YouVersion Logo
Search Icon

નીતિવચનો 5

5
વ્યભિચાર સામે ચેતવણી
1મારા દીકરા, મારા જ્ઞાન તરફ
લક્ષ આપ;
મારી બુદ્ધિ તરફ તારા કાન ધર; કે
2તું વિવેકબુદ્ધિ સાચવી રાખે,
અને તારા હોઠ સમજને સંઘરી રાખે.
3કેમ કે પરનારીના હોઠોમાંથી
મધ ટપકે છે,
તેનું મુખ તેલ કરતાં સુંવાળું છે;
4પણ તેનું પરિણામ વિષ જેવું કડવું,
અને બેધારી તરવાર જેવું તીક્ષ્ણ છે.
5તેના પગ મૃત્યુ સુધી
નીચે ઊતરી જાય છે;
તેનાં પગલાં શેઓલમાં જાય છે.
6તેથી તેને સપાટ જીવનમાર્ગ
મળતો નથી;
તેના માર્ગો અસ્થિર છે તે
તે જાણતી નથી.
7હવે, દીકરાઓ, મારું સાંભળો;
અને મારા મુખના શબ્દોથી
દૂર ન જાઓ.
8તારો માર્ગ તેનાથી દૂર રાખ,
અને તેના ઘરના દ્વારની નજીક ન જા.
9રખેને તું તારી આબરૂ બીજાઓને,
અને તારાં વર્ષો ઘાતકીઓને
સ્વાધીન કરે;
10રખેને તારા બળથી પારકાં તૃપ્ત થાય;
અને તારી મહેનત [નાં ફળ] થી
પારકાનું ઘર [ભરાય] ;
11રખેને તારું માંસ અને તારું શરીર ક્ષીણ
થવાથી તું અંત સમયે વિલાપ કરે,
12અને કહે, ‘શા માટે મેં શિખામણનો
ધિક્કાર કર્યો,
અને મારા અંત:કરણે
ઠપકાને તુચ્છ ગણ્યો!
13શા માટે મારા શિક્ષકોનું કહેવું
મેં માન્યું નહિ,
અને મને શિક્ષણ આપનારના
[શબ્દો] પર મેં કાન ધર્યો નહિ!
14મંડળમાં તથા સંમેલનમાં
હું લગભગ દેહાંતદંડની શિક્ષા પામત
[એવો હતો].’
15તારા પોતાના ટાંકામાંથી પાણી પી,
તારા પોતાના ઝરામાંથી
વહેતું પાણી [પી].
16શું તારા ઝરાઓનું પાણી બહાર
વહી જવા દેવું,
અને નદીઓનું પાણી રસ્તામાં
[વહેવડાવી દેવું] ?
17તેઓ તારે એકલાને જ માટે થાઓ,
અને તારી સાથે
પારકાઓને માટે નહિ.
18તારો ઝરો આશીર્વાદ પામો,
અને તારી જુવાનીની પત્નીમાં
આનંદ માન.
19પ્રેમાળ હરણી તથા મનોહર મૃગલી
[જેવી તે તને લાગો] ,
સર્વ પ્રસંગે તેનાં સ્તનોથી
તું સંતોષ પામ;
અને તેના જ પ્રેમમાં
તું હંમેશાં ગરકાવ રહે.
20મારા દીકરા, શા માટે તારે પરનારી
પર મોહિત બનવું જોઈએ,
અને પારકી સ્‍ત્રીના ઉરને આલિંગન
આપવું જોઈએ?
21કેમ કે મનુષ્યના માર્ગો ઉપર
યહોવાની નજર છે.
અને તે તેના સર્વ રસ્તાની સંભાળની
તુલના કરે છે.
22દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં
સપડાઈ જશે,
અને તેના પાપરૂપી પાશથી
પકડાઈ રહેશે.
23શિક્ષણ વગર તે માર્યો જશે;
અને તેની અતિશય મૂર્ખાઈને લીધે
તે રઝળી જશે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 5