહોવા, તમે મારા જીવને
શેઓલમાંથી કાઢી લાવ્યા છો;
પણ તમે મને જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં
પડવા દીધો નથી.
4હે યહોવાના ભક્તો,
તેમનાં સ્તોત્ર ગાઓ,
અને તેમના પવિત્ર નામની
અભારસ્તુતિ કરો.
5કેમ કે તેમનો કોપ
માત્ર ક્ષણિક છે;
પણ તેમની મહેરબાની
જિંદગીભર છે.
રુદન રાતપર્યંત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6હું સુખમાં હતો ત્યારે મેં કહ્યું,
“હું કદી ડગીશ નહિ.”
7હે યહોવા, તમે તમારી મહેરબાનીથી
મારા પર્વતને અચળ કર્યો છે;
તમે તમારું મુખ ફેરવ્યું કે,
હું ભયભીત થયો.
8હે યહોવા, મેં તમને અરજ કરી;
અને મેં તમારી યાચના કરી કે,
9“ [જો] હું કબરમાં જાઉં તો
મારા મરણથી
શો લાભ થાય?
શું ધૂળ તમારી સ્તુતિ કરશે?
શું તે તમારું સત્ય પ્રગટ કરશે?
10હે યહોવા, સાંભળો, અને મારા પર
દયા કરો;
હે યહોવા,
તમે મારા સહાયકારી થાઓ.
11તમે મારા વિલાપને બદલે
મને નૃત્ય આપ્યું છે;
તમે મારું ટાટ ઉતારીને
મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે.
12જેથી મારું ગૌરવ તમારાં સ્તોત્ર ગાય,
અને ચૂપ રહે નહિ.
હે યહોવા મારા ઈશ્વર,
હું સદાકાળ
તમારી આભારસ્તુતિ કરીશ.
Currently Selected:
ગીતશાસ્ત્ર 30: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Free Reading Plans and Devotionals related to ગીતશાસ્ત્ર 30

Financial Discipleship - the Bible on Crisis

21 Days To Beat Depression

Esther Explained Part 2 | Such a Time as This
